યુવા વર્ગ વેલેન્ટાઈન ડેની પશ્ર્ચિમ સંસ્કૃતિ મુજબ ઉજવણી કરતો હોય છે. ત્યારે વિરાણી હાઈસ્કુલનાં બાળકોએ કાંઈક અલગ જ રીતે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે.
વિરાણી હાઈસ્કુલમાં ધો.૯માં અભ્યાસ કરતા ૨૦૦ વિદ્યાર્થીઓએ તેમના માતા પિતાનું પૂજન કરી પ્રદક્ષિણાકરી આરતી ઉતારીને વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી હતી.
છેલ્લા છ વર્ષથી વિરાણી હાઈસ્કુલનાં છાત્રો આ રીતે વેલેન્ટાઈન ડેને ઉજવે છે. ઉપરાંત આ વખતે જય માતાજી અબોલ જીવ માનવ સેવા ટ્રસ્ટના સહયોગથી ૨૦૧ કિલોગ્રામ ચૂરમાના લાડુ અને એક હજાર રોટલીનું છાત્રોનાં હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતુ.