નવા વિચાર સાથે 230 સ્કવેર ફૂટમાં સ્ટેશનરી, ડ્રોઇંગ બુક, પેન્સીલ, સંચા, રબ્બર, કલર, દેશી હિસાબ, ચોપડા ગોઠવી બનાવાયેલ રાખડીની વસ્તુઓ ગરીબોને અર્પણ
કંઇ નોખું અનોખું પણ ‘સરસ’ કરવા પ્રેરણાકાર્ય માટે જાણીતી વિરાણી હાઇસ્કૂલે ચંદ્રમાં પર ઉતરેલ વિક્રમ લેન્ડરની જેમ જાણે કે પોતાના આંગણામાં વિક્રમ સર્જીને 45 ફૂટ લાંબી ‘સરસ્વતી’ રાખડી બનાવી સમાજ માટે નવો રાહ ચિંધ્યો છે.
રાજકોટની પ્રતિષ્ઠિત શ્રી વિરાણી હાઇસ્કૂલમાં રક્ષાબંધનની પૂર્વ પ્રભાતે 45 ફૂટ અને આશરે 230 સ્કેવર ફુટની સ્ટેશનરીની વિવિધ વસ્તુઓ જેવી કે ડ્રોઇંંગ બુક, પેન્સીલ, શાર્પનર, રિઝર, સ્કેલ, સ્કેચપેન, દેશી હિસાબ, ચોપડા વગેરેની મદદથી મેગા પ્રેરક રાખડી હાઇસ્કુલના બાળકો તથા શિક્ષકોએ બનાવી હતી. રાખડીની બધી ચીજ વસ્તુઓ શાળાનાં બાળકોએ પોતાના પોકેટ મનીમાંથી તથા સી.જે. ગ્રુપના સહયોગથી એકત્રીત કરવામાં આવી હતી. રાખડીની બધી વસ્તુઓનું વિતરણ સી.જે. ગ્રુપના સહયોગથી કોર્પોરેશનની શાળાના બાળકોને તથા ઝૂંપડપટ્ટીના બાળકોને આપવામાં આવશે. પ્રકૃતિનું રક્ષણ કરવા હેતુથી બાળકોએ વૃક્ષોને કંકુ તિલક કરી, રક્ષા બાંધી વૃક્ષોને ઉછે2વાની અને પર્યાવ2ણનું રક્ષણ ક2વાની ખાતરી આપી હતી. શાળાના બાળકોને વધુ ને વધુ વૃક્ષો વાવવાના શપથ લેવડાવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આરોગ્ય સમિતિના ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડિયા, ટ્રસ્ટી ગુણવંતભાઈ ભાદાણી તથા રસિલાબેન રામાણી, સંચાલક પરેશભાઇ ઠાકર, સી જે ગ્રુપના ચેરમેન ચિરાગભાઇ ધામેચા બાળકોને પ્રોત્સાહીત કરવાં ઉપસ્થિત રહયા હતા. શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ આ રાખડી બનાવવા શિક્ષકો અનિલાબેન, કિરણબેન, નીરૂબેન, અલકનંદાબેન તથા ટેકનીકલના શ્રુતભાઈ જોષી અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક પ્રણવ શુકલએ કર્યું હતું.