એનઆઈઆરએફ દ્વારા જાહેર થયેલી રાષ્ટ્રીય સ્તરની ૨૦૦ કોલેજોમાં ૩૭માં ક્રમે: ઠેર-ઠેરથી શુભેચ્છાઓ
ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય અંતર્ગત નેશનલ ઇન્સ્ટીટયુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક દ્વારા જાહેર યેલી રાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠ ૨૦૦ કોલેજીસની યાદીમાં રાજકોટની એમ.એન્ડ એન. વિરાણી સાયન્સ કોલેજે ૩૭મો ક્રમ મેળવીને રાજ્યની પ્રમ ક્રમ હાંસલ કર્યો છે. ગુજરાતની માત્ર ત્રણ જ કોલેજ આ યાદીના પ્રમ સો ક્રમાંકમાં સન પામી શકી છે જેમાં વિરાણી સાયન્સ કોલેજ પ્રમ ક્રમે રહી છે.
આત્મીય ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સના નિયામક ડો. જે. એન. શાહના જણાવ્યા પ્રમાણે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે આ યાદી તા. ૩ એપ્રિલે જાહેર કરી હતી.
એનઆઈઆરએફ દ્વારા જે માનદંડોને આધારે ક્રમાંક નક્કી કરવામાં આવે છે તેમાં અધ્યાપનકાર્ય અને શૈક્ષણિક સુવિધાઓ, સંશોધન પ્રવૃત્તિઓ અને વ્યવસાયિક કૌશલ્ય, વિર્દ્યાીઓની રોજગાર અને ઉચ્ચત્તમ શિક્ષણ માટેની ક્ષમતા, વિર્દ્યાીઓની સંખ્યા અને સામાજિક પ્રદાન, મહિલા અધ્યાપકો અને વિર્દ્યાીનીઓની સંખ્યા તેમજ સંસના સાર્વત્રિક અભિગમનો સમાવેશ ાય છે. વિરાણી સાયન્સ કોલેજે ટૂંકા ગાળામાં હરણફાળ ભરી છે.
યોગી ડીવાઈન સોસાયટીના પરમાધ્યક્ષ પરમ પૂજય હરિપ્રસાદ સ્વામીજી મહારાજે આનંદની લાગણી વ્યકત કરીને વિદ્યાર્થીઓને અને અધ્યાપકોને અભિનંદન પાઠવ્યા હતા.
આત્મીય ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સના સંવાહક પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ વિરાણી સાયન્સ કોલેજની આ સિધ્ધિ અંગે આનંદની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું છે કે હરિપ્રસાદ સ્વામીજી મહારાજની પ્રેરણા અને આશિષી છેલ્લા ત્રણ દાયકાઓમાં સૌરાષ્ટ્રના વિર્દ્યાીઓ માટે રાષ્ટ્રીય સ્તરની શૈક્ષણિક સુવિધાઓ ઉભી કરવાના પ્રયત્ન કર્યા છે તે આ રેન્કિંગી વધુ એક વખત પ્રમાણિત યા છે. આ અગાઉ યુજીસીએ ઓટોનોમસ સ્ટેટસ તેમજ સતત બે વાર પોટેન્શિયલ ફોર એકસેલન્સ પ્રદાન કરીને વિરાણી સાયન્સ કોલેજને પ્રમાણી છે.
અનિલભાઈ વિરાણી પરિવારના દાની નિર્મિત આ કોલેજ સહિતની શિક્ષણ સંસઓનું સંચાલન જે વિશ્વાસી સુખ્યાત કેળવણીકાર સ્વ. લાભુભાઈ ત્રિવેદી, પૂર્વ કુલપતિ સ્વ. પ્રો. સંઘવી, સમાજ શ્રેષ્ઠી સ્વ. જયંતીભાઈ કુંડલીયા, કુંવરજીભાઈ મારૂ વગેરેએ અમને સોંપ્યું તે વિશ્વાસને ર્સાક કરવાનો યતકિંચિત પ્રયત્ન અમે કર્યો છે. સ્વાયત દરજ્જો પ્રાપ્ત યા બાદ રાષ્ટ્રીય સ્તરે મળેલું આ સન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે પણ યશકલગી સમાન છે.
પૂજય ત્યાગવલ્લભ સ્વામીએ આ સિધ્ધિ માટે કોલેજના કાર્યવાહક આચાર્ય ડો.કર્તિક લાડવા સહિત તમામ વિભાગોના હેડ અને અધ્યાપકોને અભિનંદન પાઠવ્યા છે. વિદ્યાર્થીઓને જ્ઞાન પ્રદાન માટે અધ્યાપકો હજુ વધુ સારી ભૂમિકા ભજવશે એવી અપીલ કરી છે.
શિક્ષણ સો સંસ્કારના સમન્વયના ઉદ્દેશી યુનિવર્સલ હ્યુમન વેલ્યુ એજ્યુકેશન, જીવનવિદ્યા અને એમ્પાવરમેન્ટ ઓફ ગર્લ્સ વગેરે પ્રકલ્પો આત્મીય ગ્રુપની સંસઓની ઓળખ બની ચુક્યા છે. એનઆઈઆરએફ દ્વારા રાષ્ટ્રીય સ્તરની કોલેજીસની યાદીમાં સન મળ્યાના સમાચાર મળતાં આત્મીય ગ્રુપની સંસઓમાં આનંદ અને ઉત્સાહની લાગણી છવાઈ ગઈ છે.