સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે મળી કેબ્રિજ એનાલીટીકાના કૌભાંડ મામલે સીબીઆઈ તપાસ જવાબદારો સામે કડક પગલા લેવાશે
સોશ્યલ મીડિયાનો વ્યાપ વધવાની સાથે જ સમાજને હાનીકારક સાહિત્યનો ફેલાવો પણ ઝડપી વધી રહ્યો છે. ધ્રુણાસ્પદ સંદેશા, અફવા, ફેક ન્યુઝ અને આતંકવાદને પ્રેરીત કરતા સાહિત્યો ખુબ ઝડપી વાયરલ થઈ રહ્યું છે. આ વાયરલ વાઈરસ પાછળ સૌથી વધુ જવાબદાર ખુબ સોશ્યલ મીડિયા જ છે. તાજેતરમાં કેબ્રિજ એનાલીટીકા જેવા કૌભાંડ બાદ સોશ્યલ મીડિયા પરની વિશ્ર્વસનીયતામાં મસમોટુ ગાબડુ જોવા મળ્યું છે. લોકોને સોશ્યલ મીડિયાની હકીકત ખ્યાલ આવી ગઈ છે.
કેબ્રિજ એનાલીટીકાએ ભારતીયોના ડેટા ગેરકાયદે મેળવ્યા હોવાની ચર્ચા બાદ સરકારે સીબીઆઈ તપાસ સોંપી છે. જો આ મામલે કેબ્રિજ એનાલીટીકા ગુનેગાર સાબીત થશે તો કડકમાં કડક પગલા ભરવામાં આવશે. આ કૌભાંડમાં કોંગ્રેસે કેબ્રિમ એનાલીટીકાનો ઉપયોગ ચૂંટણીમાં કર્યો હોવાનો આક્ષેપ ભારતીય જનતા પક્ષે કર્યો હતો. ત્યારબાદ આ મામલો ખૂબજ ચર્ચાસ્પદ બન્યો હતો. ફેસબુકે પણ કેબ્રિજ એનાલીટીકા ડેટા લીક મામલે માફી માંગી હતી. સરકારે સંસ્થાને નોટિસ ફટકારી હતી જો કે તેનો કોઈ પ્રત્યુત્તર મળ્યો ન હતો. ત્યારે હવે સીબીઆઈ તપાસનો પ્રારંભ થયો છે.
જેમ અખબારો કે ચેનલો સહિતના માધ્યમોમાં પ્રકાશિત થયેલા સમાચાર-ક્ધટેન્ટની જવાબદારી પ્રકાશકની હોય છે તેમ સોશ્યલ મીડિયામાં પણ ફેલાતા સારા કે ખરાબ ક્ધટેન્ટની જવાબદારી તે પ્લેટફોર્મની હોવી જોઈએ. હાલ સોશ્યલ મીડિયામાં ધ્રુણા ઉપજાવે તેવી વિગતો આતંકવાદને પ્રોત્સાહન કરતું સાહિત્ય તેમજ અફવાનો ફેલાવો સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે જેની પાછળ સોશ્યલ મીડિયા જ જવાબદાર છે માટે આવા દુષણોના ઉકેલરૂપે યોગ્ય વ્યવસ્થાની જરૂર છે.
સોશ્યલ મીડિયામાં ફેલાતા સમાજને ખતરારૂપ ક્ધટેન્ટને રોકવા યોગ્ય કર્મચારીની નિમણૂક કરવાની જવાબદારી પણ સોશ્યલ મીડિયાની છે. અહીં કાયદા મુજબ જો કોઈપણ પ્લેટફોર્મનો ઉપયોગ આતંકવાદ, ગુનો, ધ્રુણા કે અફવા ફેલાવવા થાય તો જે તે પ્લેટફોર્મની જવાબદારી છે. આવા કેસમાં કાયદેસર પગલા લઈ શકાય.