એશિયાટિક સિંહોના એક માત્ર રહેઠાણ ગણાતા ગુજરાતના ગીર વિસ્તારનો એક નવો ચોંકાવનારા વિડિઓ ગઈ કાલે મીડિયામાં ચમક્યા હતા જેની અમુક તસ્વીરો દર્શાવાય છે. પર્યાવરણ બચાવો સમિતિ ના પ્રમુખે વન વિભાગ પર લાયન શો ને લઇ ગંભીર આરોપ પણ લગાવ્યા હતા.
વાઇરલ વિડીયો પર થી લીધેલ તસ્વીરૉ મા જે દેખાઈ છે તે ગીરગઢડા, ઉના અથવા જામવાળા ના જંગલ વિસ્તારનો હોવાનું મનાઈ રહ્યું છે. વન વિભાગ નું કહેવું છે આ વીડિયોમાં હાથમાં મુરઘી પકડીને એક શખ્સ સિંહને પ્રલોભન આપી રહ્યો છે. સામે દૂર એક સિંહણ દેખાય છે. આ શખ્સ તેને મુરઘી દેખાડી રહ્યો છે. એ થોડો દૂર હટી જાય છે. ફરી નજીક આવી મુરઘી નો સિંહણ સામે ઘા કરે છે. થોડીવાર નીરવ શાંતિ છવાઈ જાય છે. સિંહણ આવે છે. મુરઘીને ઉપાડીને જંગલમાં ચાલી જાય છે. આ લાઈવ વિડિઓ પણ વન વિભાગ પાસે હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે વન વિભાગ આ મુદ્દે કશુજ બોલવા ઇન્કાર કરી રહ્યું છે.
સમજાતું એ નથી કે વન વિભાગ આ બાબતે કોની શરમ ભરી રહ્યું છે..? આ સિવાય બીજી અન્ય તસ્વીરો પણ એટલા ચોંકાવનારા છે કે વન વિભાગ કોઈ પણ કિંમતે તે બહાર લાવતા ડરી રહ્યું છે. ગેરકાયદે લાયન શો સિંહ માટે હાનિકારક છે. આવા લાયન શો થી સિંહ પાલતુ જેવો બની જાય છે.અથવા તો આવુ મારણ નાખનાર વ્યક્તિ મારણમા કોઈ પદાથઁ નાખી સિંહ ને બેભાન કરી તેના શરીર ના નખ જેવા અવયવો કાઢવાનું ગેરકૃત્ય પણ કરી શકે છે જે ગંભીર બાબત છે.આમ ગેરકાયદેસર સિંહ દશઁન પ્રવૃતી અંગે જંગલ ખાતા દ્વારા કડક પગલા લેવાય તે જરૂરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com