ત્રિકોણબાગ ખાતે રામ જન્મભૂમિ મંદિર નિર્માણ અંગે જનજાગૃતિના કાર્યક્રમો

હિન્દુ ધર્મના આરાઘ્ય દેવ ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર અયોઘ્યામાં નિર્માણ કરવા માટે વિ.હિ.પ. દ્વારા રામજન્મ ભૂમિ મંદિર નિર્માણ માટે જનજાગૃતિના પ્રયાસરૂપે પુરા ભારતમાં કાર્યક્રમો થઈ રહ્યાં છે ત્યારે રાજકોટમાં વિરાટ ધર્મસભા તા.૧૬ ડિસેમ્બર રવિવારના રોજ સાંજે ૭:૦૦ કલાકે ઢેબરભાઈ ચોક, ત્રિકોણબાગ ખાતે યોજાનાર છે. તેમજ આ રામજન્મ ભૂમિના ભવ્ય મંદિરના નિર્માણ માટે સંકલ્પ કરી રહ્યા છીએ તેમજ રામ મંદિરની પૂર્વ ઈતિહાસની ભૂમિકા જોઈએ તો ઈ.સ.૧૫૨૮માં બાબર દ્વારા અયોઘ્યામાં રામમંદિરનો ઘ્વંશ અને બાબરી ઢાંચાનું નિર્માણ.

અત્યાર સુધી ૭૬યુદ્ધ (સંઘર્ષ) રામ જન્મભૂમિ માટે થયા.હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલા આ મંદિરને પરત મેળવવા માટે અત્યાર સુધી પૂજય સંતો, રાજાઓ અને સામાન્ય ધર્મ પ્રેમી જનતા દ્વારા સંઘર્ષથયા જેમાં આશરે ૪ લાખ લોકોના બલિદાન થયા. ભારત સ્વતંત્ર થયા બાદઈ.સ. ૧૯૪૯, ૧૯૫૯,૧૯૬૪, ૧૯૮૪માં કાયદાકીય લડાઈ ચાલી પરંતુ હિન્દુઓને ન્યાય મળ્યો નહીં. ઈ.સ.૧૯૮૪માં સુપ્રીમ કોર્ટમાં રામજન્મ ભૂમિ ન્યાસ દ્વારા ભગવાન રામલલા માટે કાયદાકીય દાવો થયો. દુર્ભાગ્યવશ આજ સુધી કોઈ પરીણામ ન મળ્યું. ઈ.સ.૨૦૧૪ થી ૨૦૧૮ દરમ્યાન ન્યાય મળવાની સંભાવનાઓ હતી. ઈ.સ.૨૦૧૮ના ઓકટોબરમાં કોર્ટના ન્યાયાધીશને આ કેસની પ્રાથમિકતા ન જણાતા જાન્યુઆરી ૨૦૧૯ સુધી મુદત પાડી ૫ ઓકટોબર ૨૦૧૮ના રોજ પ.પૂ.સંતોની ઉચ્ચાધિકાર સમિતિની બેઠક દિલ્હીમાં મળી હતી.

દેશના વિધાન-નિશાન-પ્રધાનના સન્માન કરવાવાળા આપણે સહુ હિન્દુ આપણી ભાવનાથી જોડાયેલ ભગવાન રામલલાની જન્મભૂમિમાં તેમની પુન:પ્રતિષ્ઠા માટે અત્યાર સુધીમાં ૭૬ યુદ્ધથયા છે તથા ૪ લાખથી વધુના બલિદાનો અપાઈ ચુકયા છે. ૮ ઓકટોબર ૧૯૮૪થી ૭૭મું યુદ્ધ પ.પૂ.સંતોના આશીર્વાદ-માર્ગદર્શન અને નેતૃત્વથી આરંભ કર્યું છે. દેશ-વિદેશમાં શિલાપૂજન કરેલી શિલાઓ છેવટે કયાં સુધી ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનીપ્રતિક્ષા કરશે ? તેમજ ઘડતર થયેલા પત્થરો કયારે આ ભવ્ય મંદિરનું રૂપ ધારણ કરશે ?તેમજ આપણી ભાવનાનો આપણા દેશમાં જ અનાદર એ પણ સંવિધાનીક સંસ્થાઓ દ્વારાકયાં સુધી થશે ? તેમજ શ્રી રામલલાની જન્મભૂમિ અને આક્રમણ કરનાર બાબરની સમાંતર નિશાની કયાં સુધી જોવાની ? તેમજ સૌથી મોટી વિડમ્બના! કે દેશની સૌથી મોટી અદાલતની દ્રષ્ટિમાં કરોડો હિન્દુ સમાજના શ્રદ્ધાકેન્દ્ર શ્રીરામ જન્મભૂમિ પ્રાથમિકતામાં જ નથી. તેમજ હજારો વર્ષમાં વિશ્વનું સૌથી મોટું જન આંદોલન કોઈની કૃપાથી કે આગ્રહથી કે કોઈના આધારથી આરંભ થયેલનથી અને ચાલ્યું નથી.

પરંતુ પ્રબળ હિન્દુ જાગરણ અને હિન્દુ સમાજનીશ્રદ્ધા અને સંતોના આશીર્વાદ અને બળ ઉપર આંદોલન ચાલી રહ્યું છે. તેમજ ન્યાયાલય જનસાધારણની ભાવનાઓની અનંતકાળ સુધી ઉપેક્ષા ના કરી શકે. હવે સંઘર્ષનો નિર્ણાયક સમય આવી ગયો છે. પૂજય સંતોઅને સમાજની માંગ છે કે મંદિર નિર્માણનો હવે એક જ માર્ગ છે કે કેન્દ્ર સરકાર સંસદમાં કાયદો બનાવે. પૂજય સંતોનો પણ એ જ દ્રઢ મત છે. તેમજ મંદિર ત્યાં જ જયાં આજે રામલલા બિરાજમાન છે. તેમજ અયોઘ્યાની સાંસ્કૃતિક સીમામાં કોઈ મસ્જીદ નહીં. તેમજ આક્રાંતાબાબરના નામની મસ્જીદ દેશમાં કયાંય નહીં.

આ સભામાં મુખ્ય વકતા તરીકે પરમ પૂજય સંતગણ તથા વિહિપ કેન્દ્રીય મંત્રી મા.હુકુમચંદજી સાંવલા તથા પપશ્ચિમ ક્ષેત્રના રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સંઘચાલક ડો.જેન્તિભાઈ ભાડેસીયા ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. તેમજ આ ધર્મસભામાં સાધુ-સંતો-મહંતો નિમંત્રણ આપેલ હોય અને જેઓ ઉપસ્થિત રહી અને આશીર્વચન આપવાના હોય જેમાં પરમ પૂજયશ્રી પરમાત્માનંદનજી આર્ષ વિદ્યા મંદિર મુંજકા-પરમ પૂજયશ્રી મહંતસ્વામી સ્વામિનારાયણ ગુરૂકુલ, ગોંડલ રોડ-પરમપૂજય કોઠારી સ્વામી, ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર,પરમ પૂજયશ્રી કોઠારી સ્વામી બીએપીએસ મંદિર કાલાવડ રોડ, પરમ પૂજય સ્વામી સ્વામિનારાયણ મંદિર સરધાર, પરમ પૂજયસ્વામી સ્વામીનારાયણ ગુરૂકુલમવડી, પરમ પૂજય ત્યાગ વલ્લભસ્વામી યોગીધામ સંકુલ, પરમ પૂજય વિવેકસાગર સ્વામી બાલાજી મંદિર, પરમ પૂજય વ્રજવલ્લભ સ્વામી સહજાનંદ સત્સંગ કેન્દ્ર, પરમ પૂજય નરેન્દ્રબાપુ આપાગીગાનો ઓટલો, પરમ પૂજય સ્વામી રામકૃષ્ણ મિશન યાજ્ઞિક રોડ,પરમ પૂજય સંત સદગુરુ આશ્રમ કુવાડવા રોડ, પરમ પૂજયચિમ નાજીબાપુ, પરમ પૂજય સંતશ્રી જગન્નાથ મંદિર મૈવા, પરમ પૂજય ગુરુજી મામાજી, પરમ પૂજય મહંત રાધેશ્યામ ગૌશાળા.

પરમ પૂજય મહંત ડેમેસ્વર મહાદેવ, પરમ પૂજય મહંત હનુમાનમઢી, પરમ પૂજય મહંત ચિત્રકુટ હનુમાન મંદિર, પરમ પૂજય યોગેન્દ્રપુરી બાપુ ઘોડેશ્વર મહાદેવ, પરમપૂજય માલદાસબાપુ રામદેવપીર મંદિર, પરમ પૂજય મહંત કપીલા હનુમાનમંદિર, પરમ પૂજય મહંત સુતા હનુમાન કોઠારીયા રોડ, પરમ પૂજય આચાર્ય આર્ય સમાજ, પરમ પૂજય પદુભાબાપુ આશાપુરા મંદિર, પરમ પૂજય સંતશ્રી રણુજા મંદિર, પરમપૂજય લાલદાસબાપુ રાઘવેન્દ્ર આશ્રમ, પરમ પૂજય મહંત સાત હનુમાનમંદિર, પરમ પૂજય મહંત રામજરુખા મંદિર, પરમપૂજય મહંતશ્રી બાલા હનુમાન મંદિર રામનાથપરા, પરમ પૂજય સત્યવિજયસાત હનુમાન મંદિર, પરમ પૂજય મહંતશ્રી રૂખડિયા હનુમાન મંદિર, પરમ પૂજય મહંતશ્રી રાજરાજેશ્વર મહાદેવ મંદિર, પરમ પૂજય મહંત કોટેશ્વર મહાદેવમંદિર, પરમ પૂજય મહંત કામનાથ મહાદેવ મંદિર આ ઉપરાંત અનેક સાધુ-સંતો, મહંતોને નિમંત્રણ આપેલ છે અને તે ઉપસ્થિત રહી આર્શીવચન આપશે.

તેમજ આ ધર્મસભાને સફળ બનાવવા સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષહરીભાઈ ડોડીયા, મહાનગર અધ્યક્ષ શાંતુભાઈ રૂપારેલીયા, મહાનગર કોષાધ્યક્ષહસુભાઈ ચંદારાણા, ગુજરાત ક્ષેત્ર સંયોજક હરેશભાઈ ચૌહાણ,મહાનગર મહામંત્રી નિતેશભાઈ કથીરીયા, વિભાગ મંત્રીકૃણાલભાઈ વ્યાસ, કોષાધ્યક્ષ વિનુભાઈ ટીલાવત, ધર્મપ્રસારના સંયોજક અશોકસિંહ ડોડીયા, પૂર્વ જીલ્લા મંત્રી રામભાઈ શાંખલા તથા સહમંત્રી સુશીલભાઈ પાંભર, પશ્ચિમ જીલ્લામંત્રી રાહુલભાઈ જાની તથા સહમંત્રી કલ્પેશભાઈ મહેતા, પશ્ચિમીમજિલ્લા બજરંગદળ સંયોજક રીશીતભાઈ શીંગાળા, સહસંયોજક મનોજભાઈ કદમ, સુરક્ષા સંયોજક ધનરાજભાઈ રાઘાણી તથા પૂર્વ જીલ્લા સંયોજક વનરાજભાઈ ચાવડાતથા હર્ષભાઈ વ્યાસ, મહેશભાઈ ડોડીયા, ઈશ્વરરભાઈ શર્મા, કલ્પેશભાઈ રાવલ, હિનેશભાઈ મકવાણા,દિપકભાઈ ગમઢા, વિમલભાઈ બગડાઈ, પંકજભાઈ બકુતરા, ચંદ્રસિંહ ડોડીયા, મહાવીરસિંહ જાડેજા, વિનોદભાઈ દુરગીયાણી, રશ્મીતભાઈ પટેલ, અમિતભાઈ કોટક.

સંદિપભાઈ આસોદરીયા, વિશાલભાઈ નાંઢા, રમેશભાઈ લીંબાસીયા, વિમલભાઈ લીંબાસીયા, મનીષભાઈ મિયાત્રા, કિશોરભાઈ જગદાળે, ઉદયભાઈ ખાટરીયા, અનિલભાઈ સરવૈયા, અનિરૂઘ્ધસિંહ ચાવડા, અનિલભાઈ કમાણી, હર્ષભાઈ ધીયા, કિશનભાઈ મકવાણા, સતિષભાઈ જીંજરીયા, બિજલભાઈ વડગામા,હાર્દિકભાઈ વાઘેલા, ભાવેશભાઈ મકવાણા, હિતેશભાઈ રાઠોડ, રવિભાઈ જાંબુકીયા, ભરતભાઈ વડેરા, સંજયભાઈ સાકરીયા, ભાર્ગવભાઈ ટીલાવત, અંકિતભાઈ વેકરીયા, કિશોરભાઈ કાકડીયા, કિશોરભાઈ તન્ના, કિશોરભાઈ માંડલી, પરેશભાઈ લીંબાસીયા, જીતેશભાઈ રાઠોડ, જીતેશભાઈ ચુડાસમા, હર્ષિતભાઈ પટેલ, હેમલભાઈ ગોહેલ, પ્રકાશભાઈ રાઠોડ, હર્ષભાઈ ધીયા, હાર્દિકભાઈ વાઘેલા, રશ્મીનભાઈ પટેલ, જીતુભાઈ પારેખ, સત્યેન્દ્રસિંહ ચુડાસમા, દિનેશભાઈ ચૌહાણ તથા દુર્ગાવાહીનીના સોનલબેન દવે, રેખાબેન જોષી, ખુશાલીબેન કાકડીયા, ધારાબેન ભટ્ટ, ફોરમબેન જોષી, રશ્મીબેન ત્રિવેદી વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.