ઉના પંથકના 34 ગ્રાહકોને શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપી કરી છેતરપિંડી
ઊના શહેરમાં વિદ્યા નગરમાં રહેતા જયદીપ ગીરી સુંદર ગીર ગૌસ્વામીએ પોલીસમાં લેખિતમાં ફરિયાદ નોંધાવી છે કે સાવર કુંડલા ગામના કેવિન પ્રવીણભાઈ ભટ્ટ અને તેમની પત્ની રૂપાબેન કેવિનભાઈ ભટ્ટએ ઊનાના જયદીપભાઈ ગૌસ્વામીને વિશ્વાસમાં લઈ એકસીસ બેન્ક અમદાવાદ ખાતે શિવાય ઇન્વેસ્ટમેન્ટ દવારા શેર બજાર માં સારું વળતર મળતું હોય લાલચ આપી વિશ્વાસ માં લઈ રૂપિયા રોકવા એજન્ટ તરીકે નિમણૂક કરેલ અને જયદીપ ગીરી એ 34 ગ્રાહકો બનાવી તા.21/07/2020થી તા.6/12/2023 સુધી માં નાણાં રોકેલ અને કુલ રૂપિયા 2 કરોડ 92 લાખ 67 હજાર 397 રૂપિયા પરત ના આપતા તપાસ કરતા આરોપીઓ એ અંગત ઉપિયોગ માં રકમ લઇ લીધી હતી. પરત આપેલ નહિ તેથી આરોપી સામે ગુનાહિત કાવતરું ઘડી ફરિયાદી અને 34ગ્રાહકો ની રૂપિયા ની રકમ ઓળવી જઈ વિશ્વાસ ઘાત અને છેતર પીંડી કરેલ ની ફરિયાદ નોંધાવી હતી.
તેમજ ઊના શહેર અને તાલુકા માં વધુ એજન્ટો બનાવી વધુ લોકો ના નાણાં ઉઘરવેલ હોવાનુ જાણવા મળેલ છે.