ગ્રામજનોએ અર્ધવસ્ત્રો પહેરી બિલની હોળી કરી ભાજપ હાય-હાયના નારા લગાવ્યા

સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ભાજપને ભોગવવુ પડશે: ભાલોડિયા

ઉપલેટા તાલુકાના પાનેલી ગામે તાજેતરમાં કેન્દ્ર સરકાર ખેડુત વિરોધી બિલ લાવતા તેના વિરોધમાં ગામના ખેડુતોએ અર્ધવસ્ત્રોએ વિરોધ કરી કેન્દ્ર સરકાર સામે સુત્રોચ્ચારો પોકારેલા હતા અને ખેડુત વિરોધી બિલની હોળી કરી સળગાવી નાખવામાં આવ્યું હતું.

કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા તાજેતરમાં લોકસભાની અંદર ખેડુત વિરોધી બિલ પાસ કરાવતા આવનારા દિવસોમાં ખેતી માલિકો પોતાના ખેતરમાં મજુર બની જશે તેમજ પોતાની જમીન માત્ર કેવા પુરતી જ રહેશે. આવનારા દિવસોમાં ખેડુતો નામ પુરતા જ ખેડુત રહેશે. આવી અનેક વિસંગતતાઓ વચ્ચે પાનેલી ગામના ખેડુતોએ અર્ધવસ્ત્રો પહેરી વિરોધ નોંધાવ્યો હતો. આ તકે પાનેલી ગામના જાગૃત ખેડુત જતિનભાઈ ભાલોડિયાએ જણાવેલ કે ખેડુતો છેલ્લા ૬ માસમાં કોરોનાને કારણે બેહાલ થઈ ગયા છે. ભારે વરસાદને કારણે ખેતરો ધોવાઈ ગયા છે. પાક સંપૂર્ણ નાશ થઈ ગયો છે ત્યારે ખેડુતોના દેવા સંપૂર્ણ માફ કરી દેવા જોઈએ તેના બદલે ખેડુતોને પડયા પર પાટુ મારી ખેડુત વિરોધી બિલ લોકસભામાં પસાર કરી ખેડુતોને આ બિલ આવનારા દિવસોમાં બાવા બનાવી દેશે પણ આ કહેવાતા દેશભકતો અને ભાજપના નેતાઓને ખબર નહીં હોય કે ખેડુત બિચારો કાંઈ બોલતો નથી. આનો જવાબ સીધો જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચુંટણીમાં મતરૂપી આપી દેશે. આ કાર્યક્રમમાં મુનો કાલરીયા, દિનેશ વેકરીયા, ભરત ગોયાણી, હાજાભાઈ ભારાઈ, અનિલભાઈ જાસદણીયા, રતાભાઈ, જનક ધડુક, વિપુલ ભાલોડિયા, હાજાભાઈ રબારી, રતિશ ભાલોડીયા વિગેરે હાજર રહેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.