કરણી સેના દ્વારા સારંગપુરમાં કરશે હલ્લા બોલ
સાળંગપુર વિવાદિત પ્રતિમાને લઈને સુરત ખાતે સનાતની હિન્દૂ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો . સુરતમાં કરણી સેના દ્વારા સારંગપુરમાં કરશે હલ્લા બોલ કરાયો હતો . સારંગપુરમાં ભીંતચિત્રોને લઈને શરૂ થયેલા વિરોધ વિવાદ હવે સુરત સુધી પહોંચી ગયો છે .
ભીંત ચિત્રોને લઈને સાધુ-સંતો બાદ હવે વિશ્વ હિન્દુ પરિષદ બાદ કરણી સેના પણ મેદાને આવ્યું છે . કરણી સેનાના રાજ શિખાવતે 4 સપ્ટેમ્બર સુધીમાં ચિત્ર હટાવી લેવા માટે અલ્ટીમેટ આપ્યું હતું . 4 સપ્ટેમ્બર સુધી ચિત્ર હટાવવામાં નહીં આવે તો કરણી સેના સાથે સુરતના સંગઠન પણ સાળંગપુર પહોંચશે.
હજી સાળંગપુરની ઘટના ઠંડી પડી નથી ત્યાં તો બોટાદમાં સ્વામિનારાયણ મંદિરના પરિષદમાં મુકેલ એક વિવાદિત ચિત્ર સામે આવ્યું છે . જેમાં હનુમાનજી દાદા એક પાત્રમાં ફળફળાદી આપતા દર્શાવ્યા છે. ઘણા દિવસથી ચાલી રહેલ સાળંગપુર ભીંત ચિત્ર વિવાદ વધુને વધુ ઉગ્ર સ્વરૂપ લઈ રહ્યું છે.4 સપ્ટેમ્બરના રોજ સુરતથી કરણી સેનાના સમર્થનમાં સાધુ સંતો અને સનાતન ધર્મના આગેવાનો સાળંગપુર પહોચશે .