મા અમૃતમ યોજનામાં કોરોનાની સારવારનો સમાવેશ કરવા કોંગ્રેસની માંગ
જામનગર જિલ્લામાં કોરોનાએ કહેર મચાવતા 1200 બેડની હોસ્પિટલ ફૂલ થઈ ચૂકી છે. જેના કારણે સરકાર તરફતી જામનગરમાં ખાનગી હોસ્પિટલને કોરોનાની સારવાર કરવા માટે છૂટ આપવામા આવી છે. ખાનગી હોસ્પિટલ માટે કોરોનાની સારવારનો ચાર્જ નક્કી કરાતા કોંગ્રેસ દ્વારા લાલબંગલા સર્કલમાં વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું હતું. કોરોનાની સારવારનો મા અમૃતમ યોજનામાં સમાવેશ કરવાની માગ કરવામા આવી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં સુરત ભાજપ કાર્યાલયમાં રેમડેસિવીર ઈન્જેકશનના વિતરણ મામલાને લઈ પણ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભારવડિયા, શહેર પ્રમુખ દિગુભા જાડેજા વિરોધ પક્ષના સભ્ય અલ્તાફ ખફી અને પ્રદેશ મહિલા મંત્રી સહારા મકવાણા સહિતના કોંગ્રેસ અગ્રણીઓ હાજર રહ્યા હતા.