- મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનીઓ કોડીનારીયા રૂશિકા અને ભાદરકા તેજસ્વીએ અધ્યાપક ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં 1081 લોકો પર સર્વે કરીને માહિતી મેળવી
વાયોલેન્ટ ફિલ્મોની લોકમાનસ પર અસર એક ગંભીર અને ચિંતાજનક વિષય છે. આ ફિલ્મો લોકોની વ્યાવહાર પર અસર, વિચાર, વતેન પર પ્રભાવ જોવા મળે છે. હિંસક ફિલ્મો સમગ્ર સમાજ પર ઉંડી અસર કરી શકે છે. સંશોધનોએ દશોવ્યુ છે કે હિંસક મીડિયા વપરાશ આના તરફ દોરી શકે છે. વાયોલેન્ટ ફિલ્મોના કારણે લોકોમાં આક્રમકતા અને હિંસામાં વૃદ્ધિ, સાહનુભૂતિ ની ખામી અને અસંવેદનશીલતા, ચિંતા, ડર અને ઊંઘમાં ખલેલ, માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર, સામાજિક અલગતા વગેરે બાબતો પર અસર થતી જોવા મળે છે. શારીરિક અસરો જેવી કે ધબકારા વધવા અને બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ સજોય છે. એટલા માટે જરૂરી છે કે આપણે વાયોલેન્ટ ફિલ્મની અસરોથી જાગૃત થઈએ. વાયોલેન્ટ ફિલ્મોની લોકમાનસ પર શું શું અસરો થાય છે તે વિશેની વિસ્તૃત માહિતી સર્વે દ્વારા મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનીઓ કોડીનારીયા રૂશિકા અને ભાદરકા તેજસ્વીએ અધ્યાપક ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં 1081 લોકો પર સર્વે કરીને માહિતી મેળવી હતી.
આપણામાંના ઘણાને બેસીને સારી ફિલ્મો જોવાનું ગમે છે કારણ કે ફિલ્મો આપણને સારી લાગે છે. ઉદાસી મૂવી આપણને આપણી લાગણીઓ વ્યક્ત કરવામાં મદદ કરી શકે છે અથવા કોમેડી આપણો મૂડ સુધારી શકે છે. મૂવીઝ આપણને આપણી લાગણીઓ સાથે જોડાવા અને તેને સુરક્ષિત રીતે વ્યક્ત કરવાની તક પણ આપી શકે છે. ડો. ધારા દોશી ફિલ્મોના પ્રભાવને લીધે, તેનો ઉપચારાત્મક સાધન તરીકે ઉપયોગ કરવામાં રસ વધી રહ્યો છે.
જો કે આ ક્ષેત્ર હજી ઘણું નવું છે, એક રીતે જોઈએ તો ફિલ્મ ઉપચાર લોકોને મુશ્કેલ લાગણીઓ પર પ્રક્રિયા કરવામાં મદદ કરી શકે છે – જે માનસિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે.પ્રોફેસર યોગેશ જોગસણ ફિલ્મ થેરાપી લોકોના અમુક જૂથો માટે પણ ખાસ કરીને ફાયદાકારક સાબિત થઈ છે. ઉદાહરણ તરીકે, સંશોધન દર્શાવે છે કે ફિલ્મ ઉપચાર યુવાન લોકોને તેમની સકારાત્મક શક્તિઓને ઓળખવામાં અને સ્થિતિસ્થાપકતા વધારવામાં મદદ કરી શકે છે. તે માનસિક દર્દીઓને તેમના વિચારો અને લાગણીઓ વ્યક્ત કરવામાં પણ મદદ કરી શકે છે. સામાજિક મૂલ્યો, શૈક્ષણિક મૂલ્યો, પારિવારિક મૂલ્યો દર્શાવતી મુવીઓ લોકોને એકબીજાની નજીક લાવવમાં અને વિધાયક પરિવર્તન લાવવામાં મદદ પણ કરે છે.
નકારાત્મક અસરો
- અસંવેદનશીલતા : હિંસક ફિલ્મોના સંપર્કમાં આવવાથી અસંવેદનશીલ થઈ શકે છે, જે વ્યકિતઓ ઓછી સહાનુભૂતિશીલ બને અને હિંસાનો વધુ સ્વીકાર કરે છે.
- આક્રમક વતેન : હિંસક ફિલ્મો જોવાથી કેટલીક વ્યક્તિઓમાં આક્રમક વિચારો, લાગણીઓ અને વર્તન વધી શકે છે.
- ભય અને ચિંતા : ખાસ કરીને બાળકો અને કિશોરોમાં ડર , ચિંતા અને તણાવનું કારણ બની શકે છે.
- સામાજિક શિક્ષણ : હિંસક ફિલ્મો વ્યકિતઓને આક્રમક વતુઁણકો શીખવી શકે છે અને સંઘર્ષના નિરાકરણના માધ્યમ તરીકે હિંસા માટે એક મોડેલ પ્રદાન કરી શકે
- માનસિક સ્વાસ્થ્ય પર અસર : હિંસક ફિલ્મોનો સંપર્ક માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે.
સર્વેના તારણો
- 1 શું વાયોલેન્ટ ફિલ્મ જોયા બાદ લોકો પર નકારાત્મક અસર સર્જાય છે? 79.6 % હા સંવેદનશીલતાના કારણે નકારાત્મક અસર સર્જાય શકે. ભય અને ચિંતાના કારણે નકારાત્મક અસર સર્જાય શકે . આક્રમક વર્તનના લીધે નકારાત્મક અસર સર્જાય શકે.
- 2 તમારા મતે વાયોલેન્ટ ફિલ્મ જોયા બાદ વ્યકિતની આસપાસ રહેતા વ્યકિતઓને તે નાપસંદ કરવા લાગે છે? 51.4 % હા = અશાંતિ અને સમયના પ્રભાવના લીધે નાપસંદ કરી શકે. = અનુભવો અને વર્તન ના લીધે વ્યકિતને નાપસંદ કરી શકે. = સમાજ અને સંસ્કૃતિ નો પ્રભાવથી નાપસંદ કરી શકે.
- 3 શું વાયોલેન્ટ ફિલ્મ જોયા બાદ વ્યકિતમાં આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે? 71.8% હા = આક્રમકતા નું પ્રમાણ વ્યક્તિત્વના લક્ષણોનાં કારણે આક્રમકતા વધતી હોય છે. = આક્રમક વિચારો અને લાગણીઓનાં કારણે આક્રમકતા વધતી હોય છે. = વધેલી ઉત્તેજના ના લીધે આક્રમકતા વધતી હોય છે.
- 4 તમારા મતે વાયોલેન્ટ ફિલ્મ જોયા બાદ લોકોમાં ઝઘડાખોરીની વૃત્તિ વધી જાય છો? 72.4 % હા = સહનશીલતામાં ખામી હોવાથી ઝઘડાખોરી વૃત્તિ હોય શકે. = પ્રતિકારની ભાવના હોવાથી ઝઘડાખોરી વૃત્તિ હોય શકે. = અહમતાની ભાવના હોવાથી ઝઘડાખોરી વૃત્તિ હોય શકે.
- 5 શું તમારા મતે લોકોમાં વાયોલેન્ટ હિંસક ફિલ્મ જોવાની પસંદગી વધુ જોવા મળે છે? 59.2% હા = આત્મવિશ્વાસ વધારવા માટે વધુ પસંદગી હોય શકે. = ઉત્સાહ અને ઉત્તેજના માટે વધુ પસંદગી હોય શકે. = મનોરંજન પ્રદાન કરવા માટે વધુ પસંદગી હોય શકે.
- 6 તમારા મંતવ્ય પ્રમાણે વાયોલેન્ટ ફિલ્મ જોયા બાદ લોકોમાં ભયનો અનુભવ થાય છે? 70.1% હા = હિંસાનું પ્રદર્શન વ્યકિતમાં ભય ઉત્પન્ન કરી શકે. = ભાવાત્મક પ્રભાવ વ્યકિતમાં ભય ઉત્પન્ન કરી શકે. = સહશીલતાની ખામી હોવાથી ભયનો અનુભવ થઈ શકે.
- 7 ) વાયોલેન્ટ ફિલ્મ જોયા બાદ લોકોમાં માનસિક રીતે તણાવની પરિસ્થિતિ સર્જાય છે? 77% હા = સ્ક્રીન પર હિંસા જોવાથી હૃદયના ધબકાર, બ્લડ પ્રેશર અને તણાવના સ્તરમાં વધારો થઈ શકે છે. = હિંસક ફિલ્મો નબળાઈની ભાવના પેદા કરે જેનાથી તણાવ વધી શકે.
- 8 વાયોલેન્ટ ફિલ્મની લોકોના સામાજિક મૂલ્યો પર અસરો થાય છે? 77.9% હા = હિંસક યુક્ત ફિલ્મોમાં હિંસાનું પ્રદાનએ સામાજિક મુલ્યો ઉપર પ્રભાવિત થઈ શકે. = હિંસક ફિલ્મ સામાજિક સંસ્કાર અને મૂલ્યોમાં ફેરફાર લાવી શકે.
- 9 વાયોલેન્ટ ફિલ્મની સૌથી વધુ માનસિક અસર બાળકોમાં જોવા મળે છે? 88.1% હા = બાળકોના અભ્યાસ અને અનુકરણની પ્રક્રિયામાં હિંસા ભરી ફિલ્મોનો પ્રભાવ જોવા મળી શકે છે. = હિંસક ફિલ્મ બાળકો પર ભાવાત્મક પ્રભાવ પાડી શકે છે.
- 10 વાયોલેન્ટ હિંસક ફિલ્મની અસર વ્યક્તિની સંવેદનશીલતા પર આધારિત હોય છે ? 79.5% હા = હિંસક ફિલ્મ લોકોમાં હિંસક છબીઓ અને અવાજો પ્રત્યે અસંવેદનશીલ બનાવે છે, જે ભાવાત્મક ઉત્તેજના અને સંવેદનશીલતામાં ઘટાડો કરી શકે.
- 11 લોકોમાં જોવા મળતી ક્રુરતા પાછળનુ એક કારણ એ વાયોલેન્ટ ફિલ્મો હોઈ શકે? 70.4 % હા = હિંસક ફિલ્મોમાં હિંસા નું પ્રદાનએ ક્રુરતામાં વધારો કરી શકે છે. = હિંસક ફિલ્મોને કારણે આક્રમકતાની ભાવના વધી શકે છે. = હિંસક ફિલ્મોનું નિરંતર અવલોકન ક્રુરતાને વધારી શકે.
- 12 વાયોલેન્ટ ફિલ્મ જોયા બાદ લોકોમાં બેચેનીનું પ્રમાણ એ વધતુ જોવા મળે છે? 69.5 % હા = હિંસક ફિલ્મો પ્રતિકારની ભાવનામાં વધારો કરે છે, જેનાથી બેચેનીનું પ્રમાણ વધી શકે છે. = હિંસક ફિલ્મ અહમતાની ભાવના વધારી શકે જેનાથી બેચેની વધી શકે.
- 13 વાયોલેન્ટ ફિલ્મ જોયા બાદ લોકોમાં ચિંતાનું પ્રમાણ વધતું જોવામળે છે ? 60.5 % હા = હિંસક ફિલ્મો લોકોમાં ડર અને આશંકા પેદા કરી શકે છે, જેનાથી ચિંતા વધી શકે છે. = હિંસક ફિલ્મો લોકોને આક્રમક વર્તન શીખવે છે, જે સામાજિક પરિસ્થિતિઓમાં ચિંતામાં વધારો કરી શકે છે.
- 14 વાયોલેન્ટ ફિલ્મ હિંસા કરવા માટે સીધી કે આડકતરી રીતે પ્રેરિત કરે છે ? 73.8 % હા = હિંસક ફિલ્મોનો વારંવાર સંપર્કમાં આવવાથી અસંવેદનશીલતા થઈ શકે છે, જેનાથી લોકોમાં ઓછી સહાનુભૂતિ ધરાવતા અને હિંસાનો વધુ સ્વીકાર કરતા જોવા મળે છે. 15 વાયોલેન્ટ ફિલ્મ લોકોની સંવેદનશીલતામાં ધટાડો કરે છે? થ 63.9 % હા = હિંસક ફિલ્મો મગજના મ્યુલર નેટવર્કને અસર કરે છે, જેનાથી સંવેદનશીલતામાં ઘટાડો થઇ શકે છે. = તણાવ અને ચિંતા ના કારણે સંવેદનશીલતા ઘટતી જોવા મળે છે.
સૂચનો
- વાયોલેન્ટ ફિલ્મનો વપરાશ લિમિટેડ કરવો અને વૈકલ્પિક મનોરંજન નાવિકલ્પોને પસંદ કરવા.
- માં-બાપ પોતાના બાળકોના મીડિયા વપરાશ ઉપર ઘ્યાન આપવુ અને તેમને જવાબદાર મીડિયા વપરાશનું શિક્ષણ આપવુ.
- વાયોલેન્ટ ફિલ્મની ઈફેક્ટથી બચવા માટે મેન્ટલ હેલ્થ સપોર્ટ અને કાઉન્સેલિંગની સહાયતા લેવી.
- વાયોલેન્ટ ફિલ્મોની અસરોથી બચવા માટે સપોર્ટ અને સોશિયલ કનેક્શનની જરૂરત છે. સ્વ બુદ્ધિ અને આંતરસૂઝ વિકસિત કરી નિર્ણય લેવો.
સામાજિક અસર
- હિંસા અને અપરાધ દરમાં વધારો થ મીડિયામાં હિંસા પ્રત્યે અસંવેદનશીલતા અને વાસ્તવિક જીવન મુશ્કેલ બનવુ સામાજિક ધોરણો અને મૂલ્યો પર અસર સામુદાયિક જોડાણ અને સામાજિક સંબંધો પર અસરો