જમ્મુ- કાશ્મીરમાં થોડા સમયથી આતંકીઓનું જોર વધ્યું છે. આતંકવાદીઓએ મે મહિનામાં આઠ લોકોની ટાર્ગેટ કરીને હત્યા કરી છે. આ ઘટના બાદ કાશ્મીરથી લઈને જમ્મુ સુધી જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે. બીજી તરફ 100થી વધુ કાશ્મીરી પંડિતોએ હિજરત કર્યાના પણ અહેવાલ જાહેર થયા છે. સામે હવે સરકાર પણ એક્શન મોડમાં આવી છે.
ખીણમાં ફરી એકવાર, આતંકવાદીઓએ તેમની લક્ષ્યાંકિત હત્યાઓનો સિલસિલો ચાલુ રાખીને રાજસ્થાનના એક બેંક અધિકારીની હત્યા કરી દીધી છે. આ પહેલા હિન્દુ શિક્ષિકા રજની બાલાની હત્યા કરવામાં આવી હતી. આતંકવાદીઓએ મંગળવારે સાંબાની વતની રજની બાલા પર હુમલો કર્યો હતો અને શાળાની અંદર ગોળીઓ ચલાવીને તેની હત્યા કરી હતી. આ મહિને આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત સહિત બે હિન્દુ કર્મચારીઓની હત્યા કરી હતી. આતંકવાદીઓએ મે મહિનામાં સાત લોકોની ટાર્ગેટ કિલિંગ કરી હતી. આ ઘટના બાદ કાશ્મીરથી લઈને જમ્મુ સુધી જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે. જેમાં પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે તેમનું પૂતળું બાળવામાં આવ્યું હતું. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સહિત વિવિધ રાજકીય પક્ષોએ આ ઘટનાની નિંદા કરી છે.મંગળવારે બંને મહિલા શિક્ષિકા રજની બાલા (36) અને તેમના પતિ રાજકુમાર છેલ્લા ત્રણ વર્ષથી કુલગામ જિલ્લામાં શિક્ષક તરીકે કામ કરી રહ્યા હતા. રજની સરકારી શાળા ગોપાલપોરામાં પોસ્ટેડ હતી. તે હંમેશાની જેમ શાળાની નજીક પહોંચી ત્યારે પહેલાથી જ ઘૂસી ગયેલા આતંકવાદીઓએ તેના શાળાના પરિસરમાં પ્રવેશતાની સાથે જ ગોળીબાર કરી દીધો હતો. આમાં તેણીને ગંભીર ઈજા થઈ હતી. લોહીથી લથબથ શિક્ષકને શાળાના સ્ટાફ અને અન્ય લોકોની મદદથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા.
આ પહેલા 12 મેના રોજ આતંકવાદીઓએ બડગામ જિલ્લામાં ચદૂરા તહસીલ ઓફિસમાં ઘૂસીને કાશ્મીરી પંડિત કર્મચારી રાહુલ ભટની હત્યા કરી નાખી હતી. આ મહિનામાં સાત ટાર્ગેટ કિલિંગમાં ત્રણ પોલીસકર્મીઓ અને ચાર નાગરિકોના મોત થયા છે.
કુલગામમાં શિક્ષિકા રજની બાલાની હત્યા બાદ ફેલાયેલી ગભરાટના કારણે 100થી વધુ કાશ્મીરી પંડિતોએ ઘાટીમાંથી જમ્મુ તરફ સ્થળાંતર કર્યું છે. ઉત્તર કાશ્મીરના બારામુલ્લામાં એક કાશ્મીરી પંડિત કોલોનીના પ્રમુખ અવતાર કૃષ્ણ ભટના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં રહેતા 300 પરિવારોમાંથી લગભગ અડધા લોકો મંગળવારથી અહીંથી સ્થળાંતર કરી ગયા છે. અમે સરકારના જવાબની રાહ જોઈ રહ્યા છીએ, અમે સરકારને કાશ્મીરમાંથી બહાર નીકળવાનું કહ્યું છે. બીજી તરફ કાશ્મીરમાં થઈ રહેલી ટાર્ગેટ કિલિંગને લઈ ગૃહમંત્રી અમિતશાહ એક્શન મોડમાં છે. આ મામલે બગડેલી વ્યવસ્થા પર ઉચ્ચ સ્તરીય બેઠક બોલવાઈ છે.