દિપક મિશ્રાએ દેશના મુખ્ય ન્યાયધીશ તરીકે કાર્યકાળમાં મહત્વના ચૂકાદા આપ્યા
ટોળા દ્વારા થતી હિંસાને અંકુશમાં રાખવા માટે વડી અદાલતે વધુ એક મહત્વનો ચુકાદો આપ્યો છે. કોઈ વ્યકિત કે સંગઠન હિંસા તોડફોડ કરશે તો તેને સજા ભોગવવાની સાથોસાથ વળતર પણ ચૂકવવું પડશે તેવું અદાલતે કહ્યુંં છે.
મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું હતુ કે, વડી અદાલતે વારંવાર કાયદાની સર્વોપરીતા સમજાવી છે.કોઈએ ભૂલવું જોઈએ નહી કે કાયદાકીય રીતે રચાયેલી સંસ્થા (પોલીસ કે અન્ય એજન્સી) જ કાયદાનું પાલન કરાવવા ફરજ પાડી શકે. કોઈએ કાયદો હાથમાં લેવો જોઈએ નહી.
ખંઠપીઠે વધુમા કહ્યું હતુ કે, ટોળા દ્વારા થતી હિંસા કાયદાકીય સિંધ્ધાંતોની વિરૂધ્ધમાં છે. નાગરીકોની સુરક્ષા અને આવી હિંસા થતી રોકવાની જવાબદારી સરકારની છે. વડી અદાલતે અગાઉ પણ ટોળા દ્વારા થતી હિંસાત્મક ઘટનાઓને રોકવા માટે જરૂરી તાકિદ કરી છે.
ટોળા દ્વારા થતી હિંસામાં રાજય સરકારોને તત્કાલ પગલા લેવા ખાસ ટીમની રચના કરવાનો આદેશ અદાલત દ્વારા કરવામાં આવ્યો છે. મુખ્ય ન્યાયધીશ દિપક મિશ્રા આજે નિવૃત થવા જઈ રહ્યા છે.તેમણે આપેલા ચુકાદા દેશના ભવિષ્ય માટે ખૂબજ લાભદાયક નિવડશે તેવું માનવામા આવેલ.
મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાએ તાજેતરમાં જ સજાતીય સંબંધોને ગેરકાયદે ઠેરવતી કલમને નાબુદ કરી છે. ૧૫૮ વર્ષ જૂની કલમનો છેદ ઉડાડયો છે. આ ઉપરાંત આધારની કાયદેસરતા વિશ્ર્વસનીયતા મામલે પણ દિપક મિશ્રાએ મહત્વના ચૂકાદા આપ્યા છે.
સબરીમાલા મસ્જીદમાં મહિલાઓના પ્રવેશ, મસ્જીદમાં નમાજ, વ્યભિચાર મામલે કાયદામાં સુધારો, કોર્ટની કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમીંગ અને ઈચ્છા મૃત્યુને સંલગ્ન સહિતના ચુકાદાઓ તેમણે પોતાના કાર્યકાળમાં આપ્યા છે.
ભારતની ન્યાયિક પ્રક્રિયા વિશ્વમાં શ્રેષ્ઠ: નિવૃત્ત ન્યાયાધીશ દિપક મિશ્રા
ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ ભારતીય ન્યાયતંત્રને દુનિયાની સૌથી મજબૂત સંસ્થા જણાવી. જ તેમણે કહ્યું કે, ન્યાયનો ચહેરો હંમેશા માનવીય હોવો જોઈએ. તે ઉપરાંત તેમણે કહ્યું કે, આ તેઓ બાર એસોસિએશનના ઋણી છે અને તેઓ અહીંથી પૂરી સંતુષ્ટિ સાથે વિદાય લઈ રહ્યા છે.
આ દરમિયાન તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો સાથે સિટિંગ લવ અને ઊભેલા લોકો પાસે સ્ટેન્ડિંગ લવની ઈચ્છા વ્યક્ત કરી અને તેને વાસ્તવિક પ્રેમ જણાવ્યો. સીજેઆઈએ કહ્યું કે, ભારતીય ન્યાયપાલિકા દુનિયાની સૌથી મજબૂત સિસ્ટમમાંથી એક છે અને તેના માટે જજોની ભૂમિકાને મહત્વની જણાવી. તેમણે યુવા વકીલોની ભારે પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, યુવા વકીલો અને સ્ટૂડન્ટ્સની પાસે અમર્યાદિત ક્ષમતા છે.
તેમણે વધુમાં કહ્યું કે, સોસાયટી બાળકોની બીજી મા હોય છે. અમીર અને ગરીબના આંસુ એક જેવા હોય છે. તેમણે કોલેજિયમ સિસ્ટમની પણ પ્રશંસા કરી, જેના કારણે સુપ્રીમ કોર્ટે સુપ્રીમ તરીકેનું સ્થાન જાળવી રાખ્યું છે. હકીકતનો કોઈ કલર નીથી હોતો. તેના માટે સાહસ, કેરેક્ટરની જરૂરિયાત પર ભાર આપ્યો. આ દરમિયાન તેમણે પોતાના સાથી જજોને પણ યાદ કર્યા. જસ્ટિસ રંજન ગોગોઈએ સીજેઆઈ મિશ્રાના વિઝનને લઈને તેમની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, ચીફ જસ્ટિસ દીપક મિશ્રા એક અસાધારણ જજ રહ્યા. તેમનું સૌથી મોટું યોગદાન નાગરિકોની સ્વતંત્રતા સાથે જોડાયેલા મુદ્દાઓ રહ્યા. આ સાથે જ જસ્ટિસ ગોગોઈએ સીજેઆઈ દીપક મિશ્રા દ્વારા અપાયેલા નિર્ણયોનું ઉદાહરણ પણ આપ્યું. ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ ગોગોઈ જ આગામી ચીફ જસ્ટિસ હશે.