યુપીએસસીની પ્રિલીમ પરીક્ષા આપનાર 3000 પરીક્ષાર્થીઓએ ઈમ્ફાલ સહિતના અન્ય કેન્દ્રો પર પરીક્ષા આપી.
મણિપુરમાં મોટાપાયે હિંસા થયા બાદ પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે ભારતીય સેનાએ મોરચો સંભાળ્યો હતો. ત્યારબાદ અલગ-અલગ ઓપરેશનોમાં અત્યાર સુધીમાં 40 જેટલા આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યાંના મુખ્યમંત્રીએ સ્વયં આ બાબતની જાણકારી આપી હતી. અગાઉ તેમણે 33 આતંકવાદીઓ માર્યા હોવાનું જણાવ્યું હતું, પરંતુ પછીથી આ આંકડો 40 પર પહોંચ્યો હોવાનું કહ્યું હતું.
ખ્યમંત્રી એન બિરેન સિંહે માહિતી આપતાં જણાવ્યું હતું કે પ્રતિબંધિત સંગઠનો સાથે સાંઠગાંઠ રાખીને મણિપુરમાં હિંસા ફેલાવનાર 40 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. આ ઓપરેશન વખતે આતંકવાદીઓએ સુરક્ષા એજન્સીઓ ઉપર ગોળીબાર પણ કર્યો હતો, જેની જવાબી કાર્યવાહીમાં તેઓ ઠાર મરાયા હતા. અન્ય આતંકવાદીઓને ડામવા માટે સુરક્ષા એજન્સીઓ રાજ્યવ્યાપી તપાસ અભિયાન પણ ચલાવી રહી છે.
છેલ્લા કેટલાક સમયથી મણિપુરમાં ભારતીય સેના અને અર્ધ લશ્કરી દળ ‘આસામ રાઈફલ્સ’ દ્વારા સંવેદનશીલ ગણતા કાંગ્ચુંક, મોતબુંગ, સૈકુલ, પુખાઓ સહિતના વિસ્તારોમાં સતત તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ડુંગરાળ અને જંગલ જેવા દુર્ગમ વિસ્તારોમાં પણ સુરક્ષાદળોના જવાનો વિશેષ તકનીકની મદદથી ઓપરેશન પાર પાડવામાં આવી રહ્યાં છે. આ ઓપરેશન દરમિયાન જ મણિપુરમાં હિંસા ફેલાવનાર 33 આતંકવાદીઓને ભારતીય સેનાએ ફૂંકી માર્યા છે.
બીજી તરફ યુપીએસસી ની પરીક્ષા આપવા માટે 3000 થી વધુ લોકોએ ઇન્ફાલમાં પરીક્ષા આપવાનું નક્કી કર્યું છે અને તેઓએ આ અંગેની લેખિત રજૂઆત પણ કરી હતી જેને ધ્યાને લઈ યુપીએસસી દ્વારા એઝવાલ, કોહીમાં, સિલોંગ, દીસપુર, જોરહત, કલકત્તા અને દિલ્હીમાં પરીક્ષા કેન્દ્રો ફાળવ્યા છે. એટલું જ નહીં અન્ય લોકો સારી ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળી રહે તે માટે આસામ અને મેઘાલય ાના વિવિધ કેન્દ્રો ઉપર પરીક્ષા આપવા માટે તૈયાર થયા છે. જે આંકડો સામે આવી રહ્યો છે તેમાંથી 700 પરીક્ષાર્થીઓ મણીપુર બહાર ના કેન્દ્રો પર પરીક્ષા આપવાનો નિર્ધાર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે રવિવારે રાજ્યના મુખ્યમંત્રી અને જનરલ મનોજ પાંડે વચ્ચે એક લાંબી બેઠક થઈ હતી. તે પહેલાં મનોજ પાંડે એ સેનાની ઇસ્ટર્ન કમાંડના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ આર.આર કલીતા અને રાજ્યપાલ અનુસુયા ઉઈકે સાથે મુલાકાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મણિપુના પ્રવાસે જવાના છે. તેમના પ્રવાસ પહેલા ભારતીય સેનાના પ્રમુખ પોતે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.