ઉખરુલ જિલ્લાના થવાઈ કુકી ગામમાં બન્ને સમુદાય સામસામા આવી ગયા :બીએસએફ સહિત સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન ચલાવ્યું
છેલ્લા કેટલાક દિવસોની શાંતી બાદ શુક્રવારે સવારે હિંસાગ્રસ્ત મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. ઉખરુલ જિલ્લાના લિટન પોલીસ સ્ટેશન હેઠળના થવાઈ કુકી ગામમાં સવારે 5.30 વાગ્યે શંકાસ્પદ મીતેઈ અને કુકી લોકો વચ્ચે ગોળીબાર થયો હતો. જેમાં ત્રણ કુકી લોકોના મોત થયા છે. બીએસએફ સહિત સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. આ વિસ્તારમાં સ્થિતિ તંગ હોવાનું કહેવાય છે.
ઉલ્લેખનીય છે કે આ ગામ મીતેઈ વસ્તી વિસ્તારથી દૂર આવેલું છે. મેઇતેઇનું સૌથી નજીકનું નિવાસસ્થાન યિંગંગપોકપી ખાતે છે જે ઘટના સ્થળથી 10 કિલોમીટરથી વધુ દૂર છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘટનાસ્થળથી 37 બીએસએફ લગભગ પાંચથી છ કિલોમીટર દૂર છે. ઘટના બાદ બીએસએફ સહિત અન્ય સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
મણિપુરમાં બહુમતી મીતેઈ સમુદાય આદિવાસી આરક્ષણની માંગ કરી રહ્યો છે. તેનું કારણ એ છે કે એ સમુદાયની વસ્તી લગભગ 53 ટકા છે પરંતુ આ લોકો રાજ્યના મેદાની વિસ્તારોમાં માત્ર 10 ટકા જ રહે છે. બીજી તરફ, કુકી અને નાગા સમુદાયો રાજ્યના ડુંગરાળ વિસ્તારોમાં રહે છે, જે રાજ્યનો લગભગ 90 ટકા હિસ્સો છે.
જમીન સુધારણા અધિનિયમ હેઠળ મીતેઇ સમુદાય ટેકરીઓ પર જમીન ખરીદી શકતો નથી, જ્યારે કુકી અને નાગા સમુદાયો પર આવા કોઈ પ્રતિબંધ નથી. આ જ કારણ છે, જેના કારણે હિંસા શરૂ થઈ હતી અને અત્યાર સુધી આ હિંસામાં 100 થી વધુ લોકોના મોત થયા છે.
તે જ સમયે, કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ મણિપુર હિંસાની તપાસ શરૂ કરી છે. આ માટે 53 અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે,
જેમાં 29 મહિલા અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સીબીઆઈની ટીમમાં ત્રણ ડીઆઈજી લવલી કટિયાર, નિર્મલા દેવી અને મોહિત ગુપ્તા અને પોલીસ અધિક્ષક રાજવીર સિંહ પણ સામેલ છે. આ અધિકારીઓ તેમનો રિપોર્ટ સીબીઆઈના જોઈન્ટ ડાયરેક્ટર ઘનશ્યામ ઉપાધ્યાયને આપશે.