પૃથ્વીરાજ ચૌહાણને અન્યાય યો અંગેની પોસ્ટ મુકી હતી: ૧૯ શખ્સો સામે નોંધાતો ગુનો
મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા અને આમરણગામે દુકાન ધરાવતા ફોટોગ્રાફર જયસુખભાઇ ઉર્ફે જયેશભાઈ તરશીભાઈ ચોટલિયા કડિયા કુંભાર (ઉ.૩૮)એ થોડા દિવસો પહેલાં સોશિયલ મીડિયામાં ફેસબુક ઉપર પૃથ્વીરાજ ચૌહાણને અન્યાય થયેલો તે અંગેનો વિડીયો મુક્યો હતો જે આરોપી સૈયદ ગુલામહુસેન, બુખારી ઈકબાલ ટીપુ, સૈયદ લકી(મુંજાવર), ઇકબાલ રગડો, ઇકબાલ સમસુ, બુખારી ગુલામ અસરફ, બુખારી તોફીક અસરફ, મહોમ્મદ ઘાંચી, બુખારી સલીમ કલુમીયા, ભન્નો સર્વિસ સ્ટેશન વાળો, હુસેન ખોખર, બુખારી રજાક બાવામીયા, અફઝલ, તેકુલ ખોખર ખાટકી, ફટક તુફાન વાળો, સલીમ અસમુદીન બુખારી, શબ્બીર મૌલાના, યાકુબ બાવામીયા અને મૌલાના અલ્તાફ (મદ્રેસાના મૌલવી) સહિતના શખ્સોને સારુ નહી લાગતા અને તેઓના ધર્મનું અપમાન થયેલ છે તેવું માનીને આરોપીઓએ ગેરકાયદે મંડળી રચીને જયસુખભાઈની દુકાનમાં અંદર હુમલો કર્યો હતો.
જયસુખભાઈને ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માટે ભોગ બનેલા દુકાનદાર જયસુખભાઇ ચોટલીયાએ હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઉપરોક્ત ઓગણીસ શખ્સો સામે ફરિયાદ નોંધાવેલ છે જેથી તાલુકા પોલીસે રાયોટિંગ મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની તજવીજ હાથ ધરેલ છે.