ગમારા અને ભગત પરિવાર વચ્ચે ચાલતી જૂની અદાવતના કારણે બંને પક્ષ આમને સામને આવી જતા નાસભાગ

 

અબતક,રાજકોટ

શહેરના જુના રાજકોટના માથાભારે ગણાતા બે જૂથ્થ વચ્ચે સશસ્ત્ર અથડામણ થતા પોલીસ હરકતમાં આવી છે. બંને જૂથ્થ એક બીજાને ભરી પીવા આમને સામને આવી ગયા હોવાથી શાંત શહેરને ફરી પલીતો ચાપી અશાંતિ સર્જાય છે. બસ સ્ટેશન પાછળ આવેલા કરણપરા અને રાજેશ્રી સિનેમા પાસે રહેતા ગમારા અને ભગત પરિવાર વચ્ચે ચાલતી જૂની અદાવતના કારણે બંને જૂથ્થ વચ્ચે ધોળા દિવસે સશસ્ત્ર અથડામણ થતા નાસભાગ મચી ગઇ છે. બંને જૂથ્થે હિન્દી ફિલ્મમાં થતી તોડફોડની જેમ એક બીજાની મિલકતમાં તોડફોડ કરી હતી. એક જૂથ્થ દ્વારા ફાયરિંગ થયાની ચર્ચા સામે આવતા સનસનાટી મચી ગઇ છે. બંને જૂથ્થ વચ્ચે થયેલી અથડામણ લોહીયાળ બને તે પહેલાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

કરણપરામાં રહેતા રણજીત ચાવડીયાના ભગત પરિવાર અને રાજેશ્રી સિનેમા પાસે કોટક શેરીમાં રહેતા સતિષ ગમારાના પરિવાર વચ્ચે ઘણા વર્ષોથી અદાવત ચાલી રહી છે. ગઇકાલે સાંજે બંને પરિવારના બાળકો વચ્ચે થયેલી બોલાચાલીના કારણે આજે બપોરે બંને જૂથ્થ ધોકા, પાઇપ અને લાકડી જેવા હથિયાર સામે આમને સામને આવી ગયા હતા.

ગમારા પરિવારના જૂથ્થ દ્વારા કરણપરામાં ભગત પરિવારની ઓફિસ, દુકાન, રેસ્ટોરન્ટ અને વાહનમાં તોડફોડ કરી ભાગી ગયા હતા. જ્યારે ભગત પરિવારના જૂથ્થ દ્વારા વળતો હુમલો કરી રાજેશ્રી સિનેમા પાસે કોટક શેરીમાં ગમારા પરિવારની ભૂપેન્દ્ર રોડ પરની દુકાન ચાની અને વાહનમાં તોડફોડ કરી હતી તેમજ દુકાનના શટરમાં ભગત લખી ભાગી ગયા હતા.કરણપરા અને કોટક શેરીમાં બઘડાટી બોલતા ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે.એસ.ગેડમ, એ ડિવિઝન પી.આઇ. જોષી, પી.એસ.આઇ. જે.એમ.ભટ્ટ, એએસઆઇ ભરતસિંહ ગોહિલ અને હારૂનભાઇ ચાનિયા તેમજ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા. ફરી બને જૂથ્થ વચ્ચે બઘડાટી ન બોલે તે માટે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એ ડિવિઝન પોલીસે બંને સ્થળના સીસીટીવી ફુટેજ મેળવી બઘડાટીમાં કોણ સંડોવાયું છે તે અંગેની વિગતો એકઠી કર્યા બંને જૂથ્થ સામે ગુના નોંધવામાં આવશે તેમ પોલીસસુત્રો જણાવી રહ્યા છે. હુમલાના ગુનામાં સંડોવાયેલા ચાર જેટલા શખ્સોની અટકાયત કરી બંને જૂથ્થ સામે રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુના નોંધવા તજવીજ હાથધરી છે.

ભરવાડના બંને જૂથ વિરુદ્ધ રાયોટિંગનો ગુન્હો દાખલ થશે : અઈઙ ગેડમ

કરણપરામાં વેપારીઓ માં અત્યારે દહેશત નો માહોલ છે અત્યારે તમામ આરોપીઓને રાઉન્ડઅપ કરવાની કાર્યવાહી શરૂ છે .ભુપેન્દ્ર રોડ પર થયેલ બંને જૂથ વચ્ચે માથાકૂટ માં એસીપી ગેડમે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યારે સીસીટીવી ના આધારે તપાસ ચાલુ છે હાલમાં બંને જૂથ ના શખ્સોને રાઉન્ડઅપ કરવાની કાર્યવાહી શરૂ છે એક પણ શખ્સ ને  છોડવામાં નહીં આવે.રાયોટિંગ હેઠળ સહિત તમામ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવશે.હાલમાં પરિસ્થિતિ કાબુમાં છે લોકો ને ડરવાની જરૂર નથી.ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં પોલીસનો ખૌફ વિસર્યો હોઈ તે રીતે ભરવાડના અમુક શખ્સો બેફામ બન્યા છે તેઓ પર લગામ રાખવી જરૂરી બની છે.કલમ 144 નો પણ ભંગ કર્યો હોવાથી તમામ વિરુદ્ધ સખ્તાઈ દાખવાશે

ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા: અનિચ્છનીય બનાવ ન બંને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.