આચાર્ય લોકેશજીનું અમેરિકામાં મેયર સિટી ઓફ સેરીટોસ દ્વારા મેનિફેસ્ટો સન્માન કરાયું
અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક પ્રસિદ્ધ જૈન આચાર્ય લોકેશજીને યુએસએમાં ’સિટી ઓફ સેરીટોસ’ની ઘોષણાથી સન્માનિત કરવામાં આવ્યા હતા. લોસ એન્જલસમાં વિશ્વ શાંતિ સંવાદ મંચ પર શ્રી શ્રી રવિશંકરજી અને જાણીતા અભિનેતા વિવેક ઓબેરોયની હાજરીમાં મેયર ચુઓંગ વો જી દ્વારા આચાર્ય લોકેશજી ને વિશ્વમાં અહિંસા, શાંતિ અને સૌહાર્દને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસો બદલ આ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું.
આ અવસરે અમેરિકાની અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓ અને પ્રતિષ્ઠિત લોકો હાજર રહ્યા હતા.સમગ્ર વિશ્વમાં અહિંસા, શાંતિ, સદભાવના , પ્રેમ, પરસ્પર ભાઈચારાનો સંદેશ ફેલાવવાના ક્ષેત્રમાં અભૂતપૂર્વ કાર્ય કરવા બદલ આચાર્ય લોકેશજીને આ સન્માન આપવામાં આવ્યું. આચાર્ય લોકેશજી વિશ્વ જનતા માટે આશાનું કિરણ છે, જેઓ હંમેશા વિશ્વના આતંકવાદ, હિંસા અને મતભેદોને ખતમ કરવા પ્રયત્નશીલ રહે છે.
આ પ્રસંગે આભાર વ્યક્ત કરતા આચાર્ય લોકેશજી એ અમેરિકામાં બંદૂકથી થતી હિંસાની વધતી જતી ઘટનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે હિંસા અને આતંકવાદ કોઈ સમસ્યાનો ઉકેલ નથી. હિંસા પ્રતિહિંસા જન્મ આપે છે. વાતચીત દ્વારા દરેક સમસ્યાનો ઉકેલ શક્ય છે. તેમણે કહ્યું કે યુક્રેન અને રશિયા વચ્ચેનો વિવાદ પણ વાતચીત દ્વારા ઉકેલી શકાય છે, તેમણે વધુમાં કહ્યું કે , વર્લ્ડ પીસ સેન્ટર આવા સંઘર્ષને ખતમ કરવા માટે 1000 પીસ એમ્બેસેડર તૈયાર કરશે.