કોર્ટનો અનાદર કરી માફી માગવાથી ન્યાય પ્રણાલીની ગરીમા જળવાતી નથી
આગોતરા જામીન અરજીની સુનાવણી દરમિયાન હાઇકોર્ટના જસ્ટીશને ફોન અને મેસેજ કરનાર સામે સુમોમોટો દાખલ થયો
કોર્ટ કાર્યવાહીમાં ઇરાદા પૂર્વક કરેલા વિક્ષેપ અંગે માફી માગવાથી કાયદાથી બચી ન શકે
હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજીની સુનાવણી દરમિયાન જસ્ટીશનો ટેલિફોનીક સંપર્ક કરી અને મેસેજ કરી ન્યાય પ્રણાલીનું હનન કરનાર સામે સખતમાં સખત સજા કરવા અંગે હાઇકોર્ટની ડિવિઝન બેન્ચમાં દાખલ થયેલી સુમોમોટો રીટની સુનાવણીમાં કોર્ટનો તિસ્કાર કરી અદાલતની ગરીમા અને પ્રણાલી જાળવવામાં હીન કૃત્ય કરનારની આકરી ઝાટકણી કાઢી માફી માગવાથી તેનો છુટકારો કરી ન શકયા તેવું સ્પષ્ટ ઠરાવ્યું છે.
આણંદ નજીકના જીતોડીયા ગામના અલ્પેશ આર પટેલ અને વિજય એમ શાહ દ્વારા હાઇકોર્ટના જસ્ટીશ બેલા એમ ત્રિવેદીને અજાણ્યા નંબર પરથી કોલ કર્યો હતો અને મેસેજ કરી આગોતરા જામીન અરજી અંગે કરેલી ચર્ચાની હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે. આવા કૃત્ય અને કાર્યને હળવાશથી ન લેવા અને તેઓ દ્વારા માફી માગવામાં આવે ત્યારે તેઓની માફી સ્વીકારી છુટકારો કરી ન શકાય તેમ હાઇકોર્ટની ડિવિઝન બેન્ચના જસ્ટીશ સોનીયા ગોકાણી અને એન.વી. અંજારીયા દ્વારા ચુકાદો જાહેર કરાયો છે.
ગત તા.૨૨ જુને હાઇકોર્ટના ન્યાયધિશ બેલા એમ.ત્રિવેદીની કોર્ટમાં આગોતરા જામી અરજીની સુનાવણી પુર્વે અજાણ્યા નંબર પરથી થયેલા કોલ અને એસએમએસ અંગે અદાલતે ગંભીર નોંધ લઇ આણંદ જિલ્લા પોલીસ વડાને તાકીદે તપાસ કરવા હુકમ કર્યો હતો. અદાલતના હુકમ બાદ આણંદ પોલીસની તપાસમાં આણંદ નજીકના જીતોડીયા ગામના અલ્પેશ પટેલ અને વિજય શાહની સંડોવણી બહાર આવી હતી. બંનેની ધરપકડ કરી હતી.
બંને શખ્સો સામે ભારતીય બંધારણની કલમ ૨૧૫ની જોગવાય મુજબ સુમોમોટી રીટ દાખલ કરવામાં આવી હતી. સુમોમોટો રીટની સુનાવણી હાઇકોર્ટની ડિવિઝન બેન્ચના જસ્ટીશ સોનીયા ગોકાણી અને એન.વી.અંજારીયાની કોર્ટમાં સુનાવણી થતા બંને શખ્સોએ સોંગદ પર માફી પત્ર લખી ખુલ્લાસો આપી પોતાનો બચાવ રજુ કર્યો હતો.
બંને શખ્સોએ રાજેશ સોલંકીના માધ્યમથી બેઠક ગોઠવી અન્ય સહઆરોપીનો છુટકારા અંગે થયેલી ચર્ચા તેમજ કામ પુરૂ થયા બાદ યોગ્ય વળતરની થયેલી ઓફર અંગે અદાલત દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે.
સુઓમોટો રીટની સુનાવણી દરમિયાન પક્ષકારો દ્વારા રજુ કરાયેલા માફીપત્રને ધ્યાને લેવો જરૂરી ન હોવાનું ગણાવી બંને શખ્સો દ્વારા કોર્ટના કરાયેલા તિરસ્કારને ગંભીર ગણાવી આવી માફી સ્વીકારવી જરૂરી નથી માફી પત્ર સ્વીકારવામાં આવે તો બંને શખ્સો દ્વારા કોર્ટની ગરીમાનું કરેલુ હનન જળવાશે નહી. આવા વર્તનથી કોર્ટના ગૌરવને નુકસાન પહોચાડયુ છે તેઓની માફી સ્વીકારવી જરૂરી ન હોવાનું ઠરાવી વધુ સુનાવણી આગામી તા.૨૧ સપ્ટેમ્બર સુધી મોકુફ રાખી છે.