ગુજરાતી લોકસંગીત, ભજન, કીર્તન, ‘સોળ સંસ્કાર’ કૃષ્ણગાન અને થીમ પ્રોગ્રામથી ભાવિકો ભાવવિભોર
સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશ વિદેશમાં ખ્યાતનામ અને આજ સુધીમાં જેમણે 3260 જેટલા વનમેન શો કરી ભારતીય ગીત સંગીત દુહા , લોક સંગીત , ગુજરાતી ગીતો ને સથવારે વિદેશની ધરતી ઉપર આપણી પ્રાચીન કલા સંસકૃતિને ઉજાગર કરી સુર અને સંગીતને કોઈ સરહદ નડતી નથી તે વાતની પ્રતિતિ કરાવનાર એટલે રાજકોટના આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકાર ગુજરાત ગૌરવ એવોર્ડ વિનર અને આકાશવાણી રાજકોટ ‘એ’ ગ્રેડ કલાકાર વિનોદ પટેલ
આ શબ્દો હિન્દુધર્મ ટેમ્પલ , કેલીફોર્નીયા આયોજીત ગુજરાત લોક સંગીત કાર્યક્રમમાં વાઈસ પ્રેસીડન્ટ જવાહર શાહે ઉચ્ચાર્યા હતા . આ પ્રસંગે ચેર પર્સન પૂષ્પા પટેલ , પ્રમુખ જી.જે. ઝલા , સ્પોન્સર નલિનીબહેન સોલંકી ઉપસ્થિત રહયા હતા . આ કાર્યક્રમમાં સેરીટોઝના પૂર્વ મેયર નરેશ સોલકીએ ગુજરાત ગૌરવ પુરસ્કાર મેળવનાર વિનોદ પટેલનુ સન્માન પત્ર અને સાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ . કાર્યકર ડોલીબેન તથા જગદીશ પુરોહિતે ભારે જહેમત ઉઠાવી હતી. શિકાગો , પ્રેસીડન્ટ રમણભાઈ પટેલના નિમંત્રણથી 500 થી વધુ સભ્યોની હાજરીમાં માનવસેવા હોલમાં સંગીત પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યુ હતુ. યુનાઈટેડ સીનીયર પરિવારની 14 મા વર્ષની ઉજવણીના ભાગરૂપે નિમંત્રણ મળતા અમેરીકા યાત્રા શરૂ થઈ હતી .
સમગ્ર પ્રોગ્રામના મુખ્ય મહેમાન શિકાગો કોન્સ્યુલ વિનોદ ગૌતમ , ચેરમેન મફતભાઈ પટેલ , ટ્રસ્ટી ડો . ભરતભાઈ બારાઈ વગેરે હાજરી આપી હતી. કલાકાર વિનોદ પટેલે ભજનથી શરૂઆત કરી લોકગીત, સુગમ, કવિતા અને રાસગરબા રજૂ કરી શ્રોતાઓની ચાહના મેળવેલ હતી. અમેરીકાના ડલાસમાં ભારતીય સિનિયર સીટીજન સમાજ ખાતે પ્રવીણભાઈ પાનસુરીયા , વિજયભાઈ ભીમાણી , ડો . વીઠલભાઈ બલર આયોજીત કાર્યક્રમમાં વિનોદ પટેલે ગીત , લોકસંગીત , રજૂ કર્યા હતા જયારે એટલાંટા ખાતે સનાતન મંદિર ખાતે પણ સ્વર અને સુરની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે બીપીનભાઈ ચાંગેલા ઉપસ્થિત રહયા હતા . જયારે કેલીફોર્નીયામાં કબીર આશ્રમ ખાતે વિનોદ પટેલે કબીરના ભજન રજ કરી પ્રેક્ષકોને ભાવવિભોર કર્યા હતા. આ પ્રસંગે મુકુન્દભાઈ ભકતા , રોહિતભાઈ ભકતા ખાસ ઉપસ્થિત રહયા હતા.
સીકાગો ખાતે સિનિયર સિટીજન સમાજ આયોજીત જન્માષ્ટમી કાર્યક્રમમાં વિનોદ પટેલે કૃષ્ણ જીવનગીતની કાવ્યાત્મક રજુઆત કરી હતી. આ તકે પ્રમુખ હરીભાઈ પટેલ હાજર રહયા હતા . જયારે ઉમિયાધામમાં ભકિતગીત અને કૃષ્ણગીત રજુ કરાયું હતું . જેમા દેવેન્દ્ર પટેલ ઉપસ્થિત રહયા હતા . વિનોદ પટેલ દ્વારા ન્યુયોર્કમાં સ્વામીનારાયણ મંદિર વડતાલ ધામ ખાતે રામસ્વરૂપદાસજી આયોજીત કાર્યક્રમમાં ભકિત સંગીત રજુ કર્યુ હતુ . ઉમિયાધામમાં કૃષ્ણગાન ગાયા હતા. આ તકે અતુલભાઈ વિષ્ણુભાઈએ જહેમત ઉઠાવી હતી. સ્વામી વિવેકાનંદ સોળ સંસ્કાર સહિતના થીમ પ્રોગ્રામ કરનાર વિનોદ પટેલે વિદેશમાં વસવાટ કરનાર આપણા ગુજરાતીઓની ભારે સરાહના પ્રાપ્ત કરી હતી.