સેલવાસમાં લક્ષ્ય કાર્યક્રમ અંતર્ગત

સ્વાસ્થ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલયે પ્રસુતિ ગૃહમાં સુધારા લાવવાના હેતુસર કાર્યક્રમોની ઘોષણા કરી હતી. આ પહેલ અંતર્ગત વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ તથા ખાનવેલ ઉપ-જીલ્લા હોસ્પિટલની વ્યવસ્થાની ગુણવતા તપાસવા માટેનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

જેનું કાર્ય બે કેન્દ્રીય સદસ્ય દ્વારા કરવામાં આવી રહ્યું છે. ચેકલિસ્ટના આધાર પર જો મુલ્યાંકન સાચા સાબિત થયા તો હોસ્પિટલને પ્રમાણપત્ર આપવામાં આવશે. મુલ્યાંકનના ક્રમમાં ટીમના સદસ્ય ડો.અરૂણકુમાર ચિંતા, તેલંગણાના રાજય કાર્યક્રમ અધિકારી, ડો.મૃણાલીની જાની, દિલ્હી હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટે વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. સદસ્યોએ હોસ્પિટલની બધી વ્યવસ્થાની સુક્ષમતાથી તપાસ કરી હતી. વ્યવસ્થા તથા સામગ્રીઓની ઉપયોગવિધિ તથા દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી હતી.

આ સાથે તેઓએ આવશ્યક ઉપકરણો, પર્યાપ્ત માનવ સંશાધન તથા સ્વાસ્થ્ય કર્મીઓની ક્ષમતાને ચેકલીસ્ટના આધારે મુલ્યાંવિત કરવામાં આવ્યા હતા.

સ્વચ્છતા અંગેની સુચનાઓ આપવામાં આવી હતી. આ પહેલા પણ સેલવાસના ડો.વી.કે.દાસે જણાવ્યું હતું કે, દરેક વ્યકિત હોસ્પિટલની સુવિધાઓના હકદાર છે તે ઉદેશ્ય સાથે કામ કરવામાં આવે છે. બંને હોસ્પિટલોમાં બહુમુખી રણનીતિ અપનાવવામાં આવી હતી. જેમાં બુનીયાદી ઢાંચાગત સુધાર, આવશ્યક ઉપકરણની સુવિધા વગેરેનો સમાવેશ કરાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.