જામનગર તાલુકાના વાણીયા-વાગડીયાગામ પાસે આવેલ વાગડીયા ડેમનું કામ તેર-તેર વરસના લાંબા સમયગાળાપછી પણ અધૂરૃં રહેતાં વાણીયા-વાગડીયા સહિત આસપાસના પંદર ગામોનાખેડૂતો અને સરપંચોએ રાજ્ય સરકારની ખેડૂતો વિરોધી નીતિ-રીતિ સામેઉગ્ર રોષ વ્યક્ત કરી ત્રણ દિવસના ધરણાં શરૃ કર્યા છે. જો આ વાગડીયા ડેમનું કામ સત્વરે પૂર્ણ કરવામાં નહીં આવે તો ખેડૂતો-ગ્રામજનોદ્વારા ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.
જામનગરથી ૨૫ કિમી દૂર આવેલ વાણીયા-વાગડીયા ગામ પાસે વાગડીયા સિંચાઈ યોજનાના ડેમનું કામ મંજુર થયા પછી ૨૦૧૫ અર્થાત દસ વરસ સુધીમાં ડેમનું ૮૫ ટકા જેવું કામ પૂર્ણ થઈ ગયું હતું.
પરંતુ ત્યારપછી આ કામ શરૃ જનથી થયું અને કામ અધૂરૃં શા માટે છોડી દેવામાં આવ્યું છે તેનો કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. આમ છેલ્લા તેર વરસથી આ ડેમનું કામ પૂર્ણ નહીં થતાં ખેડૂતોઅને ગ્રામજનોએ ધરણાં-આંદોલનના માર્ગ અપનાવ્યો છે. અને ડેમ સાઈટ પર જ ત્રણ દિવસના ધરણાં શરૃ કરવામાં આવ્યા છે.
વાણીયા-વાગડીયા ગામ પાસે આ ડેમનું ખાતમુહૂર્ત ૨૦૦૨માં કરવામાં આવ્યું હતું. કામ શરૃ થયા પછી આરંભે શુરાની જેમ ફટાફટ કામ ચાલુ અને ’ત્રણ’ વર્ષમાં તો આ સિંચાઈ ડેમનું કામ ૮૫ ટકા જેવું પૂરૃં પણ થઈ ગયું..!!
પણ ત્યારપછી કોણ જાણે કયા કારણોસર કામ બંધ થઈ ગયું અને આજે પણ આ ડેમ અધૂરા કામ સાથે સરકારી તંત્રની રહસ્યમય નીતિરીતિનો પૂરાવો બની રહ્યો છે. આ સિંચાઈ યોજનાનો ડેમ જો બની જાય તો વાણીયા-વાગડીયા સહિત આસપાસના ગામોને સિંચાઈના પાણીનો ખૂબ જ લાભ મળે તેમ છે. પણ ખેડૂતો કાગડોળે આ ડેમના પાણીનો લાભ મળે તેની રાહ જોઈ રહ્યા છે અને અંતે રોષે ભરાઈને હવે ઉગ્ર આંદોલનની ચિમકી આપી છે. ખેડૂતો અને ગ્રામજનોએ આગામી ચૂંટણીમાં સત્તાધારી પક્ષની વિરૃદ્ધમાં મતદાન કરશે અને ખેડૂતો પોતાના ખર્ચે આ ડેમનું કામ પૂરૃં કરશે તેવી ચિમકી પણ આપી દેવામાં આવી છે.
તેર તેર વરસથી આ ડેમનું કામ અધૂરૃં રહેવાના કારણે ખેડૂતો સિંચાઈ યોજનાના લાભથી વંચિત રહ્યા છે અને ભારે આર્થિક નુકસાની ભોગવી ચૂક્યા છે.ખેડૂતોના નેતા સાગરભાઈ રબારી, પ્રવિણભાઈ પડારીયા,બજરંગપુરવાળા પદુભા, ભરતભાઈ છૈયા, રામદેવસિંહ જાડેજા, સરપંચોમાં વાગડીયા ગામના ભોલાભાઈવસરા, નાઘુના ગામના સંજયભાઈ, હર્ષદપુરનાજમનભાઈ, કોંઝા ગામના મુકુન્દભાઈ સભાયા, સરપંચ મંડળના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ ગ્રામજનો ડેમ સાઈટ પરઉમટી પડ્યા હતાં અને ત્રણ દિવસના ધરણાં કરી સરકાર વિરૃદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં.