સમાજમાં ધાક અને ભય ફેલાવવા માટે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો: બે સામે ગુનો
વિછીયા તાલુકાના પીપરડી ગામે લાયસન્સ વગર હથીયાર સાથે ફોટા પાડી ધાક અને સીન જમાવવા ફોટો સોશ્યલ મીડીયામાં અપલોડ કરનાર લાયસન્સ ધારક સહિત બંને શખ્સો સામે એસઓજીએ કાર્યવાહી કરી છે.
વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં લાયસન્સ હોવા છતાં હથીયારો સાથે ફોટા સોશ્યલ મિડીયામાં અપલોડ કરી પ્રજામાં ભય પેદા કરનાર શખ્સો સામે કાર્યવાહી કરવા એસ.પી.જયપાલસિંંહ રાઠૌરે આપેલી સુચનાને પગલે એસઓજી સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ.
વિછીયા તાલુકાના પીપરડી ગામે નિકુલ ઘનશ્યામ મુળીયા નામનો શખસ ઈનસ્ટાગ્રામમાં હથીયાર સાથે ફોટો સાથે વિડીયો અપલોડ કર્યાનું ધ્યાને આવતા તેની અટકાયત કરી તેની પૂછપરછ કરતા આ હથીયાર દિલીપ મગન મુળીયા નામના શખ્સનું હોવાનું ખૂલતા બંને સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.