રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે. રોજબરોજ શહેરમાં અનેક સ્થળોએ મારામારીની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે વિંછીયામાં જમીનના ડખ્ખાનો ખાર રાખી દેરાણી- જેઠાણી ઉપર પિતા-પુત્રનો ધારીયા અને પાઇપથી હુમલો ઘટના સામે આવી છે જેમાં પિતા કેશુ રાજપરા અને તેના પુત્ર રણજીત સામે પોલીસ દાખલ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ આ ઘટનાવિંછીયાની છે જ્યાં બોટાદ રોડ પર રહેતા વિલાસબેન રોહીતભાઇ રાજપરા તથા તેના જેઠાણી જસુબેન વાડીએથી બીજી વાડીએ જતા હતા ત્યારે કેશુ ખોડાભાઇ રાજપરા તથા તેના પુત્ર રણજીત રાજપરાએ ધારીયા અને લોખંડના પાઇપથી હુમલો કરતા બન્ને ઈજાગ્રસ્ત થઈ હતી.
ઈજાગ્રસ્ત વિલાસબેન તથા તેના જેઠાણીને આરોપી કેશુ રાજપરા સાથે જમીન બાબતે માથાકુટ ચાલતી હતી. તેનો ખાર રાખી કેશુ તથા તેનો પુત્ર ઇજાગ્રસ્ત વિલાબેન તથા તેના જેઠાણીને ગાળો આપતા ગાળો બોલવાનીના પાડતા બંન્ને પિતા-પુત્રએ ઉશ્કેરાઇ જઇ હુમલો કર્યો હતો. આ અંગે ઇજાગ્રસ્ત વિલાસબેનની ફરીયાદ પરથી વિંછીયા પોલીસે પિતા-પુત્ર સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે