- એસઓજીએ કુલ રૂ.31 હજારના મુદ્ામાલ સાથે સંચાલકની કરી ધરપકડ
વિછીંયામાં આવેલા એક મેડીકલ સ્ટોરમાં પ્રતિબંધીત શીરપનું વેંચાણ થતું હોવાની બાતમી એસઓજીને મળતા તેમના દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી દરોડો પાડી 190 બોટલ સાથે સંચાલકની ધરપકડ કરી કુલ રૂ.32 હજારનો મુદ્ામાલ કબ્જે કર્યો છે.
વિગતો મુજબ એસઓજીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને રેડ કરતા 190 બોટલ કોર્ડીન સિરપ મળી આવતા દુકાન માલિક વરતેજ સાકરીયા ને 31,920 ના મુદ્દા માલ સાથે પકડી મેડિકલ સ્ટોર ને સીલ કરવામાં આવ્યો હતો. એસઓજી પી.આઈ કેબી જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ બી સી મિયાત્રા. પીએસઆઇ. કે એમ ચાવડા. હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ અગ્રાવત. વિજયભાઈ વેગડ. પોલીસ કોન્સ્ટેબલ રણજીતભાઈ ધાધલ અને વિજયભાઈ ગોસ્વામી વિછીયા શહેરની આજુબાજુમાં પેટ્રોલિંગ કરતા હતા
તે દરમિયાન.બાતમીદાર.દ્વારા.બાતમી. મળેલ કે દુર્ગેશ મેડિકલ સ્ટોર વાળા વરતેશભાઈ સાકરીયા ઘણા સમયથી બિનઅધિકૃત કોર્ડીંગ શિરપ નો વેપાર કરે છે બાતમીના. આધારે એસ ઓ જી શાખાના સ્ટાફ દ્વારા ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી એડ કરવામાં આવી રેડ દરમિયાન દુકાન માલિક વરતેજ સાકરીયા સીરપની 190 બોટલ સાથે જેની કિંમત 31,920 આ મુદ્દામાલ સાથે પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી દુર્ગસ્થ મેડિકલ સ્ટોર ને સીલ કરી દેવામાં આવ્યો હતો.