ફાંસો ખાધેલી હાલતમાં જોઈ ગયેલી પત્નિએ દોરી તોડતા નીચે પટકાયેલા પતિનુંં મોત
શહેરમાં વિનાયક વાટીકામાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. જેમાં દંપતી વચ્ચે ઝઘડો થતા પતિએ ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પત્નિએ જોઈ જતા તેને દોરડુ તોડી નાખતા પતિ જમીન સાથે પટકાતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજના તબીબે મૃત જાહેર કર્યા બાદ પોલીસે મોતનું સચોટ કારણા જાણવા માટે ફોરેન્સીક પોર્સ્ટમોર્ટમ કરાવ્યું હતુ જેમાં જમીન સાથે માથુ પટકાતા પતિનું મોત નિપજયાનું જાણવા મળ્યું હતુ.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં જામનગર રોડ પર વિનાયક વાટીકામાં રહેતા વેપારી આકાશભાઈ વ્રજલાલ બોરીસાગર નામના ૩૩ વર્ષિય યુવાને મોડી રાતે દંપતી વચ્ચે બોલાચાલી થયાબાદ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરવા જતા પત્ની હમાંગીબેન જોઈ જતા તેમણે દોરી કાપી નાખી હતી દોરી કાપતા જ જમીન પર પટકાતા માથાના ભાગે ઈજા થતા ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં યુવાન આકાશે દમ તોડતા પરિવારજનોમાં અરેરાટી મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ દોડી જઈ મોતનું સચોટ કારણ જાણવા ફોરેન્સીક પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. જેમાં મૃતક આકાશને માથાના ભાગે ઈજા થવાથી મોત નિપજયાનું કારણ જાણવા મળ્યું છે.
મૃતક યુવાન જૂનાગઢમાં ફાર્મ ભાડે હોય અને વેપાર સાથે સંકળાયેલો હોય જયારે પત્નિ હેમાંગી બેન તાલીમ ભવનમાં શિક્ષકની ફરજ બજાવતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ત્યારે મોડીરાતે દંપતી વચ્ચે બોલાચાલી થયાબાદ આકાશે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પત્નિ હેમાંગીબેન બચાવવાની કોશિષ કરતા યુવાનને માથાના ભાગે ઈજા થતા મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.