રાજકોટ, ગોંડલ, જેતપુર, જામનગરના બાળકો પ્રસ્તુત કરશે વિનય ભાવો: ઉવસગ્ગહરં સ્તોત્ર સંકલ્પ સિધ્ધિ સાધનાનાં અગિયારમાં તબક્કાનું આયોજન

આજનું બાળક એ કાલનું ભગવાન, આ સૂત્ર સો કાર્યાન્વિત લુક એન્ડ લર્ન જૈન જ્ઞાનધામ એટલે પૂ.રાષ્ટ્રસંત  દ્વારા પ્રેરિત એવી મોડર્ન પાઠશાળા જેમાં બાળકો પ્લે કરતાં કરતાં પ્રે કરે છે.લુક એન્ડ લર્ન લાઈફનો યુ ટર્ન કરનાર જ્ઞાનધામ છે. દેશ વિદેશમાં ૯૯ ી વધારે સેન્ટર્સના ૫૦,૦૦૦ ી વધુ બાળકોનાં જીવનમાં ધર્મ, અધ્યાત્મિકતા, જીવ માત્ર પ્રત્યે દયા, વ્યવ્હારિક શુધ્ધિ આદિ સંસ્કારોનું ઘડતર કરી બાળકોનો સર્વાંગી વિકાસ કરવામાં આવે છે.લુક એન લર્નના બાળકોનો “વિનય બાલોત્સવ તા. ૧૯/૦૮/૨૦૧૮, રવિવારનાં રોજ સવારે ૮ : ૩૦ થી ૧૨ : ૩૦ કલાક ડુંગર દરબાર, અમીન રોડ જંકશન, ઝેડ બ્લુ ની સામે, ૧૫૦ રીંગ રોડ, રાજકોટ આયોજિત કરવામાં આવ્યો છે.

ગયા ભવમાં ભગવાનની અશાતના કરી હતી એટલે આ ભવમાં ભગવાન ની મળ્યાં. પરંતું આ ભવમાં ગુરૂ મળ્યાં છે તો મારાી આ ભવમાં એમની અશાતના થશે તો હું ગુરૂને પણ ગુમાવી દઈશ. જન્મ વખતે ગુડલક હતાં તો તે બેડલકમા ક્ધવર્ટ કેમ થઈ ગયા ? વિનય કરવાી ઉન્નતિ કેમ થાય, અશાતના અને અશાતા ને ઘટાડવા આદિ અનેક પ્રશ્ર્નોના ઉત્તર આપતા આ ‘વિનય બાલોત્સવ’નાં આ કાર્યક્રમમાં ૩૦૦ી વધુ બાળકો ડાંસ, ડ્રામા, સ્પીચ, ભક્તિ દ્વારા પરફોમન્સ આપશે.

રવિવારે સવારે ૮.૦૦ કલાકે લુક એન લર્નનાં બાળકો રોયલપાર્ક ઉપાશ્રયમાં બિરાજીત ગુજરાતરત્ન પૂ. સુશાંતમુનિ મહારાજસાહેબ તા અસીમ ઉપકારી ગુરુદેવ રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબની આંગળી ઝાલીને સર્વ સંત સતીજીઓની સો જૈન ધર્મનો શાસનધ્વજ લહેરાવીને ડુંગર દરબાર પહોંચશે. સવારે ૮:૩૦ કલાકે પ્રારંભ નાર વિનય બાલોત્સવમાં ડુંગર દરબારમાં રાજકોટ, ગોંડલ, જુનાગઢ, જામનગર, જેતપુરના લુક એન લર્નનાં બાળકો વેલકમ નૃત્ય, કોરસભક્તિ, ઝુ – ઝુ એક્ટ, ” મારો જન્મ અહિયાં કેમ? નાટિકા, વિનય નૃત્ય પ્રસ્તુત કરવા નગની રહ્યા છે. તો બાળકોનાં પેરેન્ટ્સ પણ પોતાના બાળકમાં લુક એન લર્ની આવેલ પરિવર્તનને સર્વને જણાવવા આતુર છે. આ અવસરે લુક એન્ડ લર્નમા નિ:ર્સ્વા ભાવે સેવા કરનાર દીદીઓના પરિવારજનોનું સન્માન કરવામાં આવશે.  વિશેષમાં આ અવસરે ઉવસગ્ગહરં સ્તોત્રની ૨૧ રવિવારીય સંકલ્પ સિદ્ધિ સાધનાના અગિયારમાં તબક્કાનુંઆયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.