સ્પર્ધાત્મક યુગમાં ખાસ કરીને ‘નીટ’ના પરીક્ષાર્થીઓની મુંઝવણ દુર થાય તે માટે ઉત્કર્ષ સ્કૂલ ઓફ એકસલન્સ નીટ એકસપર્ટ મોટીવેશનલ એન્ડ ફિઝીકસ ગુરુ વિમલ છાયા દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને પરીક્ષાને લગતા વિવિધ સુચનો અપાયા છે. આ અંગે તેઓએ સુચનો આપતા જણાવ્યું છે કે અત્યારે કોઈપણ ક્ષેત્રે કોમ્પીટીટીવ એકઝામ ફરજીયાત થઈ ચુકી છે. ડોકટર બનવા માટે હવે નીટની નેશનલ લેવલની એકઝામ ૧૨ સાયન્સ પછી ફરજીયાત છે. આ એકઝામ સીબીએસઆઈ દ્વારા જ લેવાતી હોય છે.
વધુમાં તેઓએ જણાવ્યું છે કે, પરીક્ષાનો સમય ૯:૩૦ હોવા છતાં ૭:૩૦ સુધીમાં પરીક્ષા સ્થળે પહોંચી જવું. પ્રવેશ સવારે ૭:૩૦ વાગ્યાથી આપવાનું ચાલુ થશે. નીટની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરેલ પ્રવેશપત્ર સાથે રાખવું. વિદ્યાર્થીએ પોતાના બે-બે પાસપોર્ટ સાઈઝ ફોટા સાથે રાખવા તેમજ સેન્ટર પર હાજરીપત્રકમાં આ ફોટોગ્રાફસ પેસ્ટ કરવાના થશે. વિદ્યાર્થીઓએ પરીક્ષા ખંડમાં હાજરી પત્રકમાં પરીક્ષા શ થયા બાદ આન્સર સીટ સુપરત કરતી વખતે એમ બે વખત સહી કરવી તથા હાજરીપત્રકમાં ફિગર ઈમ્પેશન આપવાની રહેશે. પ્રશ્ર્નપત્રના ટાઈટલ પેજ પર પ્રશ્ર્નપત્રના કુલ કેટલા પેજ છે તે જોઈ અને તેટલા જ પેજ તમારી ટેસ્ટ બુકલેટમાં પ્રિન્ટ થયા છે કે નહીં તે ખાસ ચેક કરવું, ન હોય તો પરીક્ષા ચાલુ થતા જ સુપરવાઈઝરને જાણ કરવી.
સીલ થયેલા પ્રશ્ર્નપત્રની અંદર આન્સરશીટ રાખેલ હશે. ખાસ કરીને આન્સરશીટ પર ટેસ્ટ બુકલેટનો કોડ તમારી જ ટેસ્ટબુકલેટનો છે તે ખાસ ચેક કરવું. ઓએમઆર શીટ પેન્સિલથી ભરવાની નથી. બ્લુ અથવા બ્લેક પેનથી જ ભરવાની છે. જે આપને સેન્ટર પર જ આપવામાં આવશે. આન્સરશીટમાં તમારો રોલ નંબર, સેન્ટર નંબર, ટેસ્ટ બુકલેટ નંબર, ટેસ્ટ બુકલેટ કોડ સહિતની વિગતો કાળજીપૂર્વક ભરવી. તેમજ આન્સરશીટમાં રફવર્ક કરવાનું નથી જર પડયે પ્રશ્ર્નપત્રમાં જ કરવાનું છે. પરીક્ષામાં વિદ્યાર્થીએ ડ્રેસકોડમાં આછા કલરના અને અડધી સ્લીવનો શર્ટ કે ડ્રેસ પહેરવો. ખુલતા સલવાર કે ટ્રાઉઝર પહેરવું. સ્લીપર અથવા હાઈ હિલના ન હોય તેવા સેન્ડલ જ પહેરવા. શુઝ એલાઉડ નથી. કોઈપણ પ્રકારના ઘરેણા જેવા કે ચેઈન, ઈયરીંગ્સ, કડા, બેંગલ્સ પહેરવા નહીં. ડ્રેસકોડનું ચુસ્તપણે પાલન કરવું.
વિદ્યાર્થીઓ માટે છેલ્લી ઘડીના રીવીઝનની ટીપ્સ આપતા વિમલ છાયાએ જણાવ્યું છે કે, આ પરીક્ષા આપણી નોર્મલ બોર્ડ જેવી પરીક્ષા નથી આથી છેલ્લી ઘડી સુધી વાંચન કરવાની કોઈ જર નથી. હવે નવા કોન્સેપ્ટસ છેલ્લી ઘડીએ ન વાંચવા, ફિઝીકસમાં માત્ર મહત્વની હિંટસ અને ટ્રિકસ જોઈ જવી, તમને અઘરા લાગતા હોય તેવા ટોપિકસ ફરીથી જોઈ જવા. બાયોલોજીમાં આકૃતિઓ તથા ખાસ કરીને ટેકસબુકના અગત્યના ટોપીક જોઈ જવા. પુરતી ઓછામાં ઓછી ૬ કલાકની ઉંઘ લેવી. જયારે છેલ્લા બે વર્ષમાં ભણેલા ટોપીકસ આધારિત પરીક્ષા હોય તમે પરીક્ષાખંડમાં ફ્રેશ માઈન્ડથી પ્રવેશો તે ખુબ જ જરી છે.
પરીક્ષાખંડમાં પેપર આધારિત ધ્યાન રાખવા જેવી અગત્યની બાબતોમાં તેઓએ જણાવ્યું છે કે, તમારે ૧૮૦ મિનિટમાં ૧૮૦ પ્રશ્ર્નોના જવાબ આપવાના છે એટલે કે તમારી પાસે ૧ પ્રશ્ર્ન માટે ૧ મિનિટ છે. સૌપ્રથમ પ્રશ્ર્નપત્ર પર નજર નાખી તેનું ડિફિકલ્ટી લેવલ નકકી કરો. શકય હોય તો બાયોલોજી વિષયના જવાબો સૌપ્રથમ આપવા, કારણકે તે સંપૂર્ણપણે થિયોરોટીકલ છે તેમાં ગણતરી હોતી નથી. ત્યારબાદ કેમેસ્ટ્રી અને શકય હોય તો છેલ્લે ફિઝીકસ વિષય રાખવો. ફિઝીકસના એમસીકયુમાં ગણતરીઓ હશે આથી ચોકસાઈપૂર્વક આન્સર ટીક કરવો. અઘરા લાગતા પ્રશ્ર્નોમાં સમય ન બગાડતા પહેલા તમને આવડતા પ્રશ્ર્નોના જવાબો ટીક કરવા.
નેગેટીવ માર્કિંગ હોવાથી શકય હોય ત્યાં સુધી જો તમે જવાબ ન જાણતા હોવ તો ટીક ન કરવું. પરીક્ષાખંડમાં પરીક્ષા શ થતી વખતે, અડધો સમય પસાર થયા બાદ અને પૂર્ણ થવાના સમયે આપને જાણ કરવામાં આવશે. આથી સમયમર્યાદાને ધ્યાનમાં રાખી પેપરને પુરતો ન્યાય આપવો. જે વિદ્યાર્થીઓ ૭૨૦ માર્કસમાંથી ૪૭૫ કે તેથી વધારે માર્કસ મેળવશે તેઓ સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન મેળવી શકશે. આ ઉપરાંત નીટના પેપરના ડિફિકલ્ટી લેવલ પર પણ ઘણો આધાર રહેશે. વિદ્યાર્થીમિત્રો, ભાગ્યની દેવી જે લોકોએ તનતોડ મહેનત કરી હોય તેનો સાથ જરથી આપે જ છે. આથી હિંમતપૂર્વક પરીક્ષાખંડમાં પ્રવેશ કરી અને આપસૌ આ જંગમાં વિજય હાંસલ કરો તેવી અંતમાં સૌને શુભેચ્છા પાઠવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com