પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂડાના 52 ગામડામાં રૂડો અવસર: બીએલસી સ્કીમ અંતર્ગત 2343 મકાનોની કામગીરી કાર્યરત
અબતક, રાજકોટ
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બેનીફેશ્યર લીડ ક્ધટ્રક્શન (ઇકઈ) દ્વારા ગ્રામિણ વિસ્તારમાં લાભાર્થીઓને આવાસ બાંધકામ સહાય આપવામાં આવે છે. સદર સહાય અંતર્ગત લાભાર્થીને તેમના આવાસ બાંધકામ માટે રૂા.3.50 લાખની સહાય પૂરી પાડવામાં આવે છે. જેમાંથી રાજ્ય સરકારની ગ્રાન્ટ 1.50 લાખ તેમજ કેન્દ્ર સરકાર દ્વારા રૂા.2 લાખની સહાય પૂરી પાડવામાં આવશે. જે લાભાર્થીને સદર સહાયનો લાભ લેવો હોય તેની પોતાની જમીન જરૂરી છે. રાજ્ય સરકાર દ્વારા એપેંનાલ્ડ એજન્સી મારફતે આવા લાભાર્થીઓના ફોર્મની ચકાસણી કરી મંજૂરી અર્થે રાજ્ય સરકારને મોકલવામાં આવે છે. રૂડા મારફતે આવા લાભાર્થીઓની દરખાસ્ત મોકવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા આવા લાભાર્થીઓની દરખાસ્તને મંજૂરી આપવા માટે એક કમિટી બનાવેલ છે. જેની મંજૂરી મળ્યે આવી દરખાસ્તો કેન્દ્ર સરકારને મોકવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા બનાવેલ કમિટી આવી દરખાસ્તોની મંજૂરી આપી છે. ત્યારબાદ લાભાર્થીની આવાસ સહાય મંજૂર થાય છે.
લાભાર્થીને 3.50 લાખ રૂપિયાની કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સહાય પુરી પાડવામાં આવશે
એજન્સી આવા મંજૂર લાભાર્થીઓને તેમના બાંધકામ માટે નકશા બનાવી આપવા તેમનું એગ્રીમેન્ટ બનાવવું વગેરે જેવી સહાય કરે છે. લાભાર્થી દ્વારા મકાન બાંધકામની કામગીરી ચાલુ કર્યે તેમને તબક્કાવાર સહાયના હપ્તાની ચૂકવણી કરવામાં આવે છે. કુલ 6 તબક્કામાં લાભાર્થીઓને 3.50 લાખની સહાય પૂરી કરવામાં આવે છે. રૂડા અંતર્ગત આવતા 52 ગામોમાં કુલ 2343 આવાસો મંજૂર થયેલ છે. જે પૈકી 1043 ગામોની કામગીરી પૂર્ણ થઇ ચુકી છે અને લાભાર્થીઓ પોતાના આવાસના મકાનમાં રહેવા લાગ્યા છે. સરકારની આ યોજનાનો લાભ મેળવી લાભાર્થીઓએ હૃદ્યપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
આવાસોનું નિરીક્ષણ કરવા સરકાર દ્વારા આઠ એજન્સીની નિમણૂંક કરાઈ છે: કમલેશભાઈ ગોંડલીયા (કાર્યપાલક ઇજનેર, રૂડા)
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઓછી આવક ધરાવતા રૂડા વિસ્તારની અંદર આવતા ગામડા ના લોકોને આવાસ યોજનાના લાભાર્થી કરવામાં આવે છે. 2015 માં શરૂ થયેલી આ યોજનાને રૂડા દ્વારા 2018 માં હાથમાં લેવામાં આવી છે.રૂડાના 52 ગામો અંદર 2343 આવાસ મકાનનો બનાવવાની મંજૂરી મળી છે તેમજ હાલ 1076 મકાન રૂડા વિસ્તાર ગામની અંદર પૂર્ણ કરી આપ્યા છે. આ યોજનાનો કુલ ખર્ચ 82 કરોડ રૂપિયા છે. ગત વર્ષ ડિસેમ્બર મહિનાના અંતમાં આ યોજનાને સંપૂર્ણ પુરી કરી આપવામાં આવશે આકા આ
યોજના હેઠળ સરકાર દ્વારા આઠ એજન્સીની નિમણૂક કરવામાં આવી છે જેના હેઠળ સંપૂર્ણ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ યોજના અંદર લાભાર્થીને પોતાના પ્લોટની માલિકીનો આધાર હોવો જરૂરી છે અને ત્રણ લાખથી ઓછી આવક ધરાવતાં લાભાર્થીઓને યોજનાનો લાભ મળે છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સાડા ત્રણ લાખ રૂપિયાની બાંધકામ ની સહાય લાભાર્થીને પૂરી પાડવામાં આવે છે 30 ચોરસ મીટર એટલે 322 ફૂટનું બાંધકામ લાભાર્થી દ્વારા કરવામાં આવે છે.6 હપ્તામાં સંપૂર્ણ રકમ પૂરી કરી આપવામાં આવે છે. આ ઉપરાંત નું વધારાનું બાંધકામ લાભાર્થીએ સ્વખર્ચે ઉપાડવાનું રહે છે.
બેડી ગામ ખાતે 83 મકાનો નિર્માણાધીન થયા છે: સુરેશભાઈ મકવાણા (બેડી ગ્રામ પંચાયતના સભ્ય)
બેડી ગામ અંદર બીપીએલ કાર્ડ ધારક લાભાર્થીઓને પ્લોટ ફાળવી આપવામાં આવ્યા છે. પ્લોટ મંજૂર થયા બાદ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 129 ફોર્મ મંજુર કરવામાં આવ્યા છે હાલ 83 મકાન કમ્પ્લીટ કરી દેવામાં આવ્યા છે. 46 મકાનનું હાલ બાંધકામ શરૂ છે. લાભર્થીને મળેલ પ્લોટમાં લાભાર્થી જાતે મજૂરી કરીને મકાનમાં ઊભું કરે છે. કાચા મકાનો ની તકલીફ હતી તેવા લોકો ને પાકા મકાન બનાવી આપવામાં આવ્યા છે.સરકાર ની આ યોજના હેઠળ જનકલ્યાણ નું સારું કાર્ય થયું છે. લાભાર્થી પોતાનું મકાન બનાવી રહ્યા છે. અને સરકાર નો આભાર વ્યક્ત કરી રહ્યા છે.
સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી છીએ: લાભાર્થીઓ
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂડા વિસ્તાર અંદર આવતા ગામડાંઓમાં જેમ કાચા મકાન માંથી પાકા મકાન બનાવવા માટે ની સહાય આપવામાં આવી છે તેનો લાભ અમને મળ્યો છે. અમારા કાચા મકાનો તોડી અને સરકાર દ્વારા 3.50 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવ્યા છે તેનો લાભ લઈ અમે પાકા મકાનમાં હાલ રહી રહ્યા છીએ અને અમારા પરિવાર માટે સપનાનું ઘર મળ્યું હોય તેવી વાત છે. કુલ 322 ફૂટ બાંધકામ માટેનો ખર્ચ પૂરો પડવામાં આવે છે. સરકારની આર્થિક સહાય મેળવી અમે આજે સારી એવી સુવિધા વાળા મકાન માં રહી રહ્યા છીએ જે બદલ સરકારનો અમે હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.