જેતપુર પ્રદુષિત પાણી પાઇપલાઇન મારફતે પોરબંદરના દરિયામાં ઠાલવવાની યોજનાનો વિરોધ તેજ બન્યો છે. ગુજરાત સમસ્ત ખારવા સમાજે 26 ડિસેમ્બરે અડધા દિવસનું બંધનું એલાન કરવામાં આવ્યું છે જેમાં પોરબંદરની વિવિધ સંસ્થા અને સમાજે ટેકો આપ્યો છે. ગુજરાતભર ના દરિયાઈ પટ્ટીના ખારવા સમાજ દ્વારા બંધ નું આયોજન કરવામાં આવેલ છે આ અંતર્ગત પોરબંરના ખારવા સમાજ દ્વારા 26 ડિસેમ્બરે અડધો દિવસ બંધ નું આયોજન છે.જેમાં સેવ પોરબંદર સી દ્વારા આ બંધ ને સમર્થન કરી ખારવા સમાજની જેતપુર પ્રદૂષિત પાણીની પાઇપ લાઇન ના વિરોધ ને ઉગ્ર કરેલ છે.તેમના સભ્યો નું કહેવું છે કે આ માટે પોરબંદર માં માછીમાર ભાઈઓ નો જીવાદોરી ની વાત નથી પણ સમગ્ર પોરબંદર અને ખેડૂત લોકો સાથે પણ જોડાયેલો પ્રશ્ન છે.તેમજ વ્યાપાર ઉદ્યોગ જગત પોરબંદર અને પોરબંદર જિલ્લા કોળી સેના તરફથી સમર્થન આપવામાં આવેલ છે અને વેપારીઓ આજે સંસ્થાના સભ્યો પણ શહેર ના હિત માટે બંધ માં જોડાયા હતા
પોરબંદરમાં માર્કેટયાર્ડમાં શાકભાજીની હરાજી બંધ રહી હતી. મોટી સંખ્યામાં વેપારીઓ તેમાં જોડાયા હતા. આ બંધના સમર્થનમાં ખેડૂતો પણ જોડાયા હતા એકપણ ખેડૂત કોઈપણ જાતનું શાકભાજી લીધા વગર માર્કેટયાર્ડ બંધના સમર્થનમાં જોડાયા ખેડૂતોએ જણાવ્યું હતું ખેતરમાં જેતપુરનું પાણી આવી જશે તો શાકભાજી થશે જ નહીં જેથી અમે તેનો સતત વિરોધ કરીએ છીએ હવે જરૂર પડે તો વધુ સમય માટે પણ યાર્ડ બંધ રાખવાની સૂચના અપાય છે પોરબંદરના સમુદ્રમાં જેતપુરના કેમિકલયુક્ત પાણી વહાવવાના પ્રોજેકટને સરકારે લીલીઝંડી આપવાની સાથોસાથ પાઇપલાઇન બીછાવવા માટે જમીન સંપાદનની કામગીરી પણ આગળ વધી છે ત્યારે સેવ પોરબંદર સી કમીટીના સભ્યો તાજેતરમાં જેતપુર જઈને ઝેરી પાણીના કેરબા ભરી આવ્યા છે અને તેની સ્મશાનયાત્રા સેવ પોરબંદર સી કમિટી અને ખારવા સમાજ દ્વારા રવિવારે યોજાઇ હતી જેમાં હજારોની સંખ્યામાં શહેરીજનો સ્વયંભુ રીતે જોડાયા હતા અને વિરોધ કરીને સરકાર પ્રોજેકટ રદ કરે તેવી માંગ કરી હતી.
જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલ યુક્ત પાણી પોરબંદરના દરિયામાં નાખવા માટેની તમામ મંજૂરી કેન્દ્ર અને રાજ્ય સરકારે આપી દીધી છે ત્યારે તેનો છેલ્લા સાડા ત્રણ વર્ષથી વિરોધ કરી રહેલી સેવ પોરબંદર સી અને ખારવા સમાજ દ્વારા વિશિષ્ટ આયોજનના ભાગ રૂપે સ્મશાન યાત્રા યોજાઈ હતી સેવ પોરબંદર સી સંસ્થાના સભ્યો લોકોની આંખ ઉઘાડવા માટે જેતપુર જઈને ઝેરી પાણીના કેરબા ભરીને લઈ આવ્યા હતા. જેમાં સ્પષ્ટપણે ખ્યાલ આવે છે કે અત્યંત નુકશાનકારક આ પાણી દરિયામાં વહેવડાવવામાં આવશે તો સમુદ્રી જીવસૃષ્ટિને નહીં પણ જમીનને પણ મોટુ નુકશાન થશે.