ધ્રાંગધ્રા પંથકના અનેક વિસ્તારોમા સફેદ માટી તથા રેતી-પથ્થરનુ મસમોટુ ગેરકાયદેસર ખનન ચાલે છે દરરોજ માત્ર ધ્રાગધ્રા પંથકમા જ લાખ્ખો રુપિયાની કિમતનુ ખનીજ હેરફેર કરાય છે ત્યારે મોટીમાલવણ, વાવડી, બાવરી, નારીચાણા સહિતના વિસ્તારોમા ચાલતા ખુલ્લેઆમ રેતીના ગેરકાયદેસર ખનનમા આ ગામોના સરપંચ જ હોવાનુ ચચાઁઇ રહ્યુ છે ત્યારે હાલમા જ ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામે થતી રેતીના ખનન બાબતે ગામના સરપંચનુ નામ પણ અનેક પ્રિન્ટમિડીયાઓના અહેવાલોમા પ્રસીધ્ધ થયુ હતુ પરંતુ બાદમા એસ.ઓ.જી દ્વારા દરોડા કરી એકલ દોકલ વાહનોમા પાસ પરમિટ વિનાની ગેરકાયદેસર રેતી ઝડપી વાહનો ડીટેઇન કરી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો તેવામા હવે ધ્રાગધ્રા-માલવણહાઇવે પર આવેલા માનપુર ગામમા પણ કેટલાક ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર રેતી ખનન કરવાની બુમરામણો ઉઠવા પામી છે.
જેમા ગામલોકોના જણાવ્યા અનુશાર ધ્રાંગધ્રા તાલુકાના માલવણ ગામની નદી બે ભાગમા વહેચાયેલી છે જેમા નદીનો એક ભાગ મેથાણ ગામની સીમમા પડે છે તથા બીજો ભાગ માનપુર ગામની સીમમા પડે છે ત્યારે માનપુર ગામની સીમમા આવેલી નદીમાથી છેલ્લા કેટલાક દિવસથી કેટલાક ભુમાફીયાઓ દ્વારા વહેલી સવારથી બપોરના સમય સુધી ગેરકારદેસર રેતીનુ ખનન કરવા જોવા મળ્યા હતા જેથી ગામલોકો દ્વારા ભુમાફીયાઓને દુર કરવા પ્રયાસ કરતા ગામના જ સરપંચ પણ ભુમાફીયાની સાથે હોવાનુ ખુલ્યુ હતુ જોકે હાલ તો સરપંચ તથા અન્ય ભુમાફીયા દ્વારા રેતીનુ ખનન જોરશોરથી ચાલુ છે પરંતુ ગામ લોકો દ્વારા વિરોધ્ધ કરતા સરપંચ દ્વારા રાજકીય દબાવ લાવી ગામ લોકોને ધાપ ધમકી મારી ચુપ કરી દીધા છે ત્યારે માનપુર ગામના લોકોએ વષોઁથી સાચવેલા ખનનની ચોરી કરી પ્રકૃતિને ખુબજ નુકશાન પહોચાડી રહ્યા છે.
ત્યારે માનપુર ગામના રહિશો દ્વારા સરકાર અને તંત્ર પાસે તાત્કાલિક ધોરણે કાયઁવાહી કરી ગેરકાયદેસર થતુ રેતી ખનન અટકાવવા માંગ કરી છે.