વિદ્યાર્થીઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડતા હૃયદ દ્રવી ઉઠે તેવા દ્રશ્યો સર્જાયા: શાળાના તમામ ૧૮૭ છાત્રો

સતત ત્રીજા દિવસે શાળાએ ન ગયા: તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શાળાએ દોડી ગયા

પાટડી તાલુકાની અંબાળા પ્રાથમિક શાળાના આચાર્યની ઓવર સેટઅપના કારણે થાન બદલી કરાતા શાળાના તમામ ૧૮૭ વિદ્યાર્થીઓ સતત ત્રીજા દિવસે શાળામાં ગયા ન હતા. વાલીઓ અને ગ્રામજનો દ્વારા બદલીના વિરોધમાં ઢોલ-નગારા સાથે હલ્લાબોલ કરાયો હતો. જ્યારે શાળાના ભુલકાઓ ચોંધાર આંસુએ રડ્યાં હતા. આ ઘટનાના પગલે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શાળામાં દોડી ગયા હતા.

પાટડી તાલુકાના માલણપુર ગામના વતની જીવાભાઇ રતુભાઇ જાદવ છેલ્લા કેટલાક સમયથી પાટડી તાલુકાની અંબાળા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. એમણે આ શાળામાં વર્ષે સ્વખર્ચે પચાસ હજારથી લાખ રૂ.નો ખર્ચો કરી શાળાની કાયાપલટ કરી હતી. છેલ્લા ૩ વર્ષથી ગુણોત્સવમાં આ શાળાનો અ ગ્રેડ આવવાની સાથે આ શાળાના વિદ્યાર્થીઓ હાલમાં ઇન્ટરનેશનલ સાયંસ ફેરમાં ભાગ લેવા બેંગલોર ગયા છે. જ્યાં ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે હાજરી આપવાના છે. અંબાળા શાળાના આચાર્ય જીવાભાઇ રતુભાઇ જાદવની ઓવર સેટઅપના લીધે થાન ખાતે બદલી કરવામાં આવતા ગ્રામજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

7537d2f3 3

આ નિર્ણયના વિરોધમાં આ શાળામાં ધોરણ એકથી આઠમાં ભણતા તમામ ૧૮૭ બાળકો શુક્રવારે સતત ત્રીજા દિવસે શિક્ષણ કાર્યથી અળગા રહી સ્કુલે ગયા નહોતા. શુક્રવારે ગ્રામજનોએ પંચાયત કચેરી સામેં ઢોલ-નગારા સાથે આ નિર્ણયના વિરોધમાં હલ્લાબોલ મચાવ્યો હતો. અને શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓ ચોંધાર આંસુએ રડ્યાં હતા. પરંતુ સ્કુલે જવા માટે ટશના મશ થયા નહોંતા. જ્યારે આ અંગેની જાણ થતાં તાલુકા શિક્ષણાધિકારી આંબુભાઇ સોલંકી સહિતનો સ્ટાફે અંબાળા ગામે દોડી જઇ શાળાના આચાર્ય, શિક્ષકો અને વાલીઓ સાથે મેરોથોન મીટીંગ કરી હતી. પરંતુ કોઇ જ પરિણામ આવ્યું નહોંતુ.

આખા રાજ્યમાં એચ ટાટના મહેકમ પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને આચાર્યની બદલીનો રાજ્ય સરકારની પોલિસી પ્રમાણેનો નિતી વિષયક નિર્ણય છે. ગુરૂવારે મેં જાતે વાલીઓ સાથે અઢી કલાક મીટીંગ કરી સમજાવ્યા હતા. પરંતુ તેઓ ન માનતા એ અંગેનો મેં જીલ્લા લેવલે રીપોર્ટ પણ કરી દીધો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.