સુત્રાપાડા તાલુકાના રાખેજ ગામના ગ્રામ જનો દ્વારા પ્રાથમિક શાળા આચાર્ય ની બદલી અટકાવવા માટે ગ્રામ જનો દ્વારા જીલ્લા શિક્ષણ વિભાગ તેમજ જીલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી જણાવેલું કે રાખેજ ગામ ના પ્રાથમિક શિક્ષક ના આચાર્ય ની બદલી ના થવી જોઈએ
સુત્રાપાડા તાલુકા ના રાખેજ ગામના પ્રાથમિક શાળા આચાર્ય હાલ મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે નારણ વરસિગ પરમાર ઘણા વર્ષો થી શિક્ષક તરીકે ફરજ બજાવી શાળા ના બાળકો ની હમેશા ચિંતા કરતા શિક્ષક દ્વારા શાળા નું નામ હર હમેશા આગળ વધાર્યું છે આવા શિક્ષકો સરકારના નવા નિયોમો ને આધીન બદલી ના આદેશો કરયા છે જેના વિરોધમાં રાખેજ ગ્રામ જનો મેદાને આવ્યા છે પ્રાથમીક શાળામાં ફરજ બજાવતા નારણભાઈ વરસિગભાઈ પરમારની કાર્ય પ્રણાલી ગ્રામજનો વિદ્યાર્થીઓ શિક્ષક ગણ સાથે ખુબજ સારી છે જેથી શિક્ષક ગણ પોતે પણ ચિંતા માં છે આવા શિક્ષકો થી શાળા નું ભવિસ્ય ઉજ્વળ થતું હોય તેવા શિક્ષકો ની સરકારની ગેર નિયમો થી બદલી થી શિક્ષણ ગણ તો ઠીક ગ્રામજનો પણ વિરોધ નોંધાવી રહ્યા છે
નાનું ગામ હોવા છતાં પણ ગામમાં શિક્ષકો પોલીસ કોન્ટેબલ બેન્ક અધિકારીઓ જેવા હોનહાર સ્ટુડન્ટો ને ભણાવી ગણાવી ને રાખેજ ગામ ની શિક્ષણ સેત્રે આગવી ઓળખ કરી છે તેમજ ગામ ના શિક્ષણનું સ્તર પણ ઉંચુ આવ્યું છે
મૂળ રાખેજ ગામ વાતની પોતાના નોકરી ધંધા માટે ગામ છોળી બહાર જતા હોવાથી ગામની પ્રાથમિક શાળા માં વિદ્યાર્થીઓની સંખ્યા માં નજીવી સખ્ય ઘટી છે જેથી હાલ રાખેજ ગામમાં ફરજ બજાવતા શિક્ષક ને આજે સરકાર ના નવા નિયમ ધારા ધોરણ પ્રમાણે સ્કૂલમાં સંખ્યા ઓછો હોવાને કારણે બદલી નો ભોગ બનવું પાળે છે જેથી રાખેજ ગ્રામ જનો દ્વારા જીલ્લા શિક્ષણ અધિકારી જીલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી નારણ વરસીગ પરમાર ની બદલી ના થાઈ તેવી માંગ સાથે ગ્રામ જનો એ પણ જણાવેલું કે સરકાર દ્વારા આ બાબતે કોઈ યોગ્ય નિર્ણય ના આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આગળ આવસુ તેમજ જરૂર પળે તો સ્કૂલ ની તાળા બધી પણ કરીશુ આવી ઉગ્ર માંગ સાથે ગ્રામજનો દ્વારા સરકાર ના નિયમો સામે સવાલો ઉઠતા હવે જોવું રહ્યું કે સરકાર આ બાબતે યોગ્ય નિર્ણય શું કરે