કણસાગરા મહિલા કોલેજ દ્વારા લેઉઆ પટેલ સમાજના સહયોગથી શિબિરનું આયોજન: રંગોળી, કોથળાદોડ, મહેંદી, વકતૃત્વ નિબંધ લેખન સહિતની સ્પર્ધાઓમાં સ્થાનિક શાળાની બાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો
એકયુપ્રેશર કેમ્પ અને કાઠીયાવાડી કસુંબો કાર્યક્રમ યોજાયો: વિદ્યાર્થીનીઓ દ્વારા ધાબળા, કપડા અને ચપલનું વિતરણ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત જામનગર તથા લેઉઆ પટેલ સમાજ નાનાવડાળાના સહયોગથી કણસાગરા મહિલા કોલેજનો રાષ્ટ્રીય સેવા યોજનાની ગ્રામ આરોગ્ય સફાઈ, સાંસ્કૃતિક અને ગ્રામજાગૃતિ શિબિરનું નાનાવડાળા ખાતે તા.૨૫ થી ૩૧ ડિસેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલના રોજ કણસાગરા મહિલા કોલેજની ૧૧૫ જેટલી વિદ્યાર્થીનીઓ દ્વારા ગામની શાળાના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓ જેમકે રંગોળી સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા. નિબંધ લેખન,દોડ-કોથળા દોડ સહિત અનેક સ્પર્ધાઓ તથા ગ્રામજનો માટે રાહત દરે ચશ્મા શિબિર યોજાઈ હતી. ગામની બહેનોમાટે વાનગી સ્પર્ધા તથા સાડી સ્પર્ધા યોજાઈ હતી. રાત્રે પ્લેબેક સીંગર જયદેવ ગોસાઈ એન્ડ ગ્રુપ દ્વારા મહેફીલએ મિઝાઝ કાર્યક્રમ યોજાયો હતો. તેને નિહાળવા બહોળી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.
આ સાથે વિવિધ પ્રવૃતિઓ જેમાં એકયુપ્રેસર કપીંગ, થેરાપી, વડીલ વંદના, વકૃત્વ સ્પર્ધા, થાબળા, ચપલ, જૂના કપડા વિતરણ ચશ્મા શિબિર તેમજ રાત્રીનાં સમયે એ કાઠીયાવાડી કસુંબો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
અબતક સાથેની વાતચીત દરમિયાન સાવલીયા મોહીનીએ જણાવ્યું હતુ કે કણસાગરા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા એનએસએસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમારા ગામમાં રહી અનેક વિધ પ્રવૃત્તિઓ કરે છે. ત્યારે આજરોજ ગામની બહેનો માટે સાડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં મેં ભાગ લીધો છે અને સા પહેરીને રેમ્પ વોક કરી ઘણો આનંદ થયો મને આ સ્પર્ધામાં ત્રીજો નંબર આવ્યા છે. કોલેજની વિદ્યાર્થીનીઓને ખૂબજ સહકાર મળ્યો છે તેથી ખૂબ ખૂશ છું.
વાનગી સ્પર્ધામાં ભાગ લેનાર રસીલાબેન એ જણાવ્યુંં હતુ કે અમારા ગામમાં રાજકોટની કણસાગરા કોલેજ દ્વારા એનએસ એસ કેમ્પ યોજાયો છે. જેમાં આજે ગામની બહેનો માટે સાડી સ્પર્ધા તથા વાનગી સ્પર્ધાનું આયોજન થયું છે. તેમાં મેં પણ ભાગ લીધો છે. તેમાં મેં ઈડલી સંભાર, તથા અડદીયા બનાવેલ છે. મને પ્રથમ વખત આ સ્પર્ધામાં ભાગ લઈ ખૂબ જ આનંદ થયો. બધા જ બહેનો પોતાની રીતે અલગ અલગ સ્વાદિષ્ટ ડીશો બનાવીને લાવ્યા છે. જેમાં મારો બીજો નંબર આવ્યો છે.
જીતેન્દ્ર કુકડીયા એ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુકે દવા તેમજ ઓપરેશન વગર ગોઠણના દુખાવા, પગની તકલીફ, કે કોઈ પણ શરીરના દુખાવાના માટેની સારવાર માટે અમે લોકોએ એકયુપ્રેશર કેમ્પનું આયોજન કર્યું હતુ. ગામના ઘણા બધા લોકોએ આ સારવારનો લાભ લીધો હતો. અહી અમે કપલીંગ પધ્ધતી દ્વારા શરીરના કોઈ પણ દુખાવાને બંધ કરી આપીએ છીએ. ખીરસર હેતવીએ જણાવ્યું હતુ કે,મારી ટીમ કેદારનાથને લય અમે લોકોએ થાબળા, ચપલ, જૂના કપડાનું વિતરણ માટે ગયા હતા. આ કેમ્પમાં આવી પ્રવૃત્તિઓથી અમે ઘણુ બધુ શીખવા મળે છે. અને આગળ જતા અમારૂ ઘડતર સારૂ બને છે. આ વિતરણની જે ખૂશી ગામ લોકોને થાય એથી દશગણી વધારે અમને લોકોને આ પ્રવૃત્તિ કરવામાં મળી છે. રાજીવભાઈ શ્રીમાળીએ જણાવ્યુંં હતુકે એન.એસ.એસ. કેમ્પનો કાર્યક્રમ દર વર્ષે યોજાય છે. જે આરોગ્ય તેમજ વ્યસનને લગતા કાર્ય અને પ્રવૃત્તિઓ કરે છે. જન જાગરણ માટે આ વસ્તુ ફેલાવે છે. જે ખૂબજ સહરાનીય છે. ત્યારે આ કેમ્પમાં આવી અને પ્રોગ્રામ કરવા મળ્યો તે માટે હું યશવંત સરનો ખૂબ આભારી છૂં એન.એસ.એસ. દ્વારા હજુ વધારે જન જાગૃતિ ફેલાય અને કાર્યરત રહે એવી મારી ઈચ્છા છે.
નેશનલ સ્કુલમાં બાળ વૈજ્ઞાનિકોની કૃતિઓ નિહાળી લોકો મંત્રમુગ્ધ
નેશનલ સાયન્સ મેગા ઉત્સવ અંતર્ગત (નાના વડાણી) નેશનલ સ્કુલ ખાતે શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું જેમાં બાળકો દ્વારા વિવિધ કૃતિઓ તેમજ મોડલો રજુ કરવામાં આવ્યા હતા.
કીરીટ ભીમાણી (નેશનલ સ્કુલના સંચાલક) એ ‘અબતક’સાથેની વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ર૦ વર્ષથી તેઓ શિક્ષણ તેમજ શૈક્ષણીક સંસ્થા સાથે જોડાયેલા છે. સ્કુલમાં બાળકોને કઇ દિશા તરફ લઇ જવા તેમને કયા ક્ષેત્ર તરફ વાળવું એ માટે આજે અમે શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન કર્યુ છે. નાના બાળકો વિઘાર્થીઓ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધે એ અમારી ઉદેશ છે. હું ત્રણ સંસ્થા સાથે સંકળાયેલો છું મારી મોટી સંસ્થા લોધીકા ગામ ખાતે છે. મારી શાળાના બાળકો એજ મારા હાથપગ છે. તેમને હું સારું શીક્ષણ અને સારી દિશા આપું એ મારો ઘ્યેય છે.