મધ્યાહન ભોજનમાં વિદ્યાર્થીઓને સડેલા ચણા વાળી રસોઈ પીરસાતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો
મધ્યાહન ભોજનનું મેનું પ્રમાણે ભોજન ન આપીને સડેલા ખોરાક અપાતો હોવાની આક્ષેપ
હળવદ તાલુકાના ગોકુળીયા ગામે આજે શાળાના વિધાર્થીઓને મધ્યાહન ભોજનમાં સડેલા ચણા વાળી રસોઈ આપતા હોવાથી ગ્રામજનો રોષે ભરાયા હતા અને રોષે ભરાયેલા ગ્રામજનોએ મધ્યાહન ભોજનના રૂમને તાળાબંધી કરી હતી. તેમજ મધ્યાહન ભોજનના મેનુ પ્રમાણે ભોજન જ ન આપતું હોવાની તથા વાસી ખોરાક આપતો હોવાના આક્ષેપ સાથે આ બાબતે યોગ્ય કાર્યવાહી ન કરાઇ તો શાળાને પણ તાળાબંધી કરવાની ચીમકી આપી છે.
હળવદના ગોકુળીયા ગામે આજે શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન જે ચણા વાળી રસોઈ પીરસવામાં આવે છે .તેમાં વિધાર્થીઓ ચણા એકદમ સડેલા હોવાનું અને પશુઓ પણ ખાઈ ન શકે તેવી આ રસોઈ હોવાની ફરિયાદ કરી હતી.આ બાબતની જાણ થતાં ગ્રામજનો એકઠા થઇ ગયા હતા અને રોષે ભરાયેલા ગ્રામજનોએ મધ્યાહન ભોજનના રૂમને તાળાબંધી કરી હતી.તેમજ જો મધ્યાહન ભોજનના મેનુ પ્રમાણે જ વિધાર્થીઓને રસોઈ ન અપાઈ તો આગામી દિવસોમાં શાળાને પણ તાળાબંધી કરવાની ચીમકી આપી છે.અત્રે ઉલ્લેખનીય છે કે જાગૃત વાલીઓએ જણાવ્યું હતું કે મોટાભાગની શાળામાં મધ્યાહન ભોજનનું સરકારે આપેલું મેનુ જાણે કાગળ પર જ હોય તેમ મેનુ પ્રમાણે ક્યારેય વિધાર્થીઓને ભોજન પીરસાતું નથી.માત્ર ભાત કે ખીચડી જ આપવામાં આવે છે. સરકારે જે મેનુમાં રસોઈ કરવાનું સૂચવ્યું છે તે રસોઈ તો વિધાર્થીઓ કયારેય જોઈ પણ નથી. મધ્યાહન ભોજનમાં માત્ર વિધાર્થીઓને વાસી ખોરાક આપીને તેમના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે.તેથી ઉચકક્ષાએ આ બાબતે યોગ્ય તપાસ થાય તેવી જાગૃત વાલીઓએ માંગ કરી છે.
સરપંચ ગામમાં કઈ ધ્યાન દેતા ન હોવાનો ગ્રામજનોનો આક્ષેપ
હળવદ તાલુકાના ગોકુળિયા ગામે આજે ગ્રામજનો દ્વારા મધ્યાન ભોજન ના સડી ગયેલા ચણા નો જથ્થો ઝડપી લીધો હતો તે વેળાએ ગ્રામજનો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા કે ચરાડવા અને ગોકુળીયા ગ્રામ પંચાયત એક હોય જેના કારણે સરપંચ ગોકુળિયા ગામ માં કઈ ધ્યાન નથી દેતા