હડીયાણા ગામે કંકાવટી નદીનાં કાંઠા પાસે આથમણી દિશામાં સોની પરિવારના સતિમાનું મંદીર આવેલ છે આ મંદીરના પૂજારી નદીનચંદ્ર અગ્રાવત છેલ્લા ઘણા સમયથી હડિયાણાથી જામનગર પ્રાઇવેટમાં નોકરી કરવા માટે સવારે જાય છે અને રાત્રે નવ કલાકે છેલ્લી બસમાં અપડાઉન કરે છે પરંતુ કંકાવટી નદીમાં મોટો પુલ બાંધવામાં આવેલ છે. આ પૂલની બન્ને બાજુઓમાં લોખંડના પાઇપની સુરક્ષા ગતથ ચોમાસામાં નદીમાં ભારુ પુર આવવાના કારણે પુલની બન્ને તફરની લોખંડના પાઇપની સુરક્ષા વગરનો પુલ છેલ્લા છ માસ થયેલ હોવા છતાં તંત્રનું ઘ્યાન નથી તેના લીધે ઉપરોકત પૂજારી નવીનચંદ્ર તા. ૯-૪-૧૮ ના રોજ છેલ્લી બસમાંથી ઉતરીને પોતાના મંદીર બાજુ જતા હતા ત્યારે અચાનક પુલથી નીચે ૧પ ફુટ નીચે પડી જતા માથાના ભાગે તથા છાતીના ભાગમાં ગંભીર ઇજા થવાથી પુલની સુરક્ષા ન હોવાથી આ ગંભીર બનાવ બનેલ છે. આ પુલ ઉપરથી અવાર નવાર દિવસભર વાહન વ્યવહાર સતત ચાલુ છે તો ગ્રામજનોની લોક માંગણી છે કે પુલની સુરક્ષા લોખંડના પાઇપ લગાવવાથી આ પ્રકારના બનાવ બનતા અટકે
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,