વિકાસના કામોમાં એક તરફી કામ થતા હોય પ્રાથમિક સુવિધાઓ ન મળતા ગ્રામજનોએ ગ્રામ પંચાયતનો ઘેરાવ કર્યો હતો
કેશોદ તાલુકાનાં મેસવાણ ગામે વિકાસના કામો થયા છે તેમાં ભ્રષ્ટાચાર થયોછે અને સરપંચ દ્વારા એક તરફી વલણ અપનાવતા હોય અમુક વિસ્તારોમાં જ વિકાસના કામો થતા હોય તેવા આક્ષેપ સાથે દેવીપુજક વિસ્તાર તથા ટીટોડી વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારના રહેવાસીઓએ ગ્રામ પંચાયત કચેરીનો ઘેરાવ કર્યો હતો
મેસવાણ ગામે દોઢસોથી બસ્સો દેવીપુજક પરિવારો રહેછે જે વિસ્તારના લોકો પાસે રહેવા પાકા મકાન નથી પ્લોટ મળેલ નથી ચૌશાલયની સુવિધા નથી બીપીએલ રેશનકાર્ડ સહીતની સરકારી કોઈ સહાય કે લાભ મળેલ નથી જે બાબતે દેવીપુજક પરિવાર રોષ વ્યક્ત કર્યો હતો
આઠ મહીના પહેલા સીસી રોડનુ પાંચ લાખના ખર્ચે કામ મંજુર થયેલ હતુ જે ગ્રાન્ટમાંથી ગામના ચોકમાં સીસી રોડ બનાવવામાં આવેલ તે આઠ જ મહીનામાં તુટી ગયેલછે જે સીસી રોડમાં ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે તેમાં ગ્રામ પંચાયતના જવાબદાર ને સસ્પેન્ડ કરવામાં આવે તેવી ગ્રામજનો માંગણી કરી રહ્યા છે
મેસવાણ ગામે એસસી એસટીની પાંચ લાખની ગ્રાન્ટ હતી તેમાં ફેરફાર કરી અન્ય જગ્યાએ સાડાત્રણ લાખની ગ્રાન્ટ નો ઉપયોગ કરવામાં આવ્યોછે જે વધેલા દોઢ લાખથી આંબેડકર ભવનનું કામ પુર્ણ થાય તેમ નથી તેમજ ગ્રામ પંચાયતના અદયક્ષ નુ તલાટી મંત્રી કે સરપંચ કોઈ સાંભળતું નથી અને ગ્રામ પંચાયત અદયક્ષે આક્ષેપ કરતા જણાવ્યુ હતું કે સરપંચ એક તરફી કામ કરી રહ્યા છે જે બાબતે દશ દિવસમાં જવાબ નહી મળે તો આંદોલન કરવામાં આવશે તેવુ જણાવેલછે
દેવીંપૂજક વિસ્તાર તથા ટીટોડી વિસ્તારના રહેવાસીઓ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે તેની રજુઆત તથા એક તરફી વલણ અને વિકાસના કામોમાં થતા ભ્રષ્ટાચાર બાબત ગ્રામ પંચાયત સરપંચે ખુલાસો કર્યો હતો કે મે એક તરફી કામો કર્યા નથી કે ગેરરીતી કરેલ નથી એસટીમેંટ પ્રમાણે જ કામો કર્યા છે.