સંસ્કાર રૂરલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનનું ઉચ્ચ અધિકારીઓને આવેદન
ગીર સોમનાથ જીલ્લા ના સુત્રાપાડા તાલુકા ના આણંદપરા ગામ છેવાડાનું ગામ છે જે ગામડે જવા માટે પાકો રસ્તો નથી આ ગામ માં આઝાદી પછી એકજ વખત રસ્તો બનાવવામાં આવેલ છે રસ્તા ના કારણે આ ગામ અનેક સુવિધાઓથી વંચિત છે આ અતિ પછાત છે આ રસ્તા ના કારણે એસ. ટી. બસ જેવી સુવિધાવો બંધ છે જેથી કામે જતા મજૂરો ને તથા આજુબાજુ ના ગ્રામજનો ને મુશ્કેલી નો સામનો કરવો પડે છે આ ગામ ની બાજુમાં અબુંજા કંપની ની લીજ આવેલી છે જેથી આ લીજ માં આણંદપરા, રામપરા, કુકરાશ, ભેટાળી જેવા ગામ ની જમીન નો લીજ માં સમાવેશ થાય છે પરંતુ કંપની દ્વારા કોઈ પણ જાતની સુવીધાઓ આપવા માં આવતી નથી. આણંદપરા થી ગોરખમઢી જવા માટે રસ્તા માં મોટા મોટા ખાડા પડી ગયા છે જેથી ગામ માં ૧૦૮ જેવી સુવીધાઓ પણ મળી શકતી નથીે આણંદપરા થી ગોરખમઢી નો રસ્તો અતિ ખરાબ હોવા ના કારણે વારંવાર અકસ્માત થવાનો સંભવ રહે છે રસ્તા ના કારણે આ ગામ માં અઘટિત ઘટના ના બને તે પેહલા આણંદપરા થી ગોરખમઢી સુધી નો રસ્તો તાત્કાલિક પેવરથી બનાવામાં આવે તેવી આણંદપરા તેમજ આજુ બાજુ ના ગ્રામ જનો તેમજ યુવાનો તેમજ સંસ્કાર રૂરલ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન ના પ્રમુખ બાબુ ભાઈ વાજા તથા વિજય વાઢેર તથા અરવિંદ ભાઈ બામણિયા દ્વારા જવાબદાર અધિકારી ને રજુઆત કરવામાં આવેલ છે.