વિસાવદર તાલુકાના મામલતદાર કચેરીના રેવન્યુ તલાટીની સરમુખ્યાતાર શાહીથી પ્રજાજનો હેરાન પરેશાન હોય હાલના રેવન્યુ તલાટી તે સરકાર દ્વારા સોંપવામાં આવેલ કામગીરીની અવગણના કરી કોઇપણ ગામે જતા ન હોય અરજદારોને રેવન્યુ અંગે કોઇપણ પ્રકારની કામગીરી હોય તો તેની રાહ જોવામાં આવે છે. રેવન્યુ તલાટી ઓફીસે હાજર ન હોય તેમજ ગામડે જતા ન હોય તો અરજદારો ને શું કરવાનું ? આ અંગે જો કોઇ અધિકારી વાત કરે તો અરજદારો સાથે તોછડાઇ ભર્યુ વર્તન કરે છે. આ અંગેની જાણ પ્રેસ મિડિયાને થતાં પ્રેસ મિડિયા સાથે પણ અભદ્ર ભાષા તોછડાઇ ભર્યુ વર્તન કરવામાં આવે છે. અમુક રેવન્યુ તલાટી બહુ મોટી લાગવગ ધરાવતા હોવાથી તેઓની સામે કોઇપણ પ્રકારની કાર્યવાહી થતી નથી. આમ અરજદારો ના કામોને ટલ્લે ચડાવનાર રેવન્યુ તલાટીની તપાસ થવી જોઇએ, જો આમ નહિ થાય તો આવનાર સમયમાં અરજદારો દ્વારા ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે.
હાલના રેવન્યુ તલાટી મામલતદારના હુકમોનું અવગણના કરતા હોય અથવા મામલતદાર કઇ કહેતા ન હોય અથવા તેના કહ્યામાં ન હોય તેવું ફલીત થાય છે. રેવન્યુ તલાટી પાસે જયારે અરજદારો કંઇપણ કામ લઇને જતા હોય ત્યારે રેવન્યુ તલાટી દ્વારા અરજદારો પાસેથી પરિપત્ર માંગવામાં આવે છે તેમજ તેઓ દ્વારા કહેવામાં આવે છે કે જો અમારે કામગીરી કરવાની થતી હોય તો અમોને જોબચાર્ટ બતાવો, પરંતુ અરજદારો આવા જવાબ સાંભળીને નિરાશ થઇ ને જતા રહે છે. સરકારી બાબુ બની બેઠેલા અને પોતે જો હુકમી ચલાવતા રેવન્યુ તલાટી કયારે અરજદારોના કામો કરશે તે હવે તો ભગવાન જ જાણી શકે? કારણ કે આ લોકોના પરિપત્રો અને જોબચાર્ટ તો અરજદારો પાસે હોઇ નહી અને ઉપલા અધિકારી નો સુચનાનું પાલન પણ ન હોય જેથી યોગ્ય નિર્ણય થવા મુખ્યમંત્રીને પણ રજુઆત કરવામાં આવનાર હોવાનું યાદીમાં જણાવાયું છે.