સિંહ પ્રેમીઓ દ્વારા સિંહ સ્મારક બનાવાયું
તમે વિશ્વમાં ભગવાન દેવી દેવતાના મંદિરો જોયા હશે પરંતુ અમરેલી જિલ્લામાં રાજુલા પંથકમાં એશિયાટિક સિંહનું સ્મારક મંદિર વિશ્વ સિંહ દિવસમાં પૂજા અર્ચના કરી આરતીઓ કરી સિંહના સ્મારકના દર્શન કરવામાં આવે છે.
2014માં અમરેલી જિલ્લામાં સિંહોનું પહેલી વખત રેલવે ટ્રેકમાં અકસ્માત થયું હતું . રાજુલાના ભેરાઇ ગામ નજીક આવેલ રેલવે ટ્રેક ઉપર ગુડ્સ ટ્રેનની હડફેટે 2 સિંહો આવતા તેનું મોત નીપજયું હતું . તેથી આ વિસ્તારમાં શોકમય માહોલ અને સિંહ પ્રેમીઓ પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામાં એકઠા થયા . ભેરાઇ ગ્રામજનોમાં પણ સિંહો પ્રત્યે લાગણીઓ હોવાને કારણે પર્યાવરણ પ્રેમીઓ દ્વારા સિંહના સ્મારક બનાવનું નક્કી કર્યું હતું . ભેરાઇ ગામના ખેડૂત હરસુરભાઈ રામએ પોતાની જમીન આપી અને સિંહ પ્રેમીઓ પર્યાવરણ પ્રેમીઓ અલગ અલગ દાતાઓ મારફતે સિંહ સ્મારક રેલવે ટ્રેક વિસ્તારમાં બનાવ્યું જેમાં સ્થાનિકો નિયમિત પૂજા અર્ચના કરી મંદિરની દેખરેખ પણ રાખી રહ્યા છે .
વિશ્વ સિંહ દીવસ નિમિતે અહીં દર વર્ષે પર્યાવરણ પ્રેમીઓ નેચર ક્લબ સંસ્થા સહિત ગ્રામજનોમાં વનવિભાગના અધિકારીઓ કર્મચારીઓ સાથે અહીં પૂજા અર્ચના કરી સિંહ સ્મારકની આરતીઓ ઉતારવામાં આવી રહી છે જેના કારણે મંદિર દિવસે દિવસે પ્રખ્યાત બની રહ્યું છે ચારે તરફ ગાઢ જંગલ જેવો માહોલ વચ્ચે આ સિંહ સ્મારક રેલવે ટ્રેકની સામે જ આવેલું છે.
મોટી સંખ્યામાં સ્થાનિકો સિંહ પ્રેમીઓ વનવિભાગના અધિકારીઓ ઉપસ્થિત વચ્ચે સિંહ ચાલીસા સહિત કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે મોટી સંખ્યામાં લોકો અહીં સિંહ સ્મારક દર્શન કરવા અને સિંહનું મંદિર ની વાત સાંભળી બહારના લોકો પણ આવી રહ્યા છે જેના કારણે આ વિસ્તારના લોકો ગૌરવ અનુભવી રહ્યા છે અને સિંહો પ્રત્યે આત્મય લગાવ હોવાને કારણે લોકોને સિંહો ગમે તેટલું નુકસાન કરે તેમ છતાં સિંહો પ્રત્યે આ વિસ્તારમાં આદર અને લાગણીઓ જોવા મળી રહી છે.
સિંહની પૂનમ ગણતરીમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાં સિંહોનો આંકડો નોંધાયો છે . સૌરાષ્ટ્રમાં વનવિભાગની છેલ્લી પૂનમ ગણતરી પ્રમાણે અમરેલી જિલ્લામાં સૌવથી વધુ સિંહોની સંખ્યા નોંધાય હતી જેમાં કોસ્ટલ વિસ્તાર રાજુલા જાફરાબાદ માં રેવન્યુ અને માનવ વસાહત વચ્ચે સિંહો વસવાટ કરી રહ્યા છે ભેરાઇ રામપરા પીપાવાવ વિસ્તારમાં આવેલ રેલવે ટ્રેક આસપાસ સૌવથી વધારે સિંહોના ટ્રેક આસપાસ વસવાટ કરી રહ્યા છે સ્થાનિક ખેડૂતો માલધારીઓ પણ વનવિભાગ જેટલું જ સિંહોનું ધ્યાન રાખી સાચવી રહ્યા છે તેના કારણે વનવિભાગ પણ ગૌરવ લઈ રહ્યું છે.