- સિંહ સંરક્ષણના સામુહિક સંકલપ,સિંંહના મુખવટા સાથે રેલી સિંહ ચાલીસા સહિતના યોજાયા કાર્યક્રમો
- સિંંહ અને સૌરાષ્ટ્રનો નાતો સદીઓ જુનો ગણાય છે. 10 ઓગષ્ટે વિશ્ર્વ સિંહ દિવસની ઉજવણી સૌરાષ્ટ્રમાં અલગ અંદાજમાં જ થાય. ગઈકાલે વિશ્ર્વ સિંહ દિવસે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર સંરક્ષણના સંકલ્પ, રેલી અને સિંહ મંદિરે સિંહ ચાલીસા યજ્ઞ સહિતના કાર્યક્રમો સાથે સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સુત્રાપાડા
પ્રશ્નાવડા ગામે જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી ગાયત્રી સીમ શાળા માં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોએ શાળા ના વિસ્તારમાં સિંહ ના મોહરા પહેરી બેનર સાથે સૂત્રોચ્ચાર કરી લોકોમાં જાગૃતિ માટે રેલી કાઢી હતી. તેમજ શાળાના શિક્ષકોએ બાળકોને સિંહ નું મહત્વ સમજાવી તેના સંરક્ષણ માટે બાળકોને પ્રતિજ્ઞા લેવડાવી હતી. શાળાના શિક્ષક સોલંકી રાજેશ ભાઈ તથા આચાર્ય જયેન્દ્રસિંહ જાદવ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું
અમરેલી
અમરેલીમાં શાંતાબેન હરિભાઇ ગજેરા કેમ્પસના પ્રમુખ વસંતભાઇ ગજેરાની ખાસ ઉપસ્થિતમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી, આપણા ગીરનું ગૌરવ સિંહ એટલે બહાદુરી વીરતા શોર્ય અને શક્તિનું પ્રતીક માનવમાં આવે છે. જેથી આપણે પણ સાવજ ની ધરતીના રહેવાસી તરીકે ગૌરવ અનુભવીએ છીએ ત્યારે સિંહનું જતન, રક્ષણ અને સંવર્ધન કરવું આપણી ફરજ છે. આ હેતુ સાથે આપણી શાન, ગીરનું ગૌરવ સિંહ જેવા નારાઓ સાથે વિદ્યાર્થીઓએ સિંહ ના મોહરા પેહરીને સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી, તેમજ સિંહના ભવિષ્ય અને તેના રક્ષણ વિશે માહિતગાર કર્યા, આ કાર્યક્રમને સફળ બનાવવા કેમ્પસના પ્રમુખ વસંતભાઇ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ, કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઇ પેથાણી તેમજ પ્રિન્સિપાલ અને શિક્ષકો વિશ્વ સિંહ દિવસ રેલીમાં સાથે જોડ્યા હતા…
ધ્રાંગધ્રા
સુરેન્દ્રનગર જિલ્લાનાં ધાંગધ્રા શહેરના સંસ્કારધામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા “વિશ્વ સિંહ દિવસ”ની સિંહના માસ્ક પહેરી રેલી યોજી ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકોએ લોકોમાં સિંહોના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુસર સિંહના માસ્ક પહેરી રેલી યોજી હતી. તેમજ ગુજરાતના એશીયાટીક સિંહોનું સ્વર્ધન કરી તેઓનું રક્ષણ અને જતન કરવા અંગે પ્રતિજ્ઞા લીધી હતી આ વિશેષ દિવસ નિમિત્તે યોજાયેલ આ રેલીમાં શાળાના આચાર્ય,શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
ગીરગઢડા
નાયબ વન સંરક્ષક ધારી ઝાલા ઉના ઓડેદરા આર.એફ.ઓ. જસાધાર ભરવાડના માર્ગદર્શન હેઠળ ગુજરાત ના ગૌરવ ગીર ના સિંહ ના સંંરક્ષણ નો આજે ધોકડવા ગામે સંક્લ્પ કરાયો.તેમા બાળકો તેમજ ગામ લોકો ને સિંહ વિશે વિવિધ રીતે અવગત કર્યા અને સિંહ ની જાળવણી કરવા માટે શપથ લીધા હતા.સમસ્ત ગામ માં દરેક સ્કૂલ ના બાળકો તેમજ ગામ લોકો એ રેલી કાઢી સિંહ દિવસ વીશે સુત્રો દ્વારા ગામ લોકો ને અવગત કરવામાં આવ્યા.તેમા ધોકડવા ગામ ની તમામ શાળાઓ ના શિક્ષક તેમજ બાળકો ગામ ના ચેમ્બર ઓફ કોમર્સના વેપારી મિત્રો સહિત આગેવાનો ગામ લોકો જોડાયા હતા
ચોટીલા
આણંદપુર (ભા)પે.સે.શાળા માં 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી તે અંતર્ગત ગામ માં રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઇ, હાઈસ્કુલના આચાર્ય દિલીપભાઈ , ગામલોકો,વિદ્યાર્થીઓ અને શાળાનો સ્ટાફ, ડીઆઈ અને સીપીઓ પણ જોડાયા હતા. સમગ્ર રેલીનું આયોજન એસપીસીના કેડેટ્સ દ્વારા કરવામાં આવેલ હતું.
વિસાવદર
એડ્યું વર્લ્ડ ગ્લોબલ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ-ચાપરડામાં શાળાના તમામ વિદ્યાર્થીઓ તેમજ તમામ સ્ટાફગણદ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે શાળાના તમામ વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર કેમ્પસમાં રેલી કાઢીને જંગલ બચાઓ, સિંહ બચાવોના નારા સાથે ફેરવવામાં આવેલ હતી. અને વિદ્યાર્થીઓને શાળામાં સિંહ વિશેની શોર્ટ ફિલ્મ પણ બતાવવામાં આવેલ હતી.તેમજ શાળા દ્વારા એશીયાઇ સિંહોના સંરક્ષણ માટેની લોકોમાં જાગૃતિ આવે તે અર્થે આ ઉજવણી કરવામાં આવે છે. આ તકે સંસ્થાના આદ્યસ્થાપકપરમ પૂજ્ય મુક્તાનંદબાપુ, શાળાના કમિટી મેમ્બર સંજયભાઈ વઘાસીયા, નામદેવભાઈ ગામોટ તેમજ દિપકભાઈ પરમાર પ્રિન્સીપાલ હર્મેશ શર્મા તેમજ વાઈસ-પ્રિન્સીપાલ સુધાંશુ શર્મા, તેમજ સમગ્ર સ્ટાફશાળા પરિવાર તરફથી શુભેચ્છા અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
રાજુલા
10 મી ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ ઉજવવા માં આવે છે ત્યારે રાજુલા તાલુકાના ભેરાઈ ગામમાં દુનિયાનું એકમાત્ર સિંહ મંદિર
ગુજરાતના ગૌરવ ગીર ના સિંહનાસંરક્ષણ નો સંકલ્પ કરીએ આ સિંહ મંદિરે સિંહ ચાલીસા મહાઆરતી પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યુ હતુ આ પ્રસંગે રાજુલા ના ઘારાસભ્ય હીરાભાઈ સોલંકી વનવિભાગ ના આર.એફ.ઓ.રાઠોડ સાહેબ હરસુરભાઈ લાલાભાઈ કથડભાઈરામ હરસુરભાઈ રામ જમીન ના દાતાશ્રી
મનસુખ વાઘેલા ચેતન ઠાકર વિક્રમભાઈ ઘાખડા પંકજસોની ચેતનભાઈ વ્યાસ મંગાભાઈ રામ દુલાભાઈ રામ લાભાભાઈ રામરાજુલા નેચર ક્લબ પ્રમુખ વિપુલ લહેરી એ આભાર વિધી કરી હતી વનવિભાગ અને હીરાભાઈ સોલંકી સિંહ પુસ્તક આપી ને ખેશ પહેરાવી વિપુલ લહેરી એ બઘા સિંહપ્રેમી નુ સન્માનિત કર્યા હતા