મહિલા સાથે મહંતનો વીડિયો ઉતારી બ્લેક મેઈલીંગ કરી પૈસા પડાવવા ત્રાસ આપતા ઝેરી ટીકડા ખાઈ મહંતે આપઘાત કર્યો ’તો
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચર્ચાસ્પદ બનેલા આ કેસમાં છેલ્લા ઘણાં સમયથી આરોપી વિક્રમ સોહલા (રહે. ગાંધીગ્રામ) ને કુવાડવા રોડ પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ શોધતી હતી. તેને અને અન્ય બે આરોપીઓને પકડવા માટે પોલીસની જુદી જુદી ટીમો પણ બનાવાઈ હતી. પરંતુ અત્યાર સુધી સફળતા મળતી ન હતી. આખરે કુવાડવા રોડ પોલીસને ચોક્કસ બાતમી મળતા ચોટીલા વોચ ગોવી બસમાંથી ઉતરતા જ વિક્રમને ઝડપી લઈ કુવાડવા રોડ પોલીસ મથકે લવાયો હતો.
સ્યુસાઈટ નોટમાં ત્રણનો ઉલ્લેખ હતો મૃતકના બે ભત્રીજાની શોધખોળ
તેની પુછપરછમાં આ કેસમાં અનેક નવા ખુલાસા થવાની સંભાવના દર્શાવવામાં આવે છે. આ કેસમાં આ અગાઉ ડો.નિલેશ ગોપાલભાઈ નિમાવત (એમએસ)(રહે. સરકારી કવાર્ટર) અને સરકારી વકીલ રક્ષીત વસંતભાઈ કલોલા(રહે. શાસ્ત્રીનગર, નાનામવા)ની ધ2પકડ થઈ ચુકી છે.જયારે અલ્પેશ સોલંકી (રહે. પેઢાવાડા, તા. કોડીનાર) અને હિતેષ જાદવ (રહે: પ્રશ્નાવાડા, તા. સુત્રાપાડા) અને વિક્રમ સોહલા ઘણાં સમયથી વોન્ટેડ હતા.
પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું હતું કે મહંતનો કોઈ મહિલા સાથેનો વિડીયો ઉતારી આરોપીઓ હિતેષ જાદવ અને અલ્પેશ સોલંકી તેમને અસહ્ય ત્રાસ આપતા હતા. એટલુ જંનહી બ્લેકમેઈલીંગ કરી પૈસા પણ પડાવતા હતા. બંને આરોપીઓની સાથે ત્રીજો આરોપીવિક્રમ પણ મહંત પર ત્રાસ ગુજારતો હતો. આ ઉપરાંત તેણે મહંતને ગઈ તા.30-5-21 ના રોજ લાકડી વતી મારકુટ પણ કરી હતી. આ રીતે ત્રણેય આરોપીઓના અસહ્ય ત્રાસથી કંટાળી મહંતે પોતાના આશ્રમના રૂમમા ઝેરી ટીકડા ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ પગલુ ભરતા પહેલા સ્યુસાઈડ નોટમાં ત્રણેય આરોપીઓનો ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો, ત્રણેય આરોપીઓને આ કેસમાંથી રેક બચાવવા માટે આરોપી વકીલ રક્ષીત અને ડો.નિમાવત દ્વારા મહંતના મોતને જ કુદરતી મૃત્યુમા ખપાવી દેવા માટે પૂર્વયોજીત કાવતરૂ ઘડયું હતું. એટલુ જ નહી આરોપી રક્ષીત દ્વારા મહંતે લખેલી સ્યુસાઈડ નોટ અને પોતાના પૂર્વાશ્રમની પેઢાવાડાની મિલ્કત બાબતેના લખાણનો કાગળ એટલે કે વીલ પણ રફેદફે કરવાનો પ્રયાસ કરાયો હતો.