ઈસરો ઈતિહાસની પેનલ, મંગળયાન, ચંદ્રયાનના મોડલ્સ, કૃત્રિમ ઉપગ્રહની એપ્લીકેશન સમજાવતી પેનલ તેમજ ઈસરોની ડોકયુમેન્ટરી સહિતની ફિલ્મોનું આયોજન કરાયું
વિક્રમ સારાભાઈ સ્પેશ એકઝીબીશન, સ્પેશ એપ્લિકેશન-અમદાવાદ અને ગુજકોસ્ટ, ગાંધીનગર પ્રેરિત એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધ્રોલના સયુકત ઉપક્રમે જામનગર જિલ્લાની તમામ પ્રાથમિક-માધ્યમિક શાળા-કોલેજ તેમજ ખગોળ ક્ષેત્રમાં રસ ધરાવનાર વિદ્યાર્થી,શિક્ષકો અને આમજનતા માટે ત્રિદિવસીય ઈસરો સ્પેશ એકઝીબીશન અને ઈસરોનાં સીનીયર વૈજ્ઞાનીકો સાથે જિલ્લાના ખગોળ પ્રેમી લોકોને સીધાજ સંવાદનો અવસર મળે તેવુ આયોજન કરવામાં આવેલ હતું. અવકાશ તકનીકી ઓ અને એપ્લીકેશનો ક્ષેત્રે લોકોમાં જાગૃતિ લાવી ઈસરો વધુમાં વુ લોકો સુધી પહોચે, સમાજને સીધોજ લાભ મળે તેવા અવકાશ આધારીત કાર્યક્રમોના ઉપયોગને પ્રોત્સાહન મળે,દ્રશ્ય શ્રાવ્ય તેમજ વર્કિંગ મોડેલ્સ દ્વારા બાળકો અવકાશ વિજ્ઞાન સરળતાથી સમજે, અવકાશીય ક્ષેત્રે કારર્કિદી બનાવવા યુવાનોને પ્રેરીત કરવાના ઉદ્દેશથીઆ કાર્યક્રમ પ્રયોજેલ હતા. કાર્યક્રમોની ઉધ્ઘાટનવિધીમાં અધ્યક્ષ અને ઉદ્ઘાટન તરીકે સંસ્થાનાં ચેરમેન હરસુખભાઈ મહેતા અને ઈસરોના વૈજ્ઞાનીક સતિશ રાઓ, ભગીરથભાઈ માંકડ, ડો.દિપકભાઈ પંડયા, ધવલભાઈ પટેલ, સચિનભાઈ ચૌહાણ તજજ્ઞ અને મુખ્યમહેમાનો તરીકે રહેલ.
શાબ્દિક સ્વાગત સંસ્થાનાં સેક્રેટરી સુધાબેન ખેંઢેરિયાએ, આભારવિધી હંસાબેન મહેતાએ, ઉધ્ઘાટન સમારંંભનું સંચાલ ધુતિબેન મહેતાએ કરેલ. કાર્યક્રમનું ઉદ્ઘાટન દિપ પ્રજવલિત કરીને તેમજ કેન્દ્રના સંજય પંડયાએ વૈજ્ઞાનીક રીતે ઉદ્દઘાટન મહેમાનશ્રીઓના હસ્તે કાગળનાં રોકેટ ઉડાવીને કરવામાં આવેલ હતા ત્રિદિવસીય વિક્રમ સારાભાઈ સ્પેશ એકઝીબીશનમાં ૧૦૦ જેટલી શાળાઓ ૧૫૦૦૦ જેટલા વિદ્યાર્થી-શિક્ષકો-આમજનતાએ એકઝીબીશન ની મુલાકાત લીધેલ. સમગ્ર કાર્યક્રમને ચાર વિભાગમા વિભાજીત કરેલ જેમાં પહેલા સેશનમાં લાભાર્થીને સંપુર્ણ એકઝીબીશન જેમાં ઈસરોના ઈતિહાસની પેનલ, કાર્ટોેસેટ, રીસોર્સસેટ, મંગળયાન, ચંદ્રયાનનાં મોડેલ્સ, પી.એસ.એલ.વી. જી.એસ.એલ.વી. એમ.કે.જેવા લોન્ચ વ્હીકલ અને રોકેેટનાં મોડેલ્સ, કૃત્રિમ ઉપગ્રહમાં ઉપયોગી સાચા પાર્ટસ અને સાધનોનું પ્રદર્શન, કુત્રિમ ઉપગ્રહનાં વક્રિંગ મોડેલ્સ, કૃત્રિમ ઉપગ્રહની એપ્લીકેશ સમજાવતી પેનલ્સ બતાવેલ હતા બીજા સેશનમા લાભાર્થીમાટે ઈસરોની ડોકયુમેન્ટરી ફિલ્મોનું આયોજન કરેલ.
ત્રીજો સેશન વૈજ્ઞાનિકો સાથે સીધો સંવાદનો રાખેલ જેમાં તમામ મુલાકાતી લોકો ખગોળક્ષેત્રના પોતાને ઉદ્દભવતા પ્રશ્ર્નો સીધા જ ખગોળ વિજ્ઞાનનીઓને પુછતા જેનો તમામ મુલાકાતી લોકો ખગોળક્ષેત્રના પોતાને ઉદભવતા પ્રશ્ર્નો સીધાજ ખગોળ વિજ્ઞાનીઓને પુછતા જેનો જવાબ તેઓ સંતોષકારક આપતા. ચોથા સેશનમાં વિજ્ઞાનકેન્દ્રના સાયન્સ મ્યુઝિયમ ૧૦૦ જેટલા વકિંગ મોડેલ્સનો લાભ બધા જેટલા શિક્ષકો તેમજ સંસ્થાના સમગ્ર વિભાગના વડાઓએ ભારે જહેમત ઉઠાવેલ સંમગ્ર કાર્યક્રમનું સંચાલન આયોજન કેન્દ્રના પ્રોગામ ઓફિસ સંજય પંડયા અને માર્ગદર્શન સંસ્થાના સેક્રેટરી સુધાબેન ખંઢેરિયાએ પુરૂ પાડેલ હતું.