જિલ્લા પંચાયત પ્રમુખ રામીબેન વાજા દ્વારા 600થી વધુ કામોનું ઈ-ખાતમૂહૂર્ત કરાયું: વિવિધ યોજનાઓનાં લાભાર્થીઓને મંજુરી હુકમ એનાયત કરાયો
ગીર સોમનાથમાં જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજાની અધ્યક્ષતામાં કોમ્યુનિટી હોલ, વેરાવળ ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા ફેઝ 2.0નો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. જેમા જિલ્લાના 613 કામોનુ રૂ. 48.70 કરોડના વિકાસકાર્યોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામા આવ્યુ અને વિવિધ યોજનાઓનાં લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે પુર્વ મંજુરી હુકમ એનાયત કરવામાં આવ્યા હતા.
વિશ્વાસથી વિકાસ કાર્યક્રમ બીજા તબક્કામાં જિલ્લાના મહાનુભાવો અને સ્થાનિક પદાધિકારીઓના હસ્તે એન.આર એલ.એમ યોજના, ખેતીવાડી વિભાગ,વિધવા સહાય સહિતની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ ને પુર્વ મંજુરી હુકમ એનાયત કરવામા આવ્યા હતા. તેમજ માર્ગ મકાન વિભાગ કુલ રુ.17.83 કરોડ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રુ.8.64,પંચાયત અને ગૃહ નિર્માણ વિભાગના રુ.3.16 કરોડ, ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન રુ 9.08 કરોડ, સામાન્ય વહીવટ વિભાગ રુ. 7.30 કરોડ, બંદરો અને પરીવહન વિભાગ 1.60 કરોડ ,ગ્રામ્ય વિકાસ વિભાગ રુ.1.07 કરોડ મળીને સાત વિભાગના કુલ. 613 કામોના માટે કૂલ રુ.48.70 કરોડના વિકાસકાર્યોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામા આવ્યા હતા.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખએ જણાવ્યુ હતુ કે, ગુજરાતના છેવાડાના એક પણ લાભાર્થી લાભોથી વંચીત ના રહે તે માટે સરકાર સતત લોકોની ચિતાં કરે છે. કોરોના સમયમાં પણ સરકાર લોકોની પડખે રહી હતી. સરકાર વિકાસ કાર્યમા ડબલ એન્જિનની ગતીએ આગળ વધી રહી છે. દરીયાઇ વિસ્તારના લોકોની ચિંતા કરીને તેઓના કલ્યાણ માટે અનેક વિકાસના કામો અમલી કર્યા છે.
પુર્વ કેબીનેટ મંત્રી જશાભાઈ બારડે જણાવ્યુ હતુ કે, વિશ્વના દેશો ભારતને આર્થિક વિકાસમાં અગ્રેસર દેશ તરીકે જોવા લાગ્યા છે. આયુષ્યમાન કાર્ડ દ્વારા પ્રાઈવેટ હોસ્પિટલમાં છેવાડાના લોકો રુ. 5.0 લાખ સુધીની સારવાર તદન વિનામુલ્યે કરાવી શકે છે. આ યોજના વિશ્વની સૌથી મોટી યોજના સાકાર થઇ છે.
આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઈ પરમાર એ વિવિધ યોજનાઓની વાત કરતા કહ્યું હતું કે, સરકારે વિવિધ વિસંગતતાઓને દૂર કરી અને સરળતાથી યોજનાઓના લાભો લોકોને પારદર્શિતાથી મળે તેવું આયોજન કરાયું છે.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.કે.મકવાણા કર્યુ હતુ. આ પ્રસંગે પૂર્વ બીજ નીગમ ચેરમેન શ્રી રાજશીભાઈ જોટવા, પુર્વ સંસદીય સચિવ જેઠાભાઈ સોલંકી, જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ, જિલ્લા પુરવઠા અધિકારી રાહુલ ગમારા, પ્રાંત અધિકારી શ્રી સરયુબા જસરોટિયા સહિત મામલતદાર ઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ પદાધિકારીઓ સહિતના મહાનુભવો અને લોકો ઉપસ્થિતિ રહ્યા હતા.
કાર્યક્રમમાં માહીતી ખાતા દ્વારા સાહિત્ય વિતરણ કરાયું
ગીર સોમનાથમાં નગરપાલીકા કોમ્યુનિટી હોલ, વેરાવળ ખાતે વિશ્વાસથી વિકાસયાત્રા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં યોજાયો હતો. જેમા માહીતી ખાતા દ્વારા સાહિત્ય વિતરણ કરાયું. વિશ્વાસથી વિકાસના બીજા તબક્કાના કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓ અને મામલતદારઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ પદાધિકારીઓ સહિતના મહાનુભવો અને લોકો ઉપસ્થિતિ રહ્યા હતા જેમાં સરકારનીના વિવિધ યોજના તેમજ કામગીરી અને વિકાસને લગતું સાહિત્ય માહિતી ખાતા દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.