વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતાં ભારતની લોકશાહીને 15મી ઓગષ્ટ, 2021ના રોજ 75 વર્ષની મઝલ કાપ્યાની સિમાંચિહ્નરૂપ સિધ્ધી મળી રહી છે ત્યારે આધુનિક વિશ્ર્વ માટે ભારતનું લોકતંત્ર એક આદર્શ વ્યવસ્થા તંત્ર તરીકે પ્રેરણામૂર્તિ બની રહી છે.

તંદુરસ્ત લોકશાહી માટે ચુંટણી વ્યવસ્થા અને નિષ્ઠાવાન રાજકીય પક્ષોની સક્રિય ભૂમિકાની જેમ જ રાષ્ટ્રવાદ અને રાજનૈતિક અભિગમ ખૂબ જ મહત્વના પરિમાણ બની રહે છે. લોકતંત્રમાં મતની ખેવના રાખી રાજકારણ ખેલનારાઓની કારર્કિદી અલ્પજીવી ગણાય છે પરંતુ લોકોની સાચી જરૂરીયાત રાષ્ટ્રસેવા અને ચોક્કસ અભિગમથી રાષ્ટ્રસેવા કરનારને લોકો અને લોકતંત્ર સારી રીતે અપનાવે છે.

દેશના લોકતાંત્રિક રાજદ્વારી ઇતિહાસમાં અનેક મુદ્ાઓથી ચુંટણી લડવાની એક આગવી પરંપરા રહી છે પરંતુ નરેન્દ્ર મોદીના રાજકીય પદાપર્ણના પગલે ગુજરાતમાંથી શરૂ થયેલી ‘વિકાસ’ની રાજનીતી ખૂબ જ ટૂંકાગાળામાં સર્વગ્રાહી સમર્થનનો પર્યાય બની ગઇ. અત્યાર સુધીના જાહેર જીવનમાં વોટબેંકની રાજનીતી, પ્રદેશવાદ જેવા પોલીટીકલ શોર્ટકટથી પ્રજાને આંજી દઇ સત્તા પ્રાપ્તિના ક્ધસેપ્ટને નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતીએ આઉટ ઓફ ડેટ બનાવી દીધી. ગુજરાતથી શરૂ થયેલી વિકાસની રાજનીતીએ ભાજપને તો દરેક વર્ગના સમર્થકો આપ્યા પરંતુ સાથેસાથે રાષ્ટ્રના રાજકારણમાં, વહીવટીતંત્રમાં અને સમગ્ર અર્થવ્યવસ્થાને વિકાસનું મહત્વ સમજાયું છે.

વિકાસ એક એવો વિષય છે કે જે ક્યારેય જૂનો અને અસ્વિકાર્ય બન્યો નથી. દેશના રાજકારણમાં ગુજરાત વિકાસનું મોડેલ બન્યું અને ગાંધીનગરથી નવી દિલ્હી સુધીનો મોદીનો પંથ આસાન બન્યો અને સમગ્ર દેશના મતદારોએ નાત-જાત, પ્રદેશવાદ, સાંપ્રદાયીકતા અને પક્ષના રાજકારણને તીલાંજલી આપી માત્રને માત્ર વિકાસને વરેલા નેતા તરીકે નરેન્દ્ર મોદીનું સ્વિકાર કર્યો, ગુજરાતમાંથી ઉભી થયેલી વિકાસની આ હવા સમગ્ર દેશમાં તો પ્રસરી વિકાસના અભિગમની વિશ્ર્વએ પણ નોંધ લીધી. વિકાસનો ઉદ્ગમ સ્થાન ગુજરાત હતું અત્યારે ગુજરાતની વિજયભાઇ રૂપાણી સરકારે વિકાસની પાંખે પાંચ વર્ષ પૂરા કર્યા છે. અને સતત વિકાસની રફ્તારને આગળ વધારવા પ્રયત્નશીલ છે.

ગુજરાતમાં વિજયભાઇના સુશાસનના પાંચ વર્ષની ઉજવણીના હાર્દમાં રહેલાં વિકાસનો જ ખરો વિજય થયો ગણાય. દુનિયાની, સમાજની અને રાજકારણની બદલતી જતી પરિભાષામાં હવે ટૂંકાગાળાના સ્વાર્થ, રાજકીય પ્રલોભનો અને આંબા, આંબલી બતાવી મતદારોને ભ્રમિત કરવાનો સમય પૂરો થયો છે અને દરેકને વિકાસની જરૂરીયાત છે. તેની પ્રતિતિ દેશ નહીં પણ દુનિયા આખીને ગુજરાતના વિકાસલક્ષી રાજકારણે કરાવ્યું છે. વિકાસનું ઉદ્ગભ ભલે એક સારા સંકલ્પથી થતો હોય પરંતુ તેનું આયુષ્ય ચિરકાલીન અને હંમેશા કલ્યાણકારી બની રહે છે.

આધુનિક ટેકનોલોજી અને ડીજીટલ ક્રાંતિના યુગમાં આગળ વધી રહેલા સાંપ્રત, સમાજ અને દેશ-દુનિયાના દ્રષ્ટિકોણથી લઇ અભિગમ અને સપનાંના વાવેતરના કેન્દ્રબિંદુમાં વિકાસની દિર્ઘદ્રષ્ટિ ઉજાગર થઇ ચુકી છે. વિકાસનું રાજકારણ દરેક માટે પોતીંકુ બની જાય છે. વિકાસનો અભિગમ સહકારની ભાવના જન્માવે છે અને વિભાજનના પડકારોને તીંલાજલી અપાવે છે. વિકાસ એ સફળતાનો પ્રયાર્ય છે. આજે દરેક વિકાસ ઝંખે છે.

વિકાસ કરનારને માત્ર અપનાવતા જ નથી સાથ પણ આપે છે. વિકાસ હોય ત્યાં સર્જન, સર્જન થાય ત્યાં કલ્યાણ, કલ્યાણ હોય ત્યાં શાંતિ અને શાંતિ હોય ત્યાં કોઇ વસ્તુ ખૂટતી નથી. આથી જ વિકાસ હંમેશા વિજયી થાય છે. ગુજરાતમાં પણ વિકાસ વિજય ભવ: ખરાઅર્થમાં ચરિતાર્થ થયો જ છે અને સંવેદનશીલ સરકારની સંવેદનાનો આસ્વાદ ખરાઅર્થમાં કોમન મેન સુધી પહોંચાડવામાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકાર સફળ થઇ છે. તે કહેવામાં જરા પણ અતિશ્યોક્તિ નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.