શહેરના અગ્રણી ફાર્મસી એવી એસ્ટ્રોનના નાલા સામે આવેલી વિકાસ ફાર્મસીના સંચાલક નાથાભાઈ સોજીત્રાએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતુ કે ૩૦ વર્ષથી મેડીકલ સ્ટોર ચલાવું છું તમામ મેડીકલ કંપનીઓની ત્રણ લાખ જેવી દવાનો સ્ટોક અમારી પાસે હંમેશા હોય છે. જેથી રાજકોટના તમામ ડોકટરોની દવા હાજરમાં મળી જાય છે. અમારી પાસે ૯૦ લોકોનો વિનમ્ર અને કવોલીફાઈડ સ્ટાફ છે.
ગ્રાહંક દ્વારા કોઈપણ દવા રિટર્ન કરવા આવે તો પૂરેપૂરી પરત લઈને પૂરેપૂરા પૈસાનું રીફંડ આપીએ છીએ. ઓનલાઈન ફાર્મસી હરિફાઈમાં ટકી રહેવા માટે અમે પોતાની એપ વિકસાવી છે. અમે ગ્રાહકની અનુકુળતા પ્રમાણે દવાઓ પેક કરીને તૈયાર રાખીએ છીએ ગ્રાહક કહે તેમ ફીમા હોમડીલીવરી પણ આપીએ છીએ ઓનલાઈન ઓર્ડરમાં ડિસ્કાઉન્ટ પર આપીએ છીએ. ગ્રાહકો પાસેથી પેટીએમથી લઈને બેંક એકાઉન્ટથી પણ પેમેન્ટ લઈએ છીએ કાર્ડથી પણ પેમેન્ટ સ્વીકાર્ય છે. હિઅરીંગ મશીનથી લઈ ક્રીટીકલ દવા બધુ જ મળી જાય છે. વર્ષના ૩૬૫ દિવસ કોઈપણ તહેવારમાં પણ અમારો મેડીકલ સ્ટોર ચાલુ હોય છે. સવારના ૭ થી રાતના ૨ વાગ્યા સુધી દવા આપવામાં આવે છે. અમારો ૩૦ લોકોનો સ્ટાફ એક સાથે બીલ બનાવી શકીએ છીએ. મારા ઉપરાંત મારા પરિવારજનો મુકેશભાઈ સોજીત્રા, વિપુલભાઈ સોજીત્રા, શ્રેયસભાઈ સોજીત્રાપણ કવોલીફાઈડ ફાર્મસીસ્ટ છે. અને અમારી મેડીકલ પર સતત હાજરી હોય છે.