એક સપ્તાહમાં કુખ્યાત વિકાસ દુબેના બે સાથીદારો એન્કાઉન્ટરમાં ઠાર : ઉજૈન દર્શન બાદ પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી
ઉત્તરપ્રદેશના કાનપુર નજીક આવેલા બીકરૂમાં એક સપપ્તાહ પૂર્વે પોલીસ કુખ્યાત શખ્સની ધરપકડ વેળાએ થયેલી અથડામણમાં એક ડીએસપી સહિત આઠ પોલીસમેન શહીદ થયા હતા. જ્યારે સાંમાં પક્ષે પણ ત્રણ બદમાશોનું એન્કાઉન્ટર થયું હતું. જે ગુનામાં મુખ્ય સૂત્રધાર વિકાસ દુબેને ઉજૈનથી ઝડપી લીધો છે.
કાનપુરના બીકરુંમાં ૬૦ જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલા વિકાસ દુબેને પકડવા ગયેલી પોલીસ ટિમ પર અચાનક ફાયરિંગનો મારો ચલાવતા સેમ સામે થયેલી અથડામણમાં ડીએસપી સહિત આઠ પોલીસ જવાનો શહીદ થયા હતા. જ્યારે સામ પક્ષે ત્રણ બદમાશો પણ ઠાર મરાયા હતા. બાદ ઉપી પોલીસે ભીંસ વધારતા વિકાસ દુબે છેલ્લા એક સપ્તાહથી છુપા વેસમાં નાસતો ફરતો હતો. અને વિકાસ દુબેના બે સાથીદારોનું એન્કાઉન્ટર કરવામાં આવતા વિકાસ દુબે આજ વહેલી સવારે ઉજૈન મહાકાલેશ્વર દર્શન કરી શરણાગતિ સ્વીકારી છે.
કાનપુરના બિકરુમાં થયેલા શૂટઆઉટના મુખ્ય આરોપી વિકાસ દુબેની ઉજ્જૈનમાંથી પોલીસે ધરપકડ કરી હોવાના મહત્વના સામાચાર પ્રાપ્ત થયા છે. એક સપ્તાહથી ફરાર હત્યારો એમ ઉજૈન મહાકાલ દર્શન કરવા માટે પહોંચ્યો અને પોલીસે તેને દબોચી લીધો હતો. આઠ આઠ પોલીસ કર્મચારીઓનો હત્યારો ૨જી જુલાઈથી બીકરુંથી ફરાર હતો. ૭ દિવસમાં વિકાસ દુબે ગેંગના ૫ બદમાશોનું એન્કાઉન્ટર કરાયું
પોલીસે બુધવારે જ વિકાસના અંગત અમર દુબેનું પણ એન્કાઉન્ટ કરી દીધું હતું. અમર હમીરપુરમાં છુપાયો હતો. અત્યાર સુધી વિકાસ ગેંગના ૫ લોકો એન્કાઉન્ટરમાં ઠાર કરાયા છે. વિકાસની તપાસમાં યુપી સિવાય દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન પોલીસને એલર્ટ આપવામાં આવ્યું છે. વિકાસ મંગળવારે ફરીદાબાદની એક હોટલમાં દેખાયો હતો, પરંતુ પોલીસ પહોંચે તે પહેલાં જ તે ભાગી ગયો હતો. કાનપુર શૂટઆઉટ કેસમાં પોલીસ મુખ્ય સૂત્રધાર વિકાસ દુબેને
૨જી જુલાઈના ધરપકડ કરવા ૩ પોલીસ સ્ટેશનના પોલીસે બિકરુ ગામમાં દરોડા પાડ્યા હતા. જેમાં એક ડીએસપી પણ સામેલ હતા. હત્યાની કોશિસના ગુનામાં પકડવા ગયેલા પોલીસ પર વિકાસની ગેંગે અંધાધૂંધ ગોળીબાર કરી ડીએસપી સહિત આઠ પોલીસમેનોની હત્યા કરી હતી. જેના પગલે ૩જી જુલાઈએ પોલીસે સવારે ૭ વાગે વિકાસના મામા પ્રેમપ્રકાશ પાંડે અને સહયોગી અતુલ દુબેનું એન્કાઉન્ટર કરી દીધું. ૨૦-૨૨ નામજોગ સહિત ૬૦ લોકો સામે ફરિયાદ નોંધી હતી. ત્યાર બાદ ૫મી જુલાઈના પોલીસે વિકાસના નોકર અને ખાસ સહયોગી દયાશંકર ઉર્ફે કલ્લુ અગ્નિહોત્રીને ઘેરી લીધા હતા. પોલીસની ગોળી વાગતા દયાશંકર ઘાયલ થયો પણ થયો હતો. તેણે ખુલાસો કર્યો કે, વિકાસે પહેલેથી પ્લાનિંગ કરીને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હોવાની કબૂલાત આપી હતી. પોલીસે અમરની મા ક્ષમા દુબે અને દયાશંકરની પત્ની રેખા સહિત ૩ની ધરપકડ કરી. શૂટઆઉટની ઘટના વખતે પોલીસે મદદ માટે ક્ષમા દેવીનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ તેણે મદદ કરવાની જગ્યાએ બદમાશોને પોલીસનું લોકોશન જણાવી દીધું હતું. રેખાએ પણ બદમાશોની મદદ કરી હતી. ત્યાર બાદ એસતીએફએ વિકાસના ખાસ અમર દુબેને ઠાર કર્યો. પ્રભાત મિશ્રા સહિત ૧૦ આરોપીઓની ધરપકડ કરી હતી. પ્રબાત મિશ્રા અને બઉઆ દુબે એન્કાઉન્ટરમાં ઠાર કરાયા હતા.