- ચેરમેનપદે સીએ વિપુલ દત્તાણી અને વાઈસ ચેરમેન પદે સીએ જેનિશ જાજલની કરાય નિમણુંક
રાજકોટ બ્રાંચ ખાતે મેનેજીંગ કમિટીના વર્ષ 2025-26 ના નવા હોદેદારોનું પદગ્રહણ કર્યું. જેમાં સીએ વિપુલ દત્તાણી – વિકાસા ચેરમેન, સીએ હિરેન રાયચુરા નોમિનેટેડ મેમ્બર, મિસ્ટર જય શેઠ – મેન્ટર, મિસ્ટર જેનિશ જાજલ – વાઈસ ચેરમેન, મિસ્ટર પ્રીતેશ કારિયા – સેક્રેટરી, મિસ્ટર આનંદ નાથવાની – જોઈન્ટ સેક્રેટરી, મિસ્ટર હરપાલ ગોલાનીયા – ટ્રેઝરર, મિસ્ટર રિશી રડીયા – જોઈન્ટ ટ્રેઝરર, મિસ્ટર રાજદીપ વ્યાસ – કમિટી મેમ્બર, મિસ્ટર કૃણાલ ગીરી ગોસ્વામી – કમિટી મેમ્બર તેમજ મિસ્ટર વત્સલ ચાંદરણાં- કમિટી મેમ્બર તેમજ સીએ ભાવિન દોશી તત્કાલ પૂર્વ ચેરમેન, તરીકે ચૂંટાયા છે. આ માટેનો સમારોહ રાજકોટ બ્રાંચ પર યોજાયો. આ સમારોહમાં બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ તેમજ મેમ્બર્સ ઉપસ્થિત રહ્યાં હતા.
આ પદગ્રહણ સમારોહમાં, રાજકોટના અને આઈ.સી.એ.આઈ. ના વિદ્યાર્થીઓ અને સહયોગીઓની મોટી સંખ્યામાં હાજરી રહી. આ પ્રસંગે, ચેરમેન અને અન્ય હોદ્દેદારો દ્વારા સંસ્થાની યાત્રા અને મકસદને આગળ વધારવા માટેના વિકાસ અને નવીનતા અંગે દર્શાવેલા વિચારો તથા દ્રષ્ટિએ સભ્યમંડળને પ્રોત્સાહિત કરવું એ મુખ્ય ઉદ્દેશ હતો.
આ માટેનો પદગ્રહણ કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજન અને અમલમાં આવ્યો, અને વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ કામગીરી અને લક્ષ્યને ધ્યાનમાં રાખીને નવી દિશાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.