Abtak Media Google News
  • 18.56% વોટ શેર સાથે અકાલીદળને પાછળ રાખી ભાજપ ત્રીજા ક્રમે પહોંચ્યું
  • 23 વિધાનસભા બેઠકો પર ભાજપ મત મેળવવામાં પ્રથમ સ્થાને રહ્યું: જ્યારે છ વિધાનસભામાં ભાજપ બીજા નંબરની પાર્ટી રહી

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ભાજપ  હાઇ કામંડ દ્વારા પંજાબ અને ચંદીગઢ રાજ્યના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. પંજાબમાં નબળા મનાતા ભાજપના સંગઠન માળખાને મજબૂતી આપવા માટે વિજયભાઈ કરેલી મહેનત વાસ્તવમાં રંગ લાવી છે. વોટ શેરની દ્રષ્ટિએ લોકસભાની ચૂંટણીમાં ભાજપ પંજાબમાં ત્રીજા નંબર રહી છે. ભલે પંજાબમાં લોકસભાની એક જ બેઠક ભાજપને મળી હોય પરંતુ જે રીતે વોટ શેરમાં વધારો થયો છે તે સારા  રાજકીય ભવિષ્યની નિશાની માનવામાં આવી રહી છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ખરેખર સંગઠનના માણસ માનવામાં આવે છે. સંગઠનને કેવી રીતે મજબૂત કરવું અને સંગઠનના આધારે કઈ રીતે સફળતાના શિખરો પર પહોંચવું તે વાત વિજયભાઈ પાસેથી ખરેખર શીખવા જેવી છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ હાઇ કમાન્ડ દ્વારા તેઓને પંજાબના પ્રભારી બનાવવામાં આવ્યા હતા વિજયભાઈ પંજાબમાં નબળા મનાતા ભાજપના સંગઠન માળખા ને મજબૂતી પ્રદાન કરવા માટે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દીધી હતી. જેના પરિણામે આજે પંજાબમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપનો વોટ શેર 18.56 ટકાએ પહોંચી ગયો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બાદ વોટ શેરની દ્રષ્ટિએ ભાજપ અકાલીદળને પછાડી ત્રીજા નંબરે પહોંચી ગયું છે. જલંધર સેન્ટ્રલ, જલંધર નોર્થ,રાજપુરા, દેરાબસી,પટિયાલા, લુધિયાણા ઇસ્ટ, લુધિયાણા સાઉથ,લુધિયાણા સેન્ટ્રલ, લુધિયાણા નોર્થ, લુધિયાણા વેસ્ટ, અમૃતસર નોર્થ, અમૃતસર સેન્ટ્રલ, અમૃતસર ઇસ્ટ, ફિરોઝપુર સીટી, અબોહર, બાલુયાના, હોશિયારપુર, સુજાનપુર ભાઓ,પઠાણકોટ અને ભટ્ટીંગા અર્બન વિધાનસભા સહિત કુલ 23 વિધાનસભામા મત મેળવવામાં ભાજપ પ્રથમ ક્રમે રહ્યું હતું. જ્યારે જલંધર વેસ્ટ ,જલંધર સેન્ટ્રલ, શ્રીઆણંદપર સાહેબ, અમૃતસર વેસ્ટ, ફઝલિકા અને દીનાનગર વિધાનસભા મત ક્ષેત્રમાં ભાજપ બીજા ક્રમે રહ્યું હતું.

ભલે લોકસભાની ચૂંટણીમાં ભાજપને પંજાબમાં માત્ર એક જ બેઠક પ્રાપ્ત થઈ હોય પરંતુ જે રીતે વિજયભાઈ રૂપાણીએ પંજાબમાં ભાજપનું સંગઠન માળખું મજબૂત કરવા માટે કામ કર્યું છે તેના સારા પરિણામો મળ્યા છે. આમ પણ ભાજપ પંજાબમાં ક્યારેય લોકસભાની ત્રણથી વધુ બેઠકો જીતી શકયું નથી. સંગઠન જ કોઈપણ રાજકીય પાર્ટીની સાચી તાકાત હોય છે. વિજયભાઈ રૂપાણીએ પંજાબમાં જમીનની સ્તરથી ભાજપને મજબૂત કરવા માટેનું અભિયાન હાથ પર લીધું છે. જેના પરિણામો લોકસભાની ચૂંટણીમાં દેખાયા છે એક સમયે અકાલી દલ પર નિર્ભર ભાજપ આજે પંજાબમાં અકાલી દળથી પણ વધુ  વોટ શેર હાંસલ કર્યો  છે. આગામી દિવસોમાં પંજાબમાં પક્ષને મજબૂત કરવા માટે ભાજપ પાસે બહુ મોટી તક રહેલી છે. જો મજબૂત સંગઠન માળખું અને યોગ્ય ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવે તો પંજાબમાં પણ ભાજપને સફળતા મળી શકે તેમ છે. લોકસભાની ચૂંટણીમાં ભલે એક જ બેઠક મળી હોય પરંતુ વિજયભાઈ રૂપાણી આ પરિણામથી નાસીપાસ થવાના બદલે પુરા જોશ સાથે ફરી પંજાબમાં ભાજપને મજબૂત બનાવવા માટે કામે લાગી જશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.