માદીપુર, ચાંદની ચોક, મોડલ ટાઉન વિધાનસભા વિસ્તારમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી સભા
દિલ્હી વિધાનસભાની ચુંટણીના આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે દિલ્હીમાં ગુજરાત સમાજની વસતી ધરાવતા વિસ્તારોમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઝંઝાવાતી ચુંટણી પ્રચાર કરી રહ્યા છે. આજે વિજયભાઇ બપોર બાદ દિલ્હીમાં ચાર જાહેરસભાઓ ગજાવશે.
આજે બપોર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દિલ્હીની માટીપુર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કૈલાસ સાંકલાના સમર્થનમાં ૩ વાગ્યે ધોર્કે બાબા મંદીર રઘુવીર નગર ખાતે, સાંજે ૭ કલાકે ચાંદની ચોક વિધાનસભાના ઉમેદવાર સુમનકુમાર ગુપ્તાના સમર્થનમાં શાહ ઓડિટોરીયમ દિલ્હી ગુજરાત સમાજ માર્ગ સિવીલ લાઇન્સ ખાતે જયારે રાત્રે ૮.૧૫ કલાકે અને ૯.૧૫ કલાકે મોડેલ ટાઉન વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કપિલ મીશ્રાના સમર્થનમાં અનુક્રમે ભારત વિકાસ પરિષદ આયોજીત કાર્યક્રમમાં શિવમંદીર ધર્મશાળા પ્રેમનગર, શકિતનગર સ્કુલ પાસે મોડેલ હાઉસ અને ડી-૧૪૨ મહેન્દ્ર એન્કલ લેવ ખાતે જાહેરસભા સંબોધશે. આ ચાર વિસ્તારોમાં ગુજરાતી સમાજની વસ્તી વધારે છે.